GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

11 કિલો હોય છે ક્રિકેટ વર્લ્ડકપ ટ્રોફીનું વજન, આજે નિહાળો અમદાવાદમાં

11 કિલો હોય છે ક્રિકેટ વર્લ્ડકપ ટ્રોફીનું વજન, આજે નિહાળો અમદાવાદમાં
અમદાવાદ : ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની સંયુક્ત યજમાનીમાં રમાનાર ક્રિકેટના મહાકુંભ ગણાતા વર્લ્ડકપના આડે હવે ત્રણ મહિના કરતા પણ ઓછો સમય બચ્યો છે. ભારતે વર્લ્ડકપ માટે 30 સંભવિતોની યાદી પણ જાહેર કરી દીધી છે. જે વર્લ્ડકપ ટ્રોફી માટે ટોચની ટીમો  એડી ચોટીનું જોર લગાવી રહી છે તે ટ્રોફી 7 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં જોવા મળશે. વસ્ત્રાપુરના આલ્ફામોલમાં ૭ ડિસેમ્બરના રોજ ક્રિકેટ પ્રશંસકો વર્લ્ડકપની ટ્રોફીને નજીકથી નિહાળી શકશે. વર્લ્ડકપની ટ્રોફી જુલાઈ મહિનાથી અલગ-અલગ દેશમાં ભ્રમણ કરી રહી છે. 5 મહિના અને 14 દેશોના ભ્રમણ કર્યા બાદ વર્લ્ડકપની ટ્રોફી હાલ ભારતમાં છે. ક્રિકેટ વર્લ્ડકપ ટ્રોફીનું વજન 11 કિલોની આસપાસ હોય છે.
 
ઓરીજનલ ટ્રોફી નહી ફક્ત રિપ્લીકા અપાય છે
 
ક્રિકેટ વર્લ્ડકપમાં ચેમ્પિયન બનનાર ટીમને ઓરીજનલ ટ્રોફી આપવામાં આવતી નથી ફક્ત રિપ્લેકા જ આપવામાં આવે છે. 1999થી આ સિલસિલો યથાવત છે. આ પહેલા કોઈ કંપની વર્લ્ડકપનું સ્પોન્સર કરતી હતી અને તે ટ્રોફી આપતી હતી. 1999થી આઈસીસી એક જ સરખી ટ્રોફી વર્લ્ડ ચેમ્પિયનને આપે છે. આ પહેલા 1975થી 1983 દરમિયાન પ્રુડન્સિયલ કંપની સ્પોન્સર હતી. 1987માં રિલાયન્સ, 1992માં બેન્શન એન્ડ બેજીસ અને 1996માં વિલ્સ કંપનીએ વર્લ્ડકપને સ્પોન્સર કર્યો હતો.
 
ભારતના આ શહેરોમાં ટ્રોફી પ્રદર્શિત થઈ
 
વર્લ્ડકપ-2015ની ટ્રોફી ભારતના છ શહેરોમાં પ્રદર્શિત કરાઈ છે. જેમાં  મુંબઈ, હૈદરાબાદ, બેંગલોર, નવી દિલ્હી, જાલંધર અને અમદાવાદનો સમાવેશ થાય છે.
 
11 કિલો છે ટ્રોફીનું વજન
 
વિશ્વકપની ટ્રોફી લંડનની ખ્યાતનામ સોના-ચાંદીના શિલ્પ બનાવતી ગેરેડ એન્ડ કંપનીએ તૈયાર કરી છે. આ કંપની ૧૭૩૫થી કિંમતી અને ભવ્યાતિભવ્ય જ્વેલરીને ઘાટ આપે છે. માહિતી પ્રમાણે ટ્રોફી સોના-ચાંદીના મિશ્રણથી બનાવવામાં આવે છે. જેની ઉંચાઈ ૬૦ સેન્ટિમિટર હોય છે અને અગિયાર કિલો જેટલું વજન ધરાવે છે. ટ્રોફીમાં જે ત્રણ સ્તંભ છે તે ક્રિકેટના બેટિંગ, ફિલ્ડિંગ અને બોલિંગ છે. વચ્ચેનો ભાગ જે ગોળ છે તે ક્રિકેટનો બોલ છે.

આ દેશોમાં પ્રદર્શિત થઈ ટ્રોફી
 
4-6 જુલાઈ - શ્રીલંકા
25-56 જુલાઈ - બાંગ્લાદેશ
18-28 ઓગસ્ટ - ઇંગ્લેન્ડ
30 ઓગસ્ટ - સ્કોટલેન્ડ
2-3 સપ્ટેમ્બર - આયર્લેન્ડ
11-13 સપ્ટેમ્બર - પાકિસ્તાન
16 સપ્ટેમ્બર - અફઘાનિસ્તાન
25-27 સપ્ટેમ્બર - દક્ષિણ આફ્રિકા
2 ઓક્ટોબર - ઝિમ્બાબ્વે
9-11 ઓક્ટોબર - યુએઈ
16 ઓક્ટોબર - જમૈકા
17 ઓક્ટોબર - બાર્બાડોઝ
18-6 નવેમ્બર - ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ
ડિસેમ્બર-જાન્યુઆરી - ભારત

No comments: