GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

વૃંદાવનમાં રાષ્ટ્રપતિ દ્વારા વિશ્વના સૌથી મોટા મંદિરનો શિલાન્યાસ

ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાં વિશ્વનું સૌથી મોટું મંદિર બનવા જઇ રહ્યું ત્યારે આ મંદિરનો શિલાન્યાસ રવિવારે પ્રણવ મુખર્જીના હસ્તે કરવામાં આવ્યો. .

મથુરામાં બની રહેલા આ ચંદ્રોદય મંદીરની ઉંચાઇ લગભગ 700 ફૂટ છે જ્યારે આ મંદીરનું ગર્ભગૃહ જમીનથી 15 મીટર ઉંચુ હશે. આ મંદિરના ગર્ભગૃહના શિલાન્યાશ સમયે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જણાવ્યું હતું કે,'વિશ્વના સૌથી ઉંચા એવા આ મંદિરના ગર્ભગૃહના શિલાન્યાસ કરવાની તક મળી તે માટે હું મારી જાતને ભાગ્યશાળીમાનું છું. ભગવાન કૃષ્ણની ભૂમી પર આવીને હું ખૂબ જ ખૂશ છું અને વૃંદાવન આગામી સમયમાં આધ્યાત્મિક કેન્દ્ર બનશે તેવી આશા છે.'

વધુમાં રાષ્ટ્રપતિએ એમ પણ જણાવ્યું હતું કે,'ભારત વિકાસશીલ દેશથી આગળ વધીને વિકસીત દેશ બનવા માટે જણ રહ્યો છે ત્યારે ભારતના યુવા વર્ગ પર સામાજીક અને આર્થિક દબાણ વધશે, તેવા સમયે આધ્યાત્મિકતા તેમની મદદે આવશે.'

No comments: