GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

શ્રમ કાયદા સુધારા ખરડો રાજ્યસભામાં પસાર

Rajya Sabha Labor law reform bill passed
નવી દિલ્હી : જૂના શ્રમ કાયદામાં બદલાવના મોદી સરકારના પ્રયાસોને મોટી સફળતા મળી છે અને ગઈકાલે ડાબેરીઓ અને જનતા દળ (યુ)ના સખત વિરોધ અને બહિર્ગમન વચ્ચે શ્રમ કાયદા સુધારા ખરડો – ૨૦૧૧ રાજ્ય સભામાં પસાર થઈ ગયો છે. હવે નાગરિકોના કાયદામાં સુધારા થવાના છે.
૪૦ કર્મચારીઓ સુધીની નાની ફેકટરીઓ ૧૬ શ્રમ કાયદાથી સંબંધિત રજીસ્ટર રખાશે
કોંગ્રેસ સભ્યોએ મત વિભાજન સમયે ઓછી ઉપસ્થિતિ બતાવીને ખરડો પસાર કરાવવામાં સરકારની મદદ કરી હતી. આ નવા કાયદા મુજબ ૪૦ કર્મચારીઓ સુધીની નાની ફેકટરીઓ ૧૬ શ્રમ કાયદાથી સંબંધિત રજીસ્ટર રાખવા અને રિટર્ન ફાઈલ કરવાનું કામ ઈલેકટ્રોનિક માધ્યમથી કરી શકશે.
રાજ્યસભામાં થયેલા મત વિભાજનમાં ૪૯ સભ્યોએ ખરડાની તરફેણમાં અને ૧૯ સભ્યોએ વિરૂધ્ધમાં મતદાન કર્યું હતું. ખરડા પર થયેલી ચર્ચાનો જવાબ આપતાં શ્રમમંત્રી બંડા દત્તાત્રેએ કહ્યું હતું કે, આ ખરડાને લઈને કેટલીક ખોટી ધારણાઓ બંધાઈ ગઈ છે.
કાયદો સુધરી ગયા બાદ હવે સરકાર શ્રમિકોના કલ્યાણ માટે નવા પગલા લઈ શકશે
આ સુધારા ફકત પ્રક્રિયાઓને સરળ કરવા માટે છે. શ્રમિકો વિરૂધ્ધ તેમાં કાંઈ નથી. કાયદો સુધરી ગયા બાદ હવે સરકાર શ્રમિકોના કલ્યાણ માટે નવા પગલા લઈ શકશે. શ્રમ સુધારાની પ્રક્રિયા ૨૦૦૭ માં શરૂ થઈ હતી અને યુપીએ સરકારે જ તેની શઆત કરી હતી. શ્રમિકોના હીત માટે મનમોહન સરકારે શ્રમ સુધારા સૂચવ્યા હતા.
નાગરિકતા કાયદામાં સુધારા ખરડાનો મુસદો તૈયાર
સુત્રોના કનાવ્યા અનુસાર, ફેકટરીમાં કોઈ શ્રમિકનું મૃત્યુ થાય તો કેવી રીતે ખબર પડે કે આ કઈ ફેકટરીનો કર્મચારી હતો. આ માટે સરકાર યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન)થી દરેક કર્મચારીનો રેકોર્ડ રાખશે. દરમિયાનમાં ભારતીય મૂળ નાગરિકો માટે વડાપ્રધાનની તાજેતરની જાહેરાતોને પુરી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને નાગરિકતા કાયદામાં સુધારા ખરડાનો મુસદો તૈયાર થઈ ગયો છે.
પીઆઈઓ અને ઓસીઆઈ ને ભેળવીને એક જ કરવાની સરકારની તૈયારી
નાગરિકતા કાયદા (સીટીઝનશીપ એકટ)માં સુધારાના ખરડાના મુસદાને કેબિનેટ સમક્ષ રજૂ કરાશે વડાપ્રધાને ભારતીય મૂળના વિદેશમાં વસતા ભારતીયો માટે અનેક જાહેરાતો કરી હતી. પીઆઈઓ એટલે કે, (પર્સન ઓફ ઈન્ડીયન ઓરીજીન) અને ઓસીઆઈ એટલે કે (ઓવરસીઝ સીટીઝન ઓફ ઈન્ડીયા)ને ભેળવીને એક જ કરવાની તૈયારી સરકાર કરી રહી છે.
૪૩ દેશો માટે વીઝા ઓન એરાઈવલ અને ઈલેકટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝશનની સુવિધા
આ સુધારા ખરડા મુજબ ૪૩ દેશો માટે વીઝા ઓન એરાઈવલ અને ઈલેકટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝશનની સુવિધાનો વિસ્તાર થવાનો છે. અમેરિકા, ઓસીઝ, ફીજી અને પ્રશાંત મહાસાગરીય દેશો સહિત ૪૩ દેશો માટે ૨૭ નવેમ્બરે તેની શરૂઆત થવાની શકયતા છે.

No comments: