GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

વૈદિક ગણિતનાં સોળ સૂત્રો

સ્વામીજીના એકમાત્ર ઉપલબ્ધ ગણિતના ગ્રંથ ‘વૈદિક ગણિત' અથવા 'વેદોનાં સોળ સરળ ગણિતીય સૂત્ર’ના વિખરાયેલા સંદર્ભો શોધીને ડૉ. વાસુદેવ શરણ અગ્રવાલ નામના ગણિતશાસ્ત્રીએ સૂત્રો તથા ઉપસૂત્રોની સૂચી ગ્રંથના આરંભમાં આ પ્રકારે આપી છે. —
૧. એકાધિકેન પૂર્વેણ
      - પહેલા કરતા એક વધારે તથા એક વડે 
૨. નિખિલં નવતશ્ચ્રમં દશતઃ
      - બધા ૯ માંથી અને છેલ્લો ૧૦ માંથી 
૩. ઉર્ધ્વતિર્યગ્ભ્યામ્
      - ઉભા અને આડા (ગુણાકાર)
૪. પરાવર્ત્ય યોજયેત્
      - ક્રમની અદલા-બદલી કરો 
૫. શૂન્યં સામ્ય્સમુચ્ચ્યે
      - ક્રમની અદલા-બદલી અને ગોઠવણ (ગુણક સંખ્યાની)
૬. આનુરુપ્યે શૂન્યમન્યત્
      - જો રચના સરખી છે (બંને બાજુના સમીકરણની, તો)  તે રચના શૂન્ય બરાબર થશે.
૭. સંકલનવ્યવકલનાભ્યામ્
      - સંકલન વ્યવકલન અને અદ્યમદય ના નિયમ મુજબ 
૮. પૂર્ણાપૂર્ણાભ્યામ્
      - પૂર્ણ રૂપ  દ્વારા અથવા પૂર્ણ રૂપ નથી એના દ્વારા 
૯. ચલનકલનાભ્યામ્
      - ચલન કલનશાસ્ત્ર
૧૦. યાવદૂનમ્
      - ઘન ઘાતાંક  માટે 
૧૧. વ્યષ્ટિસમષ્ટિ:
    - ચોક્કસ અને વ્યાપક 
૧૨. શેષાણ્યડ્કેન ચરમેણ
       - છેલ્લા અંકની શેષ 
૧૩. સોપન્ત્યદ્વયમંત્ચ્યમ્
       -અંતિમ (દ્વિપદી) અને છેલ્લા (દ્વિપદી) નું બમણું (શૂન્ય થાય)
૧૪. એકન્યુનેન પુર્વેણ
       - એકાધિકા પુર્વેણનું વિપરીત
૧૫. ગુણિતસમુચ્ચ્ય:
    - સરવાળાનો ગુણાકાર
૧૬. ગુણકસમુચ્ચય:
    - બધા ગુણકો

વૈદિક ગણિતીય સુત્રોની વિશેષતાઓ (૧) આ સુત્રો ખુબ સરળતાથી સમજી શકાય એવા છે. એમનાં અનુપ્રયોગ સરળ છે તથા સરળતાથી યાદ રહી જાય તેવા છે. બધી રીતો મોઢે ગણતરી કરવામાં ખુબ ઉપયોગી છે.

No comments: