કોરિયન પ્રતિનિધિમંડળે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલની મુલાકાત લીધી હતી. કોરિયન પ્રતિનિધિમંડળ અમદાવાદ શહેરમાં બુધવારે ‘કોરિયા ડે’ ઉજવણીમા હાજર રહેશે. આ ઉજવણી ફિક્કી, કોરિયા રિપબ્લિક ઓફ અને ગુજરાત તથા દૂતાવાસ દ્વારા આયોજીત કરવામાં આવી છે. કોરિયન કંપનીઓ જેવી કે સેમસંગ, હ્યુન્ડાઇ, એલજી, પોસ્કો, દૂસાન, હ્યોસંગ, સીજે, ના પ્રતિનિધિઓ પણ આ ડેલીગેશનમા સામેલ છે. આ ડેલીગેશને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલની કોરિયાના એમ્બેસેડર કીમ જૂન્ગ કેયુન સાથે મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉ ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને કોરિયાના એમ્બેસેડર કીમ જૂન્ગ કેયૂન વચ્ચે સૌજન્ય મુલાકાત યોજાઈ હતી. જેમાં કીમ જૂન્ગ કેયુને કોરિયાના ઈલેટ્રોનિક્સ, શિપ બિલ્ડિંગ, ઓટોમોબાઈલ્સ, સેમુંગમ જળપ્રકલ્પ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની રૂપરેખા આપી હતી તેમજ ગાંધીનગરમાં ઈલેક્ટ્રોનિક્સ ઝોન અને ધોલેરામાં એસઆઈઆરમાં નોલેજ સિટીમાં કોરિયન કંપનીઓને સહભાગી થવા મુખ્ય પ્રધાને આમંત્રણ આપ્યું હતું. આ ઉપરાંત નેનો, ફોર્ડ, પ્યુજો અને મારૂતિ બાદ તેમણે કોરિયાની હોન્ડાઈ કાર કંપની માટે ગુજરાતના દ્વાર ખુલ્લા હોવાનું કહ્યું હતું. રાજ્યમાં વિશ્વના સૌથી મોટા ભવ્ય બુદ્ધ મંદિરના નિર્માણમાં કોરિયન ટેકનોલોજી માટે પણ નરેન્દ્ર મોદીએ તત્પરતા વ્યક્ત કરી હતી. કોરિયન સરકારે આપેલા નિમંત્રણને મોદીએ સ્વીકાર્યું હતું.
No comments:
Post a Comment