GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

હવે એટીએમમાં પોતાના પૈસા ઉપાડવાનો પણ 20 રૂપિયા જેટલો ચાર્જ આપવો પડશે

- રાષ્ટ્રીય કે ખાનગી બેંકોએ આડે ધડ ચાર્જ લેવાનું શરૂ કરી દીધું

- સામાન્ય માનવીની કમર પર વધુ એક ફટકો


અમદાવાદ તા. 9 ડિસેમ્બર 2014

પોતાના નાણાં ઉપાડવામાં હવે અધધધ ચાર્જ વસુલવામાં રાષ્ટ્રીય કે ખાનગી બેંકોએ આડે ધડ ચાર્જ લેવાનું શરૂ કરી દીધું છે. એક બાજુ પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કરોડો નવા ખાતાં ખોલવાની મુહિમ ઉપાડી છે, ત્યારે બીજી તરફ એટીએમ વાપરવા માટે પણ 20 રૂપિયા જેટલો ચાર્જ વસુલવાનું બેંકો એ શરુ કરી દીધું છે. જેને કારણે સામાન્ય માનવીની કમર પર વધુ એક ફટકો પડ્યો છે.

આઈસીઆઈસીઆઈ બેન્કના એટીએમમાં હવે બેન્કના ગ્રાહકો મહિનામાં ફક્ત 5 વખત જ મફત પૈસા ઉપાડી શકશે. 5 વારથી વધુ વખત એટીએમના ઉપયોગ પર ગ્રાહકે રૂપિયા 20નો ચાર્જ ચુકવવો પડશે. આ સાથે ગ્રાહકોને ફકત બેલેન્સ ચેક કરવા અને પિન બદલવા જેવા ટ્રાન્ઝેક્શન માટે સાડા આંઠ રૂપિયા જેટલો ચાર્જ લાગશે.

આ પહેલા એસબીઆઈ, એક્સિસ બેન્ક અને એચડીએફસી બેન્ક દ્વારા એટીએમના ઉપયોગ માટેની ફીસ વધારવામાં આવી હતી. આ બાદ દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેન્ક આઈસીઆઈસીઆઈ દ્વારા પણ એટીએમ ચાર્જના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક દ્વારા નવા નિયમો 1લી જાન્યુઆરીથી અમલી બનશે. આ નિયમો દિલ્હી, મુંબઇ, કોલકાતા, ચેન્નઇ, બેંગ્લોર, અને હૈદરાબાદના ગ્રાહકોને લાગુ થશે.

No comments: