GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

મોદી કેબિનેટનું પ્રથમ વિસ્તરણ, નવા મંત્રીઓએ લીધા શપથ

the new ministers taken oath
નવી દિલ્હી : પાંચ મહિનાના કાર્યકાળ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના પહેલા મંત્રી મંડળનું વિસ્તરણ કરવાના છે. અને કેન્દ્રીય મંત્રીમંડળના પ્રથમ વિસ્તરણ માટેનો તખ્તો પણ તૈયાર છે. મોદીના મંત્રીમંડળમાં શિવસેનાનો પણ સમાવેશ કરવામાં આવશે.
ભાજપના અગ્રમી નેતાઓ જેવા કે રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ, અમિત શાહ, અડવાણીજી, મેનકા ગાંધી, નીતિન ગડકરી હાજર રહ્યાં હતાં. નેરેન્દ્ર મોદીની હાજરીમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ નવા મંત્રીમંડળને શપથ લેવડાવ્યાં.
શિવસેનાએ નરેન્દ્ર મોદીના કેબિનેટ વિસ્તરણ સમારોહને બોય કોટ કરી
શિવસેનાએ નરેન્દ્ર મોદીના કેબિનેટ વિસ્તરણ સમારોહને બોય કોટ કરી છે. સૂત્રો દ્વારા આપવામા આવેલી માહિતી પ્રમાણે શિવસેનાએ અનિલ દેસાઈને શપથ સમારોહમાં ભાગ લેવા માટે દિલ્હી મોકલ્યા હતાં પરંતુ હવે તેમને પરત બોલાવી લેવામાં આવ્યાં છે.
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ઉદ્ધવ ઠાકરે અનંત ગીતેને રાજીનામું આપવાનું પણ કહી શકે છે
- મનોહર પાર્રિકરે કેબિનેટ મીનીસ્ટર તરીકે શપથ લીધા
- શિવસેનાના સુરેશ પ્રભુએ યુનિયન કેબિનેટ મીનીસ્ટર તરીકેના શપથ લીધા
- જગત પ્રકાશ નડ્ડાએ યુનિયન કેબિનેટ મીનીસ્ટર તરીકે શપથ લીધા
- ચૌધરી વિરેન્દ્ર સિંહે કેબિનેટ મીનીસ્ટર તરીકે શપથ લીધાં
- બંડારૂ દત્તાત્રયે રાજ્યકક્ષાનામંત્રી તરીકેના શપથ લીધા
- રાજીવ પ્રતાપ રૂડીએ રાજ્યમંત્રી તરીકેના શપથ લીધા
- ડો. મહેશ શર્માએ રાજ્યમંત્રી તરીકેના શપથ લીધા
- મુખ્તાર અબ્બાસ નકવીએ રાજ્યમંત્રી પદ માટે શપથ લીધા
- રામ કૃપાલ યાદવે રાજ્યમંત્રીપદ માટે શપથ લીધા
- સાંબરકકાંઠાના સંસદ સભ્ય હરીભાઈ ચૌધરીએ રાજ્યમંત્રી પદ માટે શપથ લીધા
- સાવંરલાલ જાટે રાજ્યમંત્રી પદ માટે શપથ લીધા
- રાજકોટના સંસદસભ્ય મોહનભાઈ કુંડારિયાએ રાજ્યમંત્રી પદ માટે શપથ લીધા
- બિહારના ગિરિરાજ સિંહે રાજ્યમંત્રી પદ માટે શપથ લીધા
- મહારાષ્ટ્રના વિદર્ભના બીજેપી સંસદ હંસરાજ આહિરે રાજ્યમંત્રી પદ માટે શપથ લીધા
- યુપીમાં બીજેપીના દલિત ચહેરા તરીકે ઓળખાતાં રામશંકર કઠોરિયાએ રાજ્યમંત્રી પદ માટે શપથ લીધા
- વાય.એસ ચોધરીએ રાજ્યમંત્રી પદ માટેના શપથ લીધા
- ઝારખંડના બીજા ક્રમના મંત્રી જયંત સિન્હાએ રાજ્યમંત્રી પદ તરીકેના શપથ લીધા
- જયપુર ગ્રામીણના બીજેપી સાંસદ રાજ્યવર્દન સિંહ રાઠોડે રાજ્યમંત્રી પદ માટેના શપથ લીધા
- પશ્ચિંમ બંગાળના આસનસોલના બીજેની સાંસદ બાબુલ સુપ્રીયોએ રાજ્યમંત્રી પદ માટે શપથ લીધા
- યુપીના ફતેહપુરથી પહેલીવાર સંસદ બનેલા સાધ્વી નિરંજન જ્યોતીએ રાજ્યમંત્રી પદ માટે શપથ લીધા
- પંજાબના હોશિયારપુરથી બીજેપીના સાંસદ વિજય સાંપલાએ શપથ લીધા
અગાઉ સવારે, વડા પ્રધાન મોદીએ તેમના સત્તાવાર નિવાસસ્થાન ૭, રેસ કોર્સ રોડ ખાતે સંભવિત નવા પ્રધાનોને ચા-બેઠક કે બ્રેકફાસ્ટ મીટિંગ પર બોલાવ્યા હતા. તેમાં મનોહર પરિકર, રાજીવ પ્રતાપ રુડી, મુખ્તાર અબ્બાસ નક્વી, રાજ્યવર્ધન સિંહ રાઠોર, જે.પી. નડ્ડાએ હાજરી આપી હતી.

No comments: