GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

સરકારી અમલદારો વર્ષમાં 4 વખતથી વધારે વિદેશ પ્રવાસ કરી શકશે નહી

નવી દિલ્હી તા. 12 નવેમ્બર 2014

મોદી સરકારે ખર્ચાઓ પર કાપ મુકતા સરકારી બાબુઓને વિદેશ પ્રવાસ પર કેટલાક નવા પ્રતિબંધ મુકી દીધા છે. હવે કોઇ પણ સરકારી અધિકારી વર્ષમાં ચારથી વધારે વાર વિદેશ પ્રવાસ કરી શકશે નહી.

આજે બહાર પડાયેલા સરકારી આદેશ મુજબ એક કેલેન્ડર વર્ષમાં કોઇ પણ સરકારી અધિકારી ચારથી વધુ વખત સરકારી ખર્ચે વિદેશ પ્રવાસ કરી શકે નહી. કોઇ અધિકારીએ ચારથી વધારે વિદેશ પ્રવાસ કરવા માટે તેની સંપૂર્ણ વિગતો આપવી પડશે. આ રીતે પ્રવાસ ફક્ત કેટલાક ખાસ કેસોમાં અને કામની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવશે. સમ્મેલનો, શિક્ષણ માટે વિદેશ પ્રવાસ જવા અને સંશોધન પેપર્સની રજુઆત માટે થતા વિદેશ પ્રવાસ માટોનો ખર્ચ હવે સ્પોન્સરે ઉપાડવાનો રહેશે. હવે પછી કેટલાય પ્રકારના વિદેશ પ્રવાસ સરકારી ખર્ચે થશે નહી.

આ આદેશમાં તે પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે વિદેશ યાત્રા પર જતા પ્રતિનિધિમંડળનું કદ અને વિદેશ પ્રવાસ દરમિયાનનું રોકાણ ટૂંકા ગાળાનુ રાખવાનું રહેશે. વધુમાં તે પણ જણાવ્યુ છે કે સચિવ સ્તરના અધિકારીઓ ત્યાં સુધી વિદેશ પ્રવાસ કરવો નહી જ્યાં સુધી તેમની હાજરી અનિવાર્ય હોય નહી. વળી તેમના સ્થાને અતિરિક્ત સચિવ અને સંયુકત સચિવ સ્તરના અધિકારીઓ પણ જઇ શકશે નહી.
સરકારે જણાવ્યું કે જાહેર ઉપક્રમોના ખર્ચે પણ વિદેશ પ્રવાસને ટાળવો જોઇએ. જ્યાં સુધી સંબંધિત જાહેર ઉપક્રમોથી જોડાયેલા કિસ્સાઓમાં વિદેશ પ્રવાસની જરૂર જણાય નહી ત્યાં સુધી આ પ્રકારના ખોટા ખર્ચાઓને ટાળવા જોઇએ. સરકારે ખર્ચાઓમાં ઘટાડાની પહેલ કરતા છેલ્લા મહિનાઓમાં થયેલી સરકારી અધિકારીઓની વિદેશ મુસાફરીમાં ફર્સ્ટ ક્લાસમાં પ્રવાસ કરવા પર પણ પ્રતિબંધ મુક્યો છે અને તેમને વીડિયો કોન્ફરન્સની સુવીધાનો ઉપયોગ કરવા જણાવ્યું છે.

No comments: