નાસાએ આવતી પેઢીનું ઓરિયન કૈપ્સૂલ લોન્ચ કર્યું હતુ. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ સૌથી શક્તિશાળી સ્પેસક્રાફ્ટ ‘ઓરિયન’ને શુક્રવારના રોજ પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ માટે મોકલ્યુ હતું. આ સ્પેસ કૈપ્સૂલની મદદથી કેટલાય મહત્વપૂર્ણ ટેકનોલોજીનું પરીક્ષણ કરવામાં આવશે. જો તેનું પરીક્ષણ સફળ રહેશે તો ૨૦૨૦ પછી માનવીનું મંગળ પર જવું શક્ય બનશે.
જો કે શુક્રવારના રોજ ઓરિયને કોઇ અંતરિક્ષયાત્રી વિના ઉડાણ ભરી હતી. આ મિશનને એક્સપ્લોરેશન ફ્લાઇટ ટેસ્ટ-1 (ઇએફટી) નામ આપવામાં આવ્યુ છે. ઓરિયન નામની આ કૈપ્સૂલ અમેરિકાના ફ્લોરીડા સ્થિત કેપ કૈનાવેરલતી ડેલ્ટા રોકેટમાં સવાર થઇ પૃથ્વીથી મંગળ તરફ રવાના થયુ હતું. શંકૂ આકારની આ કૈપ્સૂલની ડિઝાઇન ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં માનવીને ચંદ્ર પર લઇ જનારા અપોલો યાનની યાદ અપાવે છે
નાસાના પ્રશાસન અધિકારી ચાર્લી બોલ્ડેને કહ્યું હતુ કે,અમેરિકા માટે આ એક મોટો અવસર છે તેમના માટે ગુરુવાર એક બહુ મોટો દિવસ છે. ગ્રીનવિચ સમય અનુસાર ૧૨.૦૫ વાગ્યે કૈપ્સૂલ ઉડાણ ભરશે. ઓછામાં ઓછા ૪૦ વર્ષોના કઠિન પ્રયત્નો બાદ અમેરિકાએ એક એવું યાન મોકલ્યું છે જે અંતરિક્ષ યાત્રીઓને પૃથ્વીથી ઘણું દુર અંતરિક્ષમાં લઈ જશે
આ સ્પેસ કેપ્સ્યુલ ‘ઓરિઅન’ની પ્રથમ ઉડાનથી કેટલીક મહત્વની ટેકનોલોજીનું પરીક્ષણ થશે. અને જો આ ઉડાનથી સફળતા મળશે તો ૨૦૨૦ પછી મનુષ્યને મંગળ પર જવું શક્ય હશે.
અમેરિકાના અંતરિક્ષ યાનોમાં સૌથી મોટા રોકેટના ઉપરના ભાગે જોડવામાં આવેલા આ કેપ્સુલ નાસા દ્વારા અંતરિક્ષમાં મોકલવામા આવેલું આ પહેલું એવું યાન છે જેમાં અંતરિક્ષ યાત્રીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જો કે ઉડાણનો સમય હવામાન અને ટેકનોલોજી સંબંધિત સ્થિતિઓ પ્રમાણે થશે. ઓરિયનના વિકાસની સાથે સાથે નાસાએ એક શક્તિશાળી રોકેટ વિકસાવ્યુ છે જે વર્ષ ૨૦૧૭ અથવા તો ૨૦૧૮માં ઉડાણ ભરશે.
No comments:
Post a Comment