GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

કચ્છ રણોત્સવમાં શા માટે જવું જોઈએ

કચ્છ રણોત્સવમાં શા માટે જવું જોઈએ? 10 ફેક્ટ્સ, આથમતા સૂરજનો અનેરો નજારો
કચ્છ રણોત્સવ ૨૦૧૪-૨૦૧૫નો આજથી વિધિવત પ્રારંભ થઇ ગયો છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે પ્રવાસીઓ માટે કચ્છ રણોત્સવને ખુલ્લો મુક્યો હતો. પ્રથમ દિવસે જ ૩૦૦ કરતા વધારે પ્રવાસીઓએ સફેદ રણનો નજારો નિહાળ્યો હતો.  આગામી ત્રણ મહિના સુધી કચ્છના સફેદ રણમાં જાણે કે માન મહેરામણનો જમાવડો જોવા મળશે અને એક વૈશ્વિક ઉત્સવ સમો માહોલ છવાશે.
 
દર વર્ષે આયોજીત કરવામાં આવતા કચ્છ રણોત્સવમાં દેશના છેવાડાના વિસ્તારોથી લઇને વિદેશોમાંથી પ્રવાસીઓ કચ્છના સફેદ રણમાં આવે છે, ત્યાં નિર્માણ પામેલા ટેન્ટ સિટીમાં રોકાઇને કચ્છના કદી ન ભૂલી શકાય તેવા નજારાને નિહાળે છે. આ ઉત્સવ દરમિયાન ગુજરાત પ્રવાસન દ્વારા આસપાસના જોવાલાયક સ્થળો માટેના પ્રવાસનું આયોજન કરવામાં આવે છે, તો વિવિધ એડ્વેન્ચર એક્ટિવિટીનું પણ આયોજન કરાય છે, જેમાં હરખ સાથે પ્રવાસીઓ ભાગ લે છે.
 
જ્યારે પણ કચ્છ રણોત્સવનું આયોજન કરવામાં આવે છે, ત્યારે એક પ્રશ્ન ચોક્કસપણે ઉદ્ભવે છેકે રણોત્સવમાં ભાગ શા માટે લેવો. ત્યારે અહીં એવા જ ૧૦ સુંદર કારણો જણાવવામાં આવ્યા છે, જે જણાવી દે છેકે શા માટે રણોત્સવમાં જવું અને તેનો અનુભવ કરવો.કચ્છ રણોત્સવમાં શા માટે જવું જોઈએ? 10 ફેક્ટ્સ, આથમતા સૂરજનો અનેરો નજારોકચ્છ રણોત્સવમાં જવા માટેનું સૌથી મહત્વનું કારણ છે ત્યાંનું સફેદ રણ જે પોતાની સુંદરતાથી વિશ્વભરના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે.કચ્છ રણોત્સવમાં શા માટે જવું જોઈએ? 10 ફેક્ટ્સ, આથમતા સૂરજનો અનેરો નજારો
રણમાં સાહસિક પ્રવૃત્તિ

કચ્છના વિશાળ રણમાં તમે બાઇક રાઇડિંગ સહિતની સાહસિક પ્રવૃત્તિઓની મજા રણોત્સવ દરમિયાન માળી શકો છો.
કચ્છ રણોત્સવમાં શા માટે જવું જોઈએ? 10 ફેક્ટ્સ, આથમતા સૂરજનો અનેરો નજારોસુરખાબ અભ્યારણ્ય

જ્યારે તમે આ ત્રણ મહિના સુધી ચાલનારા ઉત્સવમાં કચ્છની મુલાકાતે જાઓ ત્યારે સુરખાબ અભ્યારણ્યનો પ્રવાસ ખેડી શકો છો.
કચ્છ રણોત્સવમાં શા માટે જવું જોઈએ? 10 ફેક્ટ્સ, આથમતા સૂરજનો અનેરો નજારો
આથમતા સૂરજનો અનેરો નજારો

રણોત્સવની સૌથી મોટી ખાસીયત અને જોવાલાયક નજારો આથમતા અને ઉગતા સૂરજનો જવાનો છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ નજારો જોવા રણોત્સવમાં આવ્યા હતા.કચ્છ રણોત્સવમાં શા માટે જવું જોઈએ? 10 ફેક્ટ્સ, આથમતા સૂરજનો અનેરો નજારો
સંગીત અને નૃત્ય

કચ્છના પરંપરાગત સંગીત અને નૃત્યને જીવંત રાખવા અને તેનાથી આવનારા પ્રવાસીઓને અવગત કરાવવા માટે રણોત્સવ દરમિયાન ખાસ સંગીત અને નૃત્યનું આયોજન કરવામાં આવે છે. જે જોવાલાયક છે.કચ્છ રણોત્સવમાં શા માટે જવું જોઈએ? 10 ફેક્ટ્સ, આથમતા સૂરજનો અનેરો નજારો
ઉંટ સવારી

રણમાં ઉંટની સવારી કરવાની મજા જ કંઇક અલગ છે. રણોત્સવ દરમિયાન ખાસ ઉંટ સવારીનું આયોજન કરવામાં આવે છે, દર વર્ષે કરવામાં આવતા આ આયોજનનો લાભ દેશી-વિદેશી પ્રવાસીઓ દ્વારા હરખભેર કરવામાં આવે છે.
કચ્છ રણોત્સવમાં શા માટે જવું જોઈએ? 10 ફેક્ટ્સ, આથમતા સૂરજનો અનેરો નજારો
કચ્છની હસ્તકળા

રણોત્સવ દરમિયાન કચ્છની હસ્તકળા ઘણી જ પ્રચલિત રહે છે. વિદેશી પ્રવાસીઓ પણ પોતાની યાદોના સંભારણામાં કચ્છની આ હસ્તકળાને લઇને જાય છે અને તેને શીખવાનો પ્રયાસ કરે છે. રણોત્સવ જ્યાં કરવામાં આવે છે તેની આસપાસના સ્થળોની મુલાકાત લેવામાં આવે તો તમને ત્યાંના ઘરોને અનેકવિધ રીતે સુશોભીત કરેલા પણ જોવા મળશે.કચ્છ રણોત્સવમાં શા માટે જવું જોઈએ? 10 ફેક્ટ્સ, આથમતા સૂરજનો અનેરો નજારો

No comments: