GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

ગિરનાર આરોહણ સ્‍પર્ધાનું ગીનીશબુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે નોમીનેશન

giranar-climbed-competition-gin
ગિરનાર પર્વતના ૯૯૦૦ પગથિયાં પૈકી ભાઇઓ માટે પપ૦૦ પગથિયાં અને બહેનો માટે રર૦૦ પગથિયાં પર દર વર્ષે આરોહણ-અવરોહણની રાજય અને રાષ્ટ્રકક્ષાની સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. ૧૯૭૧થી શરૂ થયેલી ગિરનાર પર્વત પરની સાહસપુર્ણ એવી ગિરનાર સ્‍પર્ધા હવે વિશ્વ સ્‍તરે સુપ્રસિધ્ધ થાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ચાલુ વર્ષે વિશેષ આયોજન તંત્ર દ્વારા હાથ ધરાયુ છે.
જિલ્લા કલકેટરશ્રી આલોકકુમારે ગિરનાર સ્‍પર્ધાની તમામ જીણવટભરી વિગતો અને ગુજરાત અને દેશનાં વિવિધ રાજ્યોનાં યુવાનોનાં જોશ અને ઉત્સાહને ઉજાગર કરતી આ સ્‍પર્ધાની વિગતો ગિનીશ બુક ઓફ વર્લ્‍ડ કમિટીને રજુ કરી આ સ્‍પર્ધાને ગિનીશ બુકનાં નોમીનેશન માટે મંજુર કરાવી છે.
આ વર્ષે ગિનીશ બુક ઓફ વર્લ્‍ડની ટીમ આ સ્‍પર્ધાનું આગામી તા. ૪ જાન્યુઆરીનાં રોજ ગિનીશબુકની ટીમ આ સ્‍પર્ધાનું રેકોર્ડીંગ સાથે કવરેજ કરી તેની નોંધ લેશે. આ માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સ્‍પર્ધાનાં સારામાં સારા દેખાવ માટેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
જિલ્લા કલકેટરશ્રી આલોકકુમારનાં અધ્યક્ષ સ્‍થાને આજે ૪ જાન્યુઆરી-૨૦૧૫નાં રોજ યોજાનાર ગિરનાર સ્‍પર્ધાનાં વિશેષ આયોજન માટે અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં કલેકટરશ્રી આલોકકુમારે જણાવ્યુ હતુ કે ગિરનાર સ્‍પર્ધાની હવે વૈશ્વિક સ્‍તરે નોંધ લેવાવાની છે તે માટે જૂનાગઢ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનાં રમતવિરો દ્વારા જરૂરી ઉત્સાહ અને પ્રતિભાવો મળે તે જરૂરી છે જિલ્લા વહિવટી તંત્ર આ સ્‍પર્ધાનાં સક્ષમ એવા તમામ યુવાનોને પ્‍લેટફોર્મ આપવા તૈયાર છે.
આલોકકુમારે કરેલા આયોજની વિગતો આપતા જણાવ્યુ હતુ કે વહિવટી તંત્રનાં અત્યાર સુધીનાં પ્રયાસો આ દિશામાં સકારાત્મક રહ્યા છે. ઈન્‍ડો-જાપાન ફ્રેન્ડશીપ ઉજવણી અંતર્ગત જાપાનનાં પ્રતિનિધિ મંડળે કલેકટરશ્રીને મળી આર્થિક અનુદાન સાથે સહભાગીતા વ્‍યક્ત કરી છે. લંડનથી પણ પ્રતિભાવ મળ્યા છે.
આ સ્‍પર્ધામાં વિદેશથી પણ સ્‍પર્ધકો જોડાવાનાં છે આથી આ સ્‍પર્ધા આંતરાષ્‍ટ્રીય બની રહે તે માટે વિચારણા ચાલી રહી છે. રમત-ગમત વિભાગ શાળા કોલેજો વ્‍યાયામ શિક્ષકો અને દરેક જિલ્લાનાં રમતગમત અધિકારીઓ અને સ્‍પોર્ટસ સંસ્‍થાઓનાં યોગદાનથી આ સ્‍પર્ધામાં અત્યાર સુધીનાં સૈાથી વધુ ૪ થી ૫ હજાર સ્‍પર્ધકો જોડાય તે માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
સિંગલ માઉન્ટ એસેન્ટ ઈવેન્ટનું ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્‍થાન માટે સ્‍પર્ધા સંચાલન માટે ૧૦ સી.સી. ટીવી કેમેરા , વાઈફાઇ સિસ્‍ટમ, ઇન્ટરનેટ કનેક્ટીવીટી, એલ.ઇ.ડી ટી.વી, લાઇવ કવરેજ, વિડીયો કેમેરા સાથે પોલીસ વાયરલેસ સેટ, વોકી ટોકીનાં માધ્યમ સાથે ૧૧ જેટલી વિવિધ સંચાલન સમિતિ કાર્યરત રહેશે.
ઈ-ગવર્નન્સ ક્ષેત્રે મહત્વપુર્ણ કામગીરી બદલ જૂનાગઢ જિલ્લાને રાષ્‍ટ્રીય એવોર્ડ ૧૩ ડિસેમ્‍બરે હૈદ્રાબાદ ખાતે જૂનાગઢ કલેકટરશ્રીને અપાશે એવોર્ડ જૂનાગઢ તા. ૨૫ ઈ-ગર્વન્સ ક્ષેત્રે શ્રેષ્‍ઠ કામગીરી બદલ કોમ્યુટર સોસાયટી ઓફ ઈન્ડીયાએ સમગ્ર દેશનાં જિલ્લાઓમાં સર્વે કરીને વર્ષ ૨૦૧૪ માટે જૂનાગઢ જિલ્લાને સસ્‍ટેનેબિલીટી એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. કલેકટરશ્રી આલોકકુમારને ૧૩ ડિસેમ્‍બરનાં રોજ હૈદ્રાબાદનાં મુખ્યમંત્રીશ્રી ચંદ્રબાબુ નાયડુનાં હસ્‍તે એવોર્ડ અપાશે.
જિલ્લા કલકેટર શ્રી આલોકકુમારનાં માર્ગદર્શન હેઠળ વિવિધસેવાઓને ઈ-ગર્વનન્સ સેવાઓ સાથે સાંકળીને અરજદારોને વધુ ઉપયોગી બને તે માટે પ્રયાસો કરવામાં આવે છે. નેશનલ ઈન્ફોર્મેટીક ઓફીસરશ્રી અતુલ ખુંટી અને એન.આઇ.સી.ટીમ દ્વારા પણ કલેકટરશ્રીનાં માર્ગદર્શન હેઠળ વિવિધ ઈ-પ્રોજેક્ટ સફળતા પૂર્વક લોન્ચ કરવામામં આવ્યા છે.
આ કામગીરીની કોમ્પ્‍યુટર સોસાયટી સી.એસ.આઇ.એ નોંધ લીધી છે. આગામી ૧૩ ડિસેમ્‍બરનાં રોજ હૈદ્રાબાદમાં જવાહરલાલ ટેક્નોલોજીકલ યુનિ.નાં ઓડીટોરીયમ ખાતે જૂનાગઢ જિલ્લાને આ એવોર્ડ અર્પણ કરાશે. સી.એસ.આઇ. નિહીલન્ટ ઈ- ગવર્નન્સ એવોર્ડ માટે પ્રસિધ્ધ થયેલ પુસ્‍તીકામાં પણ જૂનાગઢ જિલ્લાની કામગરીને સમાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કલેકટરશ્રીને ગયા વર્ષે અમરેલી જિલ્લમાં ઈ-માહિતી પ્રોજેક્ટ બદલ ઈ- ગવર્નન્સનો એવોર્ડ સી.એસ.આઇ. દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો

No comments: