(તસવીરઃ બરાક ઓબામાનું એરફોર્સ વન)
ઇન્ટરનેશનલ ડેસ્કઃ નવેમ્બર 15-16 દરમિયાન ઓસ્ટ્રેલિયામાં બ્રિસબેન ખાતે જી-20 સંમેલન યોજાશે, જેમાં વિશ્વના ટોચના નેતાઓ ભાગ લઇ રહ્યા છે. મોટાભાગના નેતાઓ શુક્રવાર સુધીમાં ઓસ્ટ્રેલિયાના ત્રીજા સૌથી વિશાળ શહેર બ્રિસ્બેન આવી ચૂક્યા છે. એરપોર્ટ પર દરેક દેશના વડાઓના અવનવા વિમાનો આવી રહ્યા છે. જી20 સંમેલનમાં દરેક નેતા પોતાના કદ અને પાવરને દર્શાવતા વિમાનમાં આવ્યા છે.
બરાક ઓબામાનું એર ફોર્સ વન
બ્રિસ્બેન આવેલા વિવિધ દેશના વડાઓના વિમાનમાં સૌથી વધુ આકર્ષક અને પાવરફુલ વિમાન અમેરિકન પ્રમુખ બરાક ઓબામાનું છે. બોઇંગ 747માંથી ખાસ ડિઝાઇન કરીને એરફોર્સ તૈયાર કરવામાં આવ્યું છે. વિશ્વના દરેક નેતાઓમાં સૌથી શક્તિશાળી વિમાન બરાક ઓબામાનું છે તેમાં કોઇ બેમત નથી.
અમેરિકાના પ્રેસિડેન્ટ જે વિમાન યૂઝ કરે તેને 'એર ફોર્સ વન' નામ આપવામાં આવે. ઓબામા માટે બે વિમાન રાખવામાં આવ્યા છે. આથી જ્યારે ઓબામા તે વિમાન ઉપયોગ કરે ત્યારે તેને 'એર ફોર્સ વન' કહેવામાં આવે છે. એર ફોર્સ વનના એક વિમાન પાછળ અંદાજે 325 મિલિયન ડોલર (અંદાજે 1950 કરોડ રૂ.)નો ખર્ચ કરવામાં આવ્યો છે. તેની ફ્યૂઅલ ટેન્ક એટલી વિશાળ છે કે, તેમાં રહેલા ત્રીજા ભાગના ફ્યૂઅલથી આખા વિશ્વનું ભ્રમણ થઇ શકે.
શિન્ઝો અબેનું સાયગ્નસ વન/ટુ
તસવીરમાં દેખાય છે તે એર ફોર્સ વનનું જાપાનીઝ વર્ઝન છે. જાપાનમાં બે બોઇંગ 747-400ને દેશના રાજા અને વડાપ્રધાન શિન્ઝો અબે માટે રાખવામાં આવ્યા છે. જાપાનના આ વિમાનને સાયગ્નસ વન અને સાયગ્નસ ટુ તરીકે ઓળખવામાં આવે છે.વડાપ્રધાન મોદી વિદેશ પ્રવાસ માટે બોઇંગ 747-400નો ઉપયોગ કરે છે. દેશની એર લાઇન્સ એર ઇન્ડિયાની દેખરેખ હેઠળના આ વિમાનને એર ઇન્ડિયા વન કોડ નેમ આપવામાં આવ્યું છે. મોદીનું વિમાન ન્યૂક્લિયર એટેકને પણ ખમી શકે તેટલું પાવરફુલ છે.
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિન રશિયન બનાવટના Ilyushin Il-76 વિમાનમાં ઉડે છે. આ વિમાનનો ઉપયોગ અન્ય ઘણા દેશમાં થાય છે, પરંતુ સામાન્યઃ તેનો ઉપયોગ અન્ય દેશોમાં કાર્ગો વિમાન તરીકે આ વિમાન વપરાય છેફ્રાંસના પ્રમુખ ઓલાન્દે વિમાનની પસંદગીની બાબતમાં દેશભક્ત છે. પ્રવાસ માટે તેમણે અમેરિકન કંપની બોઇંગની જગ્યાએ સ્વદેશી એરબસના એ340 એરક્રાફ્ટ પર પસંદગી ઉતારી છે.
સાઉથ કોરિયાની પ્રેસિડેન્ટ પાર્ક ગ્યૂન હ્યે બોઇંગ 747-400નો પ્રવાસ માટે ઉપયોગ કરે છે.
મેક્સિકન પ્રેસિડેન્ટ એનરિક પેના બ્રિસબેનમાં પોતાના બોઇંગ 757માં આવ્યા હતા. આ વિમાનની ખાસિયત તેની પાંખનો આકાર છે, જે તેની ફ્યૂઅલ ક્ષમતા વધારે છે. 757નો આકાર પ્રમાણમાં સાંકડો છે. વિશ્વભરમાં 1000 જેટલા બોઇંગ 757નો ઉપયોગ થાય છે. આ વિમાન અમેરિકન એરલાઇન્સમાં ખૂબ પોપ્યુલર છે.સાઉદી અરબના પ્રિન્સ સલમાન બિન અબ્દુલ અઝીઝ (ડાબે) પોતાના બોઇંગ 747માંથી બહાર આવતા નજરે પડે છે.બ્રિસબેન જી20 સમિટમાં વિવિધ દેશના પ્રમુખોની સાથે અન્ય ટોચના નેતાઓ પણ ભાગ લઇ રહ્યા છે. પ્રમુખ ઓબામા સિવાયના અન્ય ટોચના નેતાઓ બોઇંગ 757નો ઉપયોગ કરીને બ્રિસબેન પહોંચ્યા છે.
પુતિનના Ilyushin Il-76 કરતાં લેટેસ્ટ કહી શકાય તેવું IL-96 પ્લેન પણ બ્રિસબેન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળ્યું હતું. આ એરક્રાફ્ટમાં પુતિનનો સિક્યોરિટી સ્ટાફ બ્રિસબેન આવ્યો હતો.
સાઉથ આફ્રિકાના પ્રમુખ જેકબ ઝુમા બ્રિસબેનમાં બોઇંગ 727માં આવ્યા હતા. બોઇંગ 727નો પહેલીવાર ઉપયોગ 1964માં થયો હતો. બોઇંગની ફેક્ટરીમાં 1984માં છેલ્લું બોઇંગ બન્યું હતું. 1970 અને 1980ના દશકમાં બોઇંગ 727 ખૂબ પોપ્યુલર હતું. હાલમાં 200 જેટલા બોઇંગ 727નો ઉપયોગ વિશ્વભરમાં થઇ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ટોની અબોટ્ટ બોઇંગ 737-700નો ઉપયોગ કરે છે. આ વિમાનનો ઉપયોગ એરલાઇન્સમાં પ્રચલિત છે, પરંતુ અન્ય દેશોના પ્રમુખ જે વિમાનનો ઉપયોગ કરે છે તેની સરખામણીમાં આ વિમાન અત્યંત નાનું છે
No comments:
Post a Comment