GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

એક વર્ષ સુધી ફ્રીમાં મળશે વિન્ડોઝ-10, ખતમ થશે Internet Explorer

એક વર્ષ સુધી ફ્રીમાં મળશે વિન્ડોઝ-10, ખતમ થશે Internet Explorer
ગેજેટ ડેસ્કઃ બુધવારે લંડનમાં વિન્ડોઝ ૧૦નો કન્જ્યુમર પ્રિવ્યૂ લોન્ચ થયો. આ ઇવેન્ડ લંડનમાં સવારે નવ વાગ્યાથી(ભારતીય સમયાનુસાર ૨૧ જાન્યુઆરી, રાત્રે ૧૦.૩૦ વાગ્યે) શરૂ થયો.

 ખાસિયત

આ વિન્ડોઝ ૮ની જેમ સંપૂર્ણ રીતે ટાઇલ્સવાળુ ઇન્ટરફેસ નથી. જો તમે તેમાં ઓએસના કી-બોર્ડનો ઉપયોગ કરી રહ્યાં છો, તો સ્ટાર્ટ મેનુ મળશે. જેમાં સ્ટાર્ટ મેનુની અંદર ટાઇલ્સવાળા ફીચર આપવામાં આવ્યા છે. ટચ મોડમાં તમને ફૂલ ટાઇલ ઇન્ટફેસ મળશે. માઇક્રોસોફ્ટના વાઇસ પ્રેસિડેન્ટ(વિન્ડોઝ ગ્રૂપ) જો બિલફોર્ડ અનુસાર, આ એવું છે કે કી-બોર્ડ, માઉસને પસંદ કરનારા યુઝર્સને કોઇ સમસ્યા ન થાય.
 
 એક પ્લેટફોર્મ જે દરેક ડિવાઇસ પર એક સરખું હશે

વિન્ડોઝ ૧૦માં સિમિલર પ્લેટફોર્મ અનુભવ મળશે. વિન્ડોઝ ૧૦ને જે પણ ડિવાઇસમાં ઉપયોગમાં લેવામાં આવે(૪થી લઇને ૮૦ ઇન્ચ સુધી), તેનો લે આઉટ એક જેવો જ રહેશે અને વર્કિંગ અનુભવ પણ એક સરખો જ હશે. તેનો અર્થ એ છેકે વિન્ડોઝ યૂઝર્સને કોમન પ્લેસ્ટોર, સર્ચ, ખરીદી અથવા એપ્લિકેશનનો ઉપયોગ કરવા મળી શકે છે. આ સોફ્ટવેર સ્માર્ટફોનથી લઇને હાઇબ્રિડ ડેસ્કટોપ્સ સુધી ઉપયોગમાં લઇ શકાય છે.

 શું ખાસ છે ઇવેન્ટમાં
 
 ઇવેન્ટમાં માત્ર વિન્ડોઝ ૧૦ના કન્ઝ્યુમર વર્ઝન જ નહીં, પરંતુ ઘણું બધુ લોન્ચ થશે.

 નવું બ્રાઉઝર
 
 છેલ્લા કેટલાક સમયથી જ્યાં નવા વિન્ડોઝ બ્રાઉઝરની વાત ચાલી રહી હતી, હવે કંપનીએ પણ ઇન્ટરનેટ એક્સપ્લોરરના સ્થાને પોતાનું નવું ઇન્ટરનેટ બ્રાઉઝર(કોડ નેમ સ્પાર્ટન) લોન્ચ કર્યું. આ બ્રાઉઝર ક્રોમ અને ફાયરફોક્સની જેમ હશે.

 વિન્ડોઝ ૧૦ મોબાઇલ
 
 આ ઇવેન્ટમાં વિન્ડોઝ ૧૦ ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત મોબાઇલ પણ લોન્ચ થયો. ચીનની એક વેબસાઇટ પર તેની ઇમેજ પણ લીક કરી દેવામાં આવી હતી.
 
કોર્ટાના
 
 વિન્ડોઝ ૧૦ના સૌથી મહત્વના ફીચર્સમાનું એક કોર્ટાના છે. માઇક્રોસોફ્ટના આ પર્સનલ વોઇસ અસિસ્ટેન્ટ ઘણા ચર્ચામાં રહ્યાં છે. વિન્ડોઝ ૧૦માં એપ્સને નવા રૂપમાં રજૂ કર્યું છે. યૂઝર્સ માટે ઘણા એપ્સ છે, જેમાં અપડેટેડ કેમેરા, કેલ્ક્યૂલેટર, ગેમિંગ એપ્સ વિગેરે હશે.એક વર્ષ સુધી ફ્રીમાં મળશે વિન્ડોઝ-10, ખતમ થશે Internet Explorer
એક પ્લેટફોર્મ જૂના વિન્ડોઝ ડિવાઇસને કરશે સપોર્ટ 
વિન્ડોઝ 10માં સિમિલર પ્લેટફોર્મ એક્સપિરિયન્સ મળી શકે છે. આ પ્લેટફોર્મ આપના વિન્ડોઝના કમ્પ્યુટર અને મોબાઇલથી લઇને ટેબલેટ સુધીને સપોર્ટ કરી શકે છે. આ સોફ્ટવેર સ્માર્ટફોનથી લઇને હાઇબ્રિડ ડેસ્કટોપ્સમાં વાપરી શકાય છે.

સ્ટાર્ટ મેન્યુ
વિન્ડોઝ 10ના ડેસ્કટોપ પર આપવામાં આવેલા સ્ટાર્ટ મેન્યુમાં વિન્ડોઝ 7ની ઉપયોગી અને વિન્ડોઝ 8ની જેમ ટાઇલ્સ ફંક્શનિંગને લાવવામાં આવ્યા છે.

સર્ચ બાર
સર્ચ બાર પર ક્લિક કરવાને માટે ફક્ત કમ્પ્યુટરમાં જે ડેટા હોય છે તેને સર્ચ કરાતો નથી પરંતું વિન્ડોઝ 10માં જો તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલા છો તો આ ઇન્ટરનેટ સર્ચ પણ કરે છે.
એક વર્ષ સુધી ફ્રીમાં મળશે વિન્ડોઝ-10, ખતમ થશે Internet Explorer
નવું વેબ બ્રાઉઝર
વિન્ડોઝ 10ની સાથે માઇક્રોસોફ્ટના જૂના વેબ બ્રાઉઝર ઇન્ટરનેટ એક્સપ્લોરરની જગ્યાએ સ્પાર્ટનને લાવવામાં આવ્યું છે.

Voice એક્સસ્ટેંટ
માઇક્રોસોફ્ટના વિન્ડોઝ 10માં વોઇસ એક્સિસ્ટેંટ કોર્ટાના પણ લાવવામાં આવ્યું છે. આ પહેલાં વિન્ડોઝ 8માં તેને લોન્ચ કરાયું હતું.

મોબાઇલ એપ્સની મજા પીસીમાં
માઇક્રોસોફ્ટનું આ એપ સ્ટોર હવે ફક્ત સ્માર્ટફોન્સ અને ટેબલેટને માટે રહ્યું નથી. પરંતુ વિન્ડોઝ સ્ટોરમાં આપવમાં આવેલા એપ ડેસ્કટોપ પર પણ તેને ચલાવી શકાય છે. 
 
વિન્ડોઝ ફોનમાં Voice થી મેસેજ ટાઇપિંગ
લુમિયા ડિવાઇસમાં વિન્ડોઝ 10ની મદદથી હવે વોઇસથી પણ મેસેજ ટાઇપ કરી શકાય છે.એક વર્ષ સુધી ફ્રીમાં મળશે વિન્ડોઝ-10, ખતમ થશે Internet Explorer
થશે ફ્રી અપડેટ
વિન્ડોઝ 10 એ યુઝર્સને માટે ફ્રીમાં અપગ્રેડ કરાયું છે જેની સિસ્ટમમાં પહેલેથી વિન્ડોઝ 7, વિન્ડોઝ 8.1 કે વિન્ડોઝ ફોન 8.1 ઓપરેટિંગ સિસ્ટમ મળી રહે છે.
માઇક્રોસોફ્ટની સાથે આ મોટું પગલું છે. હાલમાં આ અપગ્રેડને 1 વર્ષને માટે ફ્રી કરવામાં આવ્યું છે. માઇક્રોસોફ્ટ કંપનીના લાયસન્સ વિના એગ્રિમેન્ટની સાથે વિન્ડોઝ 10ને પહેલાં 1 વર્ષને માટે કંપનીએ પોલિસી ચેન્જની તરફ ઇશારો કર્યો છે. 
 
Xbox One
વિન્ડોઝ 10 લોન્ચ ઇવેન્ટમાં ગેમિંગ કંસોલ Xbox One પર વાત કરાઇ રહી છે. કંપનીએ એ વાતનો ઇશારો કર્યો છે કે વિન્ડોઝ 10ની સાથે કમ્પેટિબલ Xbox Oneને ફુલ્લી ઓટોમેટેડ પીસીની જેમ કામ કરતું કરી શકાય છે. એક વર્ષ સુધી ફ્રીમાં મળશે વિન્ડોઝ-10, ખતમ થશે Internet Explorer
મલ્ટીપલ ડેસ્કટોપ વ્યૂ
જેમ કે આશા રાખવામા આવી રહી છે વિન્ડોઝ 10માં મલ્ટીપલ ડેસ્કટોપ વ્યૂ આપવામા આવ્યો છે. ફીચરની સાથે યુઝર્સ મલ્ટીટાસ્કિંગને સરળતાથી કરી શકે છે. પોતાની જરૂર પ્રમાણે યુઝર્સ અલગ અલગ પ્રોજેક્ટ્સ કે ફાઇલ્સને માટે અલગ ડેસ્કટોપ બનાવી શકે છે. ટાસ્ક વ્યૂની મદદથી સરળતાથી વર્ચ્યુઅલ ડેસ્કટોપની વચ્ચે સ્વિચ કરી શકાય છે. આ ફીચર એપલના OS Xની જેમ કામ કરે છે. એક વર્ષ સુધી ફ્રીમાં મળશે વિન્ડોઝ-10, ખતમ થશે Internet Explorer
3ડી ગ્લાસ
માઇક્રોસોફ્ટ કંપનીએ પોતાની ઇવેન્ટમાં હોલોગ્રામ નામના એક 3ડી હૈડસેટનો પ્રોટોટાઇપ લોન્ચ કર્યો છે. આ આખી દુનિયાની 3ડી ઇમેજને બતાવે છે. આ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે અને આશા રાખવામાં આવી રહી છે કે ગૂગલ ગ્લાસને ટક્કર આપશે.

Source:- Divyabhaskar
 

No comments: