ચંદ્ર પર હવે માનવી માટે હવા, પાણી અને ખોરાક શક્‍ય - GUJARAT GENERAL KNOWLEDGE

સોમવાર, નવેમ્બર 10, 2014

ચંદ્ર પર હવે માનવી માટે હવા, પાણી અને ખોરાક શક્‍ય

moon for the air Water and food as possible
ન્‍યૂયોર્ક : હવે વૈજ્ઞાનિકો એક પગલું આગળ વધ્‍યા છે, આ વસ્‍તુઓ સિવાય ચંદ્ર પર રહેવા માટે મકાન કેવું હશે તેનો એક ડેમો સ્‍પેસ એજન્‍સી દ્વારા રજૂ કરવામાં આવ્‍યો છે. માનવી હવે ચંદ્ર પર પણ રહી શકે તે માટે નવાં નવાં સંશોધનો ચાલી રહ્યાં છે, અત્‍યાર સુધી એ તપાસ કરવામાં આવી રહી છે કે ચંદ્ર પર હવા, પાણી અને ખોરાક માનવી માટે શક્‍ય છે. તેમજ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, પ્રિન્‍ટરની મદદથી યુરોપીય સ્‍પેસ એજન્‍સી આ મકાન બનાવશે, સાથે એવી આશા વ્‍યક્‍ત કરવામાં આવી છે કે માનવી આગામી ૪૦ વર્ષમાં ચંદ્રની મુલાકાત લેતો થઇ જશે.
આ વિશ્વનો એકમાત્ર હ્યુમન સેટેલાઇટ હશે
રોપીયન સ્પેસ એજન્સી આ પ્લાનને આખરી ઓપ આપવા માટે અન્ય સ્પેસ અજન્સીસ, જેમ કે નાસાની પણ મદદ લઇ શકે છે, જે મકાન બનાવવામાં આવશે તે કુદરતી સેટેલાઇટ તરીકે પણ અળખાશે અને આ વિશ્વનો એકમાત્ર હ્યુમન સેટેલાઇટ હશે. તેમજ જે નવું ઘર બનાવવામાં આવશે તેનાં બાંધકામ માટે ચંદ્ર પરની માટી જ ઉપયોગમાં લેવામાં આવશે, અને રોબોટ આ ઘરોને બનાવશે. તેમજ ચાર લોકો આ રૂમમાં રહી શકે તેટલી સુવિધા ઊભી કરવામાં આવશે.
આ વિશ્વનો એકમાત્ર હ્યુમન સેટેલાઇટ હશે આ મકાન સુરક્ષિત હશે તેવો દાવો એજન્‍સી કરી છે.
મકાનની દીવાલો એવી રીતે બનાવવામાં આવશે કે જેથી તેને ગામા રેડિયેશન અને ઉલ્‍કાપિંડથી બચાવી શકાશે. આ ઉપરાંત પર્યાવરણમાં આવતા ઉતારચડાવથી પણ માનવીને બચાવશે.
હાલ ચંદ્ર પર આ પ્રકારનાં ઘર બનાવવાં એટલા માટે શક્‍ય છે કે, ત્‍યાં પણ માટી છે, જોકે ચણતર માટે પાણી અને અન્‍ય પદાર્થો જેમ કે સિમેન્‍ટ વગેરેની જરૂર પડે.
યુરોપિયન સ્‍પેસ એજન્‍સીના જણાવ્‍યા અનુસાર જે ઘર આ એજન્‍સી બનાવશે તેના માટે પૃથ્‍વી પરથી પહેલાં એક મજબૂત પ્રકારનો ફુગ્‍ગો, રોવર અને થ્રીડી પ્રિન્‍ટર લઇ જવામાં આવશે. ફુગ્‍ગાને ચંદ્ર પર પહોંચાડી તેમાં સાથે રહેલ મશીન દ્વારા હવા ભરવામાં આવશે. બાદમાં રોવર દ્વારા તેના પર માટી નાખવામાં આવશે, રોવર જેવી ફુગ્‍ગા પર માટી નાખશે કે તુરત જ થ્રીડી પ્રિન્‍ટર માટીને પ્રિન્‍ટ કરવાનું શરૂ કરી દેશે, આમ આખું મકાન થ્રીડી પ્રિન્‍ટરની મદદથી તૈયાર કરવામાં આવશે.
ત્‍યાં ઓક્‍સિજનને કેવી રીતે પહોંચાડવામાં આવશે તે અંગે મોટો સવાલ ઊભો થયો
આમ, નિષ્‍ણાતો માની રહ્યા છે કે ચંદ્ર કે કોઇ પણ ગ્રહ કે જ્યાં માનવજીવન ત્‍યારે જ શક્‍ય છે જયારે ત્‍યાં ઓક્‍સિજન હોય, હવે ચંદ્ર પર જો મકાન બનાવવામાં આવે તો ત્‍યાં ઓક્‍સિજનને કેવી રીતે પહોંચાડવામાં આવશે તે અંગે મોટો સવાલ ઊભો થયો છે, જો પૃથ્‍વી પરથી ઓક્‍સિજન પહોંચાડવામાં આવે તો તેના માટે ઘણો ખર્ચ થઇ શકે છે.

ટિપ્પણીઓ નથી: