એલપીજી કંપનીઓએ આ સુવિધા ગ્રાહકોને આપી છે. જાન્યુઆરીથી માર્ચ સુધીના ત્રણ મહિના સુધીના સમયને ગ્રેસ પીરિયડ કહેવામાં આવ્યો છે. આ સમય દરમિયાન જો તમારું ખાતું બેંક સાથે લિન્ક થઈ જાય તો સબસિડી સીધી ખાતામાં જમા થવાની શરૂ થઈ જશે અને એડવાન્સ મળતી સબસિડીની રકમથી સીલિન્ડર ખરીદી શકાશે. હાલમાં માત્ર 32 ટકા ગ્રાહક આ યોજના સાથે લિંક થઈ શક્યા છે.
પોસ્ટ વિભાગ-સહકારી બેંકમાં ખાતું છે તો નહીં મળે ડીબીટીએલનો લાભ
માત્ર આઇએફએસસી (ઇન્ડિયન ફાઇનેન્શિયલ સિસ્ટમ કોડ) સાથે જોડાયેલી બેંકોમાં જ સબસિડીની રકમ જમા મળશે. ઉપરાંત પોસ્ટ ઓફિસ અને સહકારી બેંકના ખાતામાં પણ સબસિડીનો લાભ મળશે નહીં કારણ કે તેઓ કોર બેન્કિંગ સાથે જોડાયેલા નથી.
આઇએફએસસી કોડ
આ ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ છે. તેના દ્વારા ફંડ ટ્રાન્સફર થાય છે. તે આરટીજીએસ અને એનઈએફટી દ્વારા ફંડ ટ્રાન્સફર કરનારની ઓળખ કરે છે.
આ ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ છે. તેના દ્વારા ફંડ ટ્રાન્સફર થાય છે. તે આરટીજીએસ અને એનઈએફટી દ્વારા ફંડ ટ્રાન્સફર કરનારની ઓળખ કરે છે.
યોજનાથી થશે આ લાભ
- અન્ય નામથી ચાલતા નકલી કનેક્શન બંધ થશે.
- કાળા બજાર પર નિયંત્રણ આવશે.
- ગ્રાહકના મૃત્યુ થવા પર ચાલતા નંબર પરિવારજનોના ન હોવા પર થશે બંધ.
No comments:
Post a Comment