GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

સાઈડિંગ સ્પ્રિંગ ધૂમકેતુની ચળકતી રજકણોથી મંગળનું વાતાવરણ પ્રજ્જવલિત

૧૯મી ઓક્ટોબરે ધૂમકેતુ મંગળ નજીકથી પસાર થયો હતો

લાખો ટન રજકણોથી દેદિપ્યમાન મંગળના આકાશની નાસાના હબલ ટેલિસ્કોપે તસવીરો લીધી


ન્યૂયોર્ક, તા. ૧૧
મંગળ ગ્રહ નજીકથી ૧૯મી ઓક્ટોબરે સાઈડિંગ સ્પ્રિંગ નામનો ધૂમકેતુ ૮૭ હજાર માઈલની સફર કરીને નીકળ્યો હતો. આ સફર દરમિયાન ધૂમકેતુએ મંગળ ગ્રહના વાતાવરણમાં લાખો ટન ચળકતી રજકણો પણ છોડી હતી, જેને પગલે અહીંનું વાતાવરણ થોડો સમય માટે પ્રજ્જવલિત થઈ ગયું હતું. આ અનન્ય અવકાશી ઘટનાની નાસાના હબલ ટેલિસ્કોપે સુંદર તસવીરો લીધી છે.
અમેરિકાની યુનિવર્સિટી ઓફ કોલોરાડોના ખગોળશાસ્ત્રી નિક શેનેઇડર નાસાના મેવન ઓર્બિટર મિશન પર કામ કરી રહ્યા છે. શેનેઇડરે કહ્યું હતું કે, ધૂમકેતુએ છોડેલી લાખો ટન રજકણોને પગલે મંગળના વાતાવરણમાં હજારો તારા દેદિપ્યમાન થઈ ગયા હોય એવો નજારો સર્જાયો છે. જોકે, આ ઘટના એ દિવસ સુધી જ જોવા મળી હતી, જેની નાસાના હબલ ટેલિસ્કોપે યાદગાર તસવીરો લઈ લીધી છે.
શેનેઇડરે કહ્યું હતું કે, માનવ ઈતિહાસમાં આ ખૂબ જ અનન્ય અવકાશી ઘટના છે. જોકે, આ ઘટનાનું વિજ્ઞાાનીઓ અનુમાન કરી શક્યા ન હતા અને નાસાના ઓપર્ચ્યુનિટી કે ક્યુરિયોસિટી પણ તેને ઓળખવામાં થાપ ખાઈ ગયા હતા. જોકે, આપણે મંગળની આસપાસના હાઈટેક રોબોટ્સની મદદથી આ દુર્લભ તસવીરો મેળવી શક્યા છીએ.  આ તસવીરો પરથી વિજ્ઞાાનીઓનું અનુમાન છે કે, ધૂમકેતુએ છોડેલી રજકણો સોડિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, નિકલ, ક્રોમિયમ અને ઝીંકની બનેલી છે.

No comments: