GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

ભારતે કર્યું અણુમિસાઈલ અગ્નિ-૨ નું સફળ પરીક્ષણ

Successful test Agni-2
ભૂવનેશ્વર : ભારતે પોતાના શસ્ત્ર ભંડારને વધુ સુસજ્જન બનાવવાના ભાગરુપે આજે ઓડિશા પાસે આવેલા વ્હીલર ટાપુથી ૨૦૦૦થી વધુ કીમી દૂર એક લશ્કરી મથકમાંથી અણુસક્ષમ અગ્નિ-૨ સ્ટ્રેટેજિક બેલિસ્ટિક મિસાઈલનું આજે સફળ પરીક્ષણ કર્યું છે. આ મીસાઈલ પરમાણુ શસ્ત્ર લઈ જવા માટે સક્ષમ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, આ પરીક્ષણ આજે સવારે ૯:૪૦ કલાકે ભદ્રાક જિલ્લાના વ્હીલર્સ આઈલેન્ડ પરથી કરવામાં આવ્યું હતું. લશ્કરનું કહેવું છે કે આ પરીક્ષણ રૂટિન યુઝર-ટ્રાયલ્સનો એક ભાગ હતું.
અગ્નિ-૨ મિસાઈલ દેશના ઈન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવેલપમેન્ટ પ્રોગ્રામનો એક હિસ્સો
સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરેલ અદ્યતન મિસાઇલના પરીક્ષણનું વર્ણન કરતા આઇટીઆર ડાયરેક્ટર એમવીકેવી પ્રસાદે જણાવ્યું હતું કે આ લશ્કર દ્વારા હાથ ધરવામાં આવેલી યૂઝર ટ્રાયલ છે. ૨૦૦૦ કિ.મી. દૂર દુશ્મનના લક્ષ્યાંકને તોડી પાડવાની આ મધ્યમ રેન્જવાળી આ મિસાઈલને લશ્કરમાં ક્યારની સામેલ કરી દેવામાં આવી છે. તે અણુ હુમલા માટેના સ્ટ્રેટેજિક ફોર્સીસ શસ્ત્રસરંજામનો એક હિસ્સો છે. અગ્નિ-૨ મિસાઈલ દેશના ઈન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવેલપમેન્ટ પ્રોગ્રામનો એક હિસ્સો છે.
આ અદ્યતન મિસાઇલ હાઇ એક્યુરસી નેવિગેશન સિસ્ટમથી સજ્જ
બે તબક્કાવાળા અદ્યતન મિસાઇલ હાઇ એક્યુરસી નેવિગેશન સિસ્ટમથી સજ્જ છે, તેમજ અર્થ કમાન્ડની સુંદર યોજના દ્વારા તેને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે અને તેમાં સોલિડ રોકેટ પ્રોપેલન્ટ સિસ્ટમ દ્વારા કંટ્રોલ સિસ્ટમ પૂરી પાડવામાં આવી છે. આ મીસાઈલને લોન્ચ માટે તૈયાર કરવામાં માંડ ૧૫ મીનીટ લાગે છે.જે તેનુ મોટુ જમાપાસુ છે.
એમ ડીઆરડીઓના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર, કરવામાં આવેલા પરીક્ષણના હવાઇમાર્ગ પર અદ્યતન રડાર્સ, ટેલિમેન્ટ્રી ઓબ્ઝર્વેશન સ્ટેશન, ઇલેક્ટ્રો-ઓપ્ટીક ઇન્સ્ટ્રુમેન્ટ અને નેવીના જહાજો કે જે સમુદ્રમાં ડાઉન રેન્જ એરિયામાં પ્રભાવિત બિંદુ પાસે હાજર હતા તેના દ્વારા નજર રાખવામાં આવી હતી.
અગ્નિ-૨ મિસાઇલ સોલિડ પ્રોપેલ્ડ બિલ્લીસ્ટિક મિસાઇલ
૨૦ મીટર લાંબુ અગ્નિ-૨ મિસાઇલ બે તબક્કામાં, સોલિડ પ્રોપેલ્ડ બિલ્લીસ્ટિક મિસાઇલ છે. તે લોંચ વેઇટ ૧૭ ટનનું ધરાવે છે અને ૨૦૦૦ કીમીથી વધુના અંતર માટે ૧૦૦૦ કિગ્રા જેટલું વજન લઇ જઇ શકે છે.
એડવાન્સ્ડ સિસ્ટમ્સ લેબોરેટરી દ્વારા આ મિસાઇલની રચના
આ મિસાઇલની રચના એડવાન્સ્ડ સિસ્ટમ્સ લેબોરેટરી (એએસએલ) દ્વારા કરવામાં આવી છે અને ભારત ડાયનેમિક્સ લિમીટેડ (બીડીએલ) હૈદરાબાદ દ્વારા સંકલન કરવામાં આવ્યું છે.

No comments: