GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

સાંસદ સચિન તેંડુલકરે આંધ્ર પ્રદેશનું પત્તમરાજુવારી ગામ દત્તક લીધું

-દિકરા-દિકરીને એક સમાન ગણવા તેમજ તેમને ઉચ્ચ શિક્ષણ આપવાની સલાહ આપી


(પીટીઆઈ)    નેલ્લોર, તા. ૧૬
આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લાના એક ગામને દત્તક લેતા ક્રિકેટના મહાન ખેલાડી સચિન તેંડુલકરે ગામલોકોને દારૃ અને તમાકુનો ત્યાગ કરવા, દિકરા-દિકરીને એક સમાન ગણવા તેમજ તેમને ઉચ્ચ શિક્ષણ આપવાની સલાહ આપી હતી. તેના આ કાર્યક્રમમાં હજારો માણસો ઉમટી પડયા હતા.
રાજ્યસભાના સાંસદ સચિન તેંડુલકરે સાંસદ આદર્શ ગ્રામ યોજના કાર્યક્રમ હેઠળ નેલ્લોર જિલ્લાના 'પત્તામરાજુવારી કાંદરિકા' ગામને દત્તક લીધું છે. તેમણે ત્યાં ૨.૭૯ કરોડના ખર્ચે તૈયાર થનારા એક સંકુલનો શિલારોપણ વીધિ કર્યો હતો. તે પ્રસંગે બોલતા તેમણે કહ્યું હતું કે આપણે એક આદર્શ ગ્રામનું સર્જન કરવાનું છે. જે બાકીના દેશ માટે ઉદાહરણરૃપ બની રહે. આ હજી પ્રારંભ છે. તેમણે જે સંસ્થાનો શિલારોપણ વીધિ કર્યો તેમાં એ પ્રકારનું કેન્દ્ર તૈયાર થઇ રહ્યું છે. જ્યાં મહિલા અને બાળ આરોગ્ય કેન્દ્ર ઉપરાંત રસોડું, રમતનું મેદાન અને વેઇટીંગ હોલ તેમજ શૌચ સુવિધા સાથેનું શિક્ષણ કેન્દ્ર બનશે. આ પ્રસંગે ગ્રામજનો પાસે તેંડુલકરે તમાકુ અને દારૃબંધ કરવાના સોગંદ પણ લેવડાવ્યા હતા.
 

No comments: