હવે ઘર બેઠે આધાર કાર્ડમાં ભૂલ સુધારી શકાશે - GUJARAT GENERAL KNOWLEDGE

બુધવાર, ડિસેમ્બર 10, 2014

હવે ઘર બેઠે આધાર કાર્ડમાં ભૂલ સુધારી શકાશે

GOOD NEWS: હવે ઘર બેઠે આધાર કાર્ડમાં ભૂલ સુધારી શકાશે

બિઝનેસ ડેસ્કઃ આધાર કાર્ડમાં નામ, સરનામું, જાતી, મોબાઇલ નંબર અથવા જન્મ તારીખ જો ખોટી લખાઈ ગઈ હોય તો, તમે તેને ઘેર બેઠા ઓનલાઇન સુધારી શકો છો. આધાર કાર્ડમાં ઉપરોક્ત કોઈપણ એક વિગત જો ખોટી હશે તો તમારે માટે સમસ્યા ઉભી થઈ શકે છે. આવનારા સમયમાં બેંકમાં ખાતું ખોલાવાથી લઇને રાંધણ ગેસમાં સબસિડી અને પાસપોર્ટ જેવી ઘણી જરૂરી સેવાઓ માટે આધાર કાર્ડની ઉપયોગિતા વધી જશે. અમે તમને આજે જણાવીએ છીએ કે તમે ઘર બેઠે કેવી રીતે તમારા આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો.
 
જાણો, કેવી રીતે સુધારશો આધાર કાર્ડમાં થેયલી ભૂલને
 
પહેલુ સ્ટેપ
http://uidai.gov.in વેબસાઇટ પર જઇને ‘આપકા આધાર’ લિન્ક પર ક્લિક કરો. નવા પેજ પર ડાબી તરફ નીચેની બાજુ ‘અપડેટ યોર આધાર ડેટા’ પર ક્લિક કરવું. અહીં દેખાશે કે તમે કઈ કઈ જાણકારી અપડેટ કરી શકો છો. નીચે આપેલ લિન્ક પર ક્લિક કરવું. પછી જે પેજ ખુલે તેના પર ‘સબમિટ યોર અપડેટ કરેક્શન’ પર ક્લિક કરવું.
GOOD NEWS: હવે ઘર બેઠે આધાર કાર્ડમાં ભૂલ સુધારી શકાશે
બીજુ સ્ટેપ
એન્ટર યોર આધાર નંબરમાં તમારો આધાર નંબર નાંખવો. ટેક્સ્ટ વેરિફિકેશનમાં સ્પેશ્યલ કેરેક્ટર નાંખવો અને ઓટીપી પર ક્લિક કરવું. તેના આગળના પેજ પર મોંબાઇલ નંબર નાખવો. નીચે સ્પેશ્યલ કેરેક્ટર ટેક્સ્ટવાળી જગ્યા પર ટેક્સ્ટ નાંખવી અને ફરી ઓટીપી પર ક્લિક કરવું. તમારા મોબાઇલ પર ઓટીપીનો મેસેજ આવશે. તે તમને નક્કી કરેલ સ્થાન પર રહેલ બોક્સમાં ટાઇપ કરવાનો રહેશે. ત્યારબાદ તમે વેબસાઇટ પર લોગઇન થઈ જશો.
ત્રીજું સ્ટેપ
ડેટા અપડેટ પર ક્લિક કર્યા પછી પ્રોસેસ્ડ પર ક્લિક કરવું. જરૂરી દસ્તાવેજ અહીં અપલોડ કરવાના રહેશે. કન્ફર્મ પર ક્લિક કરવું. પછી બીપીઓ સર્વિસ પ્રોવાઇડર પર ક્લિક કરવું. ત્યાં એક બાજુ એજિસ અને બીજી બાજુ કાર્વિસ લખેલું હશે. તેમાંથી કોઈપણ એકને પસંદ કરી સબમિટ કરવું. અપડેટ થવા પર કંપલીટનો મેસેજ મોબાઇલ પર આવશે. જેમાં તમને યૂઆરએન  નંબર મળશે.
GOOD NEWS: હવે ઘર બેઠે આધાર કાર્ડમાં ભૂલ સુધારી શકાશે
છેલ્લે અપડેટ સ્ટેટસ પર આધાર નંબર અને યૂઆરએન નાંખવાના રહેશે. તે પૂર્ણ થયા બાદ એક મેસેજ તમને દેખાશે ‘યોર રિક્વેસ્ટ કંપલીટ સક્સેસફુલ’. ત્યાર બાદ સાઇનઆઉટ કરી નાંખવું. શરૂમાં જ્યાં ડેટા અપડેટ સ્ટેટસ લખેલ છે. તેના પર ક્લિક કરવાની સાથે જ એકવાર ફરી આધાર નંબર અને યૂઆરએન નાંખી ચેક કરવું. તેમાં લખેલ આવશે રિક્વેસ્ટ પેન્ડિંગ. હવે તમે રાહ જુઓ. થોડાક સમય પછી મોબાઇલ પર અપડેટની સૂચના આવી જશે.

ટિપ્પણીઓ નથી: