GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

ભારતીય મૂળના ૧૩ વર્ષીય બાળકે બનાવ્યુ બ્રેલ પ્રિન્ટર, શરૂ કરી કંપની

ભારતીય મૂળના ૧૩ વર્ષીય બાળકે બનાવ્યુ બ્રેલ પ્રિન્ટર, શરૂ કરી કંપની

(બ્રેલ પ્રિન્ટર સાથે શુભમ બેનર્જી)

સાંતા ક્લારા(અમેરિકા):
 ભારતીય મૂળના શુભમ બેનર્જીએ માત્ર ૧૩ વર્ષની ઉમરમાં સિલિકોન વેલીમાં પોતાની કંપની ખોલીને ઇતિહાસ રચી નાંખ્યો છે. શુભમની કંપની ઓછી કિંમત ધરાવતા બ્રેલ પ્રિન્ટર બનાવશે. આ વિશેષ પ્રિન્ટર નેત્રહીનો માટે ઘણા જ ઉપયોગી સાબિત થશે. આઇટી કંપની ઇન્ટેલ કોર્પોરેશને તાજેતરમાં જ શુભમની કંપની બ્રેગો લેબ્સમાં રોકાણ કર્યું છે.
ગયા વર્ષે શુભમે એક દિવસ પોતાના પિતાને પૂછ્યું હતું કે નેત્રહીન લોકો કેવી રીતે વાંચે છે? પિતાએ જવાબ આપ્યો કે, ગુગલમાં સર્ચ કરીને જોઇ લે. શુભમે ત્યારે ઓનલાઇન સર્ચ કર્યું તો તે એ જોઇને ચોંકી ગયો કે બ્રેલ પ્રિન્ટરની કિંમત ૨૦૦૦ ડોલર છે અને તેનો વજન ૨૦ પાઉન્ડ છે. શુભમને લાગ્યું કે મોટાભાગના નેત્રહીનો માટે આ ઘણું જ મોંઘુ છે અને વજનદાર છે. બાદમાં તેણે ૩૫૦ ડોલરની કિંમત અને અમુક પાઉન્ડ વજનનું એક બ્રેલ પ્રિન્ટર બનાવવાનું વિચાર્યું.
 
શુભમે દિવસ રાત આકરી મહેનત કર્યા બાદ ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ સસ્તું બ્રેલ પ્રિન્ટર બનાવવામાં સફળતાં હાસલ કરી. ઇન્ટેલના અધિકારી શુભમના આ પ્રિન્ટરથી ઘણા જ પ્રભાવિત થયા અને નવેમ્બરમાં તેમણે આ પ્રોજેક્ટ માટે અમુક રકમનું રોકાણ પણ કર્યું હતું. અધિકારીઓનું માનવું છેકે અત્યારસુધીમાં જે સાહસિકોને નવા રોકાણ માટે રકમ આપવામાં આવી છે, તેમાં શુભમ સૌથી નાની ઉમરનો છે.ભારતીય મૂળના ૧૩ વર્ષીય બાળકે બનાવ્યુ બ્રેલ પ્રિન્ટર, શરૂ કરી કંપની

(બ્રેલ પ્રિન્ટર સાથે શુભમ બેનર્જી)
 
શુભમના માતાને બનાવાયા સીઇઓ

શુભમની ઉમર ઘણી નાની હોવાના કારણે તેની માતાને સીઇઓ બનાવવામાં આવ્યા છે. જોકે માતાનું માનવું છેકે પ્રોજેક્ટ સમયે તેમણે શુભમને જોઇએ તેટલું સમર્થન કર્યું નહોતું.
શુભમનો ધ્યેય

ઇન્ટેલના હેડક્વાર્ટર્સથી અમુક કિ.મી દૂર સિલિકોન વેલીમાં રહેતા શુભમે કહ્યું કે, મારો ધ્યેય સૌથી વધુ નેત્રહીન લોકો મારા બ્રેલ પ્રિન્ટરનો ઉપયોગ કરે એ છે. શુભમની કંપની બ્રેયગોએ અનેક એવોર્ડ જીત્યા છે અને નેત્રહીન સંસ્થાઓ અને સમિતિઓ તરફથી તેને સારું એવું સમર્થન મળી રહ્યું છે. શુભમ બેનર્જીએ ગયા વર્ષે પોતાના પિતા પાસેથી ૩૫ હજાર ડોલર લઇને બ્રાયગો લેબ્સની શરૂઆત કરી હતી.ભારતીય મૂળના ૧૩ વર્ષીય બાળકે બનાવ્યુ બ્રેલ પ્રિન્ટર, શરૂ કરી કંપની

No comments: