GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

ચિકન ગુનિયાને અટકાવવા નવી રસીનો પ્રયોગ

chikunGunya Prevent new vaccine experiment
લંડન : મચ્છર કરડવાથી થતા વાઈરલ રોગચાળા ચિંકન ગુનિયાનો આતંક વિશ્વના ધણા દેશોમાં જોવા મળી રહ્યો છે. આ રોગચાળો તાજેતરના સમયમાં જોવા મળ્‍યો છે. ચિંકન ગુનિયા એક વાયરલ રોગ છે. ચિંકનગુનિયાના કારણે શરીરની શક્‍તિ એકદમ ધટી જાય છે. પગમાં દુઃખાવો ધણા દિવસ સુધી રહે છે.
ચિકન ગુનિયાને અટકાવવા માટે લંડનમાં એક પ્રયોગાત્‍મક રસી વિકસાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ રસી યુએસ નેશનલ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ એલર્જી એન્‍ડ ઇન્‍ફેક્‍શન ડીસીસ ના વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવી છે.
દુનિયાના ઘણા દેશોમાં ચિકન ગુનિયા જોવા મળ્યો હતો
ચિંકનગુનિયાને રોકવા માટે પ્રયોગાત્‍મક રસી મામલે ક્‍લીનીકલ ટ્રાયલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નોધનીય છે કે, દુનિયાના ઘણા દેશોમાં આ વાયરસ જોવા મળ્યો હતો. ચિકન ગુનિયા ડેન્ગ્યુ જેવો જીવલેણ નથી પણ દર્દીએ સતર્કતા રાખે એ જરૂરી છે.
ચિકુન ગુનિયાનો સૌથી વધુ વ્યાપ ભારતના કર્ણાટકમાં જોવા મળ્યો હતો
આ વાયરસ જયારે સતત વરસાદ અને ભેજવાળું અનુકૂળ વાતાવરણ હોય છે ત્યાં આ મચ્છરોનું પ્રમાણ વધુ જોવા મળે છે. જેનાથી આ ચિકન ગુનિયા થાય છે. નોધનીય છે કે, ચિકુન ગુનિયાનો સૌથી વધુ વ્યાપ ભારતના કર્ણાટકમાં જોવા મળ્યો હતો.
ફ્રાંસમાં ડેન્ગ્યુની રસીનો પણ સફળતાપૂર્વક પ્રયોગ
નોધનીય છે કે, ફ્રાંસમાં ડેન્ગ્યુની રસીનો સફળતાપૂર્વક પ્રયોગ કરીને તેને ભારતીયો પર પણ સફળતાપૂર્વક પ્રયોગ કરીને બને તેટલી ઝડપથી તેનો મેડિસીનલ ઉપયોગ થાય તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કંપનીએ ભારતમાં દિલ્હી, લુધિયાણા, બેંગલોર,પૂણે અને કલકત્તામાં સુરક્ષિત રસીકરણના પ્રયોગો કર્યા હતા. આ ટ્રાયલમાં ૮૭ ટકા એવા ભારતીયો પસંદ કરવામાં આવ્યા હતા. જેઓના શરીરમાં ડેન્ગ્યુ પોઝિટિવ હતા.
આગામી ૨૦૧૫માં ડેન્ગ્યુની આ રસી માર્કેટમાં કાર્યરત થશે
વિશ્વની અડધી વસ્તીમાં ડેન્ગ્યુનો ભય વર્તાઈ રહ્યો છે ત્યારે ડેન્ગ્યુએ અત્યાર સુધીમાં ૧૦૦ જેટલાં દેશોમાં પોતાનો ભરડો લીધો છે. આગામી ૨૦૧૫માં ડેન્ગ્યુની આ રસી માર્કેટમાં કાર્યરત થશે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ડેન્ગ્યુથી થતાં મૃતાંક ઘટાડવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેમાં ૬૦ ટકા બાળકો પર પણ પ્રયોગ કરવામાં આવ્યા હતા. દર વર્ષે અનેક લોકો ડેન્ગ્યુ હેમરેજીક ફિવરથી પીડાય છે અને અંતિમ તબક્કામાં અનેક લોકોના મૃત્યુ થાય છે. ડેન્ગ્યુ વાયરસથી થતો રોગ છે

Viswagujarat

No comments: