GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

WhatSim: વિશ્વભરમાં ફરતા લોકો માટે અનલિમિટેડ વોટ્સએપ મેસેજની સુવિધા

WhatSim: વિશ્વભરમાં ફરતા લોકો માટે અનલિમિટેડ વોટ્સએપ મેસેજની સુવિધા
(તસવીરઃ વોટસીમ જેના દ્વારા ૧૫૦ દેશો પ્રવાસ કરતી વખતે અનલિમિટેડ મેસેજ કરી શકાશે કોઈ ચોમિંગના ચાર્જ આપ્યા વગર.) 
 
નવી દિલ્હી. વિશ્વમાં તાત્કાલિક સંદેશાઓ મોકલવા માટે વોટ્સએપ સૌથી સારા વિકલ્પ તરીકે પસંદગી ધરાવે છે. લખાણ ઉપરાંત તસવીરો, વીડિયો અને વોઈઝ મેસેજ મોકલવામાં વોટ્સએપ તમામ સ્માર્ટફોન યુઝર્સની શરૂઆતથી જ પહેલી પસંદ રહી છે. કંપનીએ તાજેતરમાં જણાવ્યું હતું કે વિશ્વભરમાં વોટ્સએપના ૭૦૦ મિલિયન યુઝર્સ છે. આ આંકડાને વધુ આગળ લઈ જવા ઈટાલીની એક કંપનીએ WhatSim નામનું વોટ્સએપને સપોર્ટ કરતું સીમ કાર્ડ લોન્ચ કર્યું છે. આ સીમ કાર્ડ દ્વારા ૧૫૦ દેશોમાં પ્રવાસ દરમિયાન યુઝર વોટ્સએપનો અનલિમિટેડ ઉપયોગ કરી શકે છે અને તે પણ રોમિંગ ચાર્જ આપ્યા વગર.     
 
ઝીરોમોબાઈલના ફાઉન્ડર તથા સીઈઓ મેન્યુઅલ ઝનેલા ન્જિંનીરએ જણાવ્યું હતું કે, વોટ્સએપએ મોબાઈલ કોમ્યુનિકેશનનું ભવિષ્ય છે. હાલની પરિસ્થિતિમાં તેની મર્યાદા છે કે જ્યારે તમે અન્ય દેશમાં પ્રવાસ કરી રહ્યા હોય ત્યારે તમારે મોંઘા રોમિંગ ચાર્જિસ ભરવો પડે છે. તમારે મોટાભાગે ડેટા કનેક્શન પર જ નિર્ભર રહેવું પડે છે કારણ કે દરેક સ્થળે વાઈ ફાઈ મળવું અશક્ય છે. આ તમામ મુશ્કેલીઓનો ઉકેલ છે WhatSim જેના કારણે તમે કોઈપણ દેશમાં ફરતા હોય તમારી મનગમતી વોટ્સએપને તમે ચિંતામુક્ત રીતે ઉપયોગ કરી શકો છો.
 
કંપનીએ WhatSimના સીમ કાર્ડની કિંમત ૧૦ યૂરો એટલે કે ૭૧૪ રૂપિયા રાખી છે. આ કિંમત ઉપરાંત વર્લ્ડ વાઈડ શિપીંગના વધુ ૩ યૂરો એટલે કે રૂા. ૩૫૦ વધુ ચૂકવવાથી  તમારે ઘરે સીમકાર્ડ આવી જશે. આ સીમકાર્ડથી તમે એક વર્ષ માટે અનલિમિટેડ ટેક્સ મેસેજ મોકલી શકો છો. મેસેજ મોકલતી કે મેળવતી વખતે લોકેશન અપડેટ્સ, વોટ્સઅપ દ્વારા સંપર્ક કરવા જેવી સુવિધાઓ મફતમાં આપવામાં આવશે. યુઝર્સે મલ્ટીમીડિયા મેસેજીસ જેમાં તસવીરો, વીડિયો અને વોઈઝ મેસેજીસ મોકલવા માટે અલગથી ક્રેટીટ ખરીદવા પડશે. તમારે કેટલા ક્રેડીટ ખરીદવા પડશે તે તમે કયા દેશમાં ફરી રહ્યા છો તેના પર આધારિત છે.  
 
ઝનેલાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે તૈયાર કરેલી સીમ કાર્ડ સરળ અને સહજ છે. પાંચ યૂરો આપતા તમને ૧૦૦૦ની ક્રેડીટ મળે છે તેનાથી તમે તાત્કાલિક મેસેજીસ મોકલી શકો છો. આટલા રૂપિયામાં તો ઘણા દેશોમાં માત્ર ૫૦ તસવીરો અને ૧૦ વીડિયો જ મોકલી શકાય છે તેની સામે અમારી સેવા ખૂબ જ સસ્તી છે. યુઝર્સ માટે પોતાનું લોકેશન અને નંબરો મોકલવા માટે કોઈ મર્યાદા રાખવામાં આવી નથી. રિચાર્જ કરાવવું એ પણ ખૂબ સરળ છે. તમારા સ્માર્ટફોન દ્વારા અમારી વેબસાઈટ પરથી રિચાર્જ કરાવી શકો છો. અમે અલાયબી એપ્લીકેશન પણ લોન્ચ કરી રહ્યા છીએ.
 
WhatSim ને તેની વેબસાઈટ પરથી ખરીદી શકાય છે. આ ઉપરાંત કંપની ૧૦૦ દેશોમાં સ્થાનિક ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા લોકો સુધી પહોંચાડવાનું આયોજન કરી રહી છે.
 
વોટ્સએપનો અનલિમિટેડ ઉપયોગ કરવા સીમ કાર્ડ લોન્ચ કરનારી આ પહેલી કંપની નથી. આ અગાઉ વોટ્સઅપ સાથે પાર્ટનરશીપમાં જર્મનીની ટેલિકોમ્યુનિકેશન કંપની ઈ-પ્લસે પ્રિપેડ સિમ કાર્ડ બજારમાં લાવ્યું હતું જેના દ્વારા વોટ્સએપનો અનિલિમિટેડ ઉપયોગ કરી શકાય છે. પરંતુ આ સેવા મર્યાદિત દેશો પૂરતી જ મર્યાદિત હતી.
WhatSim: વિશ્વભરમાં ફરતા લોકો માટે અનલિમિટેડ વોટ્સએપ મેસેજની સુવિધા
Source:Divyabhaskar

No comments: