આણંદ શહેરમાં વર્ષો અગાઉ પારસી વેપારીએ શરૃ કરેલી પોલસન ડેરીના એકહથ્થુ શાસનને નિયંત્રિત કરવા ડેરી સાયન્સનો અભ્યાસ કરી શિષ્યવૃત્તિ મેળવી શહેરમાં ટૂંંક સમય માટે અભ્યાસાર્થે આવેલા દક્ષિણ પ્રાંતીય યુવાન ડો.વર્ગીસ કુરિયનને સહકારી અગ્રણી ત્રિભોવનદાસ પટેલે મનાવી, સમજાવી, કુનેહપૂર્વક રોકી દઇ ડેરીઉદ્યોગનો પાયો નાખ્યો હતો. છૂટા-છવાયા દૂધ ઉત્પાદકોને સહકારના એકસૂત્રે સાંકળી શ્વેતક્રાન્તિની પહેલ થકી ડો.કુરિયને સ્થાપેલી અમૂલે દેશને દૂધ ઉત્પાદન ક્ષેત્રે આર્થિક પગભર કરવા સહિત વૈશ્વિક નામના અપાવી છે ત્યારે ગણ્યાગાંઠયા દૂધ ઉત્પાદકોથી શરૃ કરેલી માતૃસંસ્થા અમૂલે- 33 લાખ સભાસદો 18143 કરોડનું ટર્નઓવર ધરાવતી ફેડરેશનને વિવિધ ડેરીપેદોશોના વેચાણનું જંગી સામ્રાજ્ય ઉભુ કર્યું છે.
શ્વેતક્રાન્તિના પ્રણેતા, ડેરી ઉદ્યોગના ભીષ્મ પિતામહ ડો. કુરિયનના અભૂતપૂર્વ યોગદાનને ધ્યાને લઇને તેઓના જન્મદિનને ''નેશનલ મિલ્ક-ડે'' તરીકે ઊજવવાનો મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા નિર્ણય લઇ આજ રોજ રાજ્યના તમામ ડેરીસંઘો, પશુપાલન સંસ્થાઓ, દૂધ ઉત્પાદકોની ઉપસ્થિતિમાં 17 ડેરીસંઘો દ્વારા વિશેષતઃ મહિલા પશુપાલકોની ડેરીઉદ્યોગ, દૂધ ઉત્પાદનક્ષેત્રમાં મહત્વની ભૂમિકાની સરાહના કરી તેઓના ઉત્કર્ષને લગતી યોજનાઓના પ્રેઝન્ટેશન સહિતની માહિતી, દુધાળા પશુ માટેની માર્ગદશિકા, લોન સહાય, સુધારેલી યાંત્રિક પદ્ધતિ, મા કાર્ડનું વિતરણ સહિતના યોજનાલક્ષી કાર્યક્રમો થકી તેઓની જીવંત સ્મૃત્તિ કરી નેશનલ મિલ્ક ડે થકી આવનારી પેઢીને ડેરીઉદ્યોગના ભીષ્મપિતામહના જીવનકવનમાંથી પ્રેરણરૃપ સંદેશ મળી રહે તે દિશામાં પ્રયત્નો હાથ ધર્યા છે.
No comments:
Post a Comment