અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ઓબામાના મરિન-1 નામના હેલિકોપ્ટરની આ છે ખુબીઓ
- 3 એન્જિનમાંથી એક એન્જિનમાં ખામી ઉભી થાય તો પણ ઉડાણ ભરવાની ક્ષમતા
- એર ફોર્સ વન અને બિસ્ટ કાર બાદ હેલિકોપ્ટર શા માટે ખાસ છે? વાંચો...
અમદાવાદ તા 22 જાન્યુઆરી 2015અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની સુરક્ષા માટે જે પ્રમાણે એર ફોર્સ વન અને બિસ્ટ કારનો સમાવેશ કરવામાં આવ્યો છે, તે જ પ્રકારે રાષ્ટ્રપ્રમુખની સુરક્ષા માટે મરિન વન પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આવો જોઈએ સામાન્ય હેલિકોપ્ટર કરતા કઈ વધારાની ખૂબીઓ ધરાવે છે, મરિન વન.
લશ્કરી ટેક્નોલોજીથી સજ્જ હેલિકોપ્ટરનો ઉપયોગ 1957 માં રાષ્ટ્રપ્રમુખ ડ્વિટ ડી. આઈસનહાવર માટે કરવામાં આવ્યો હતો. ડ્વિટ ડી. આઈસેનહાવરને વ્હાઈટ હાઉસથી તાત્કાલિક પેન્સિલવેનિયામાં આવેલા પોતાના સમરહાઉસ જવું હતું અને તેનો પ્રવાસ લાંબો હોવાથી બિસ્ટના બદલે વ્હાઈટ હાઉસ સુધી પહોંચી શકે તે માટે યુએચ-13 સિઓક્સનો વિકલ્પ પસંદ કરાયો અને ત્યારથી તેનો ઉપયોગ રાષ્ટ્રપ્રમુખ માટે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને તેને મરિન વન નામ આપવામાં આવ્યું.
1957થી અત્યાર સુધીમાં આ સ્પેશિયલ હેલિકોપ્ટરમાં ઘણા ફેરફારો કરાયા છે, તથા ટેક્નોલોજી પણ અપગ્રેડ કરવામાં આવી છે. બરાક ઓબામાં રાષ્ટ્રપ્રમુખ બન્યા ત્યારે તેમણે મરિન વનમાં કેટલાક સુધારા વધારા કરાવ્યા હતા. 200 ચોર ફૂટની ઈન્ટીરિયન સ્પેસ મળી રહે તેવી ડિઝાઈન ઉભી કરવા માટે જણાવ્યું હતું. તો હેલિકોપ્ટરમાં 14 યાત્રીઓ બેસી શકે તેવો રૂમ, કેબિન અને બાથરૂમ સાથેની ઓફિસ ઉભી કરવા માટે જણાવ્યું હતું. મરિન વનની વિશેષતાઓ પર નજર કરીએ તો, આ હેલિકોપ્ટરમાં અત્યાધુનિક કમ્યુનિકેશન રૂમ છે, જેના દ્વારા રાષ્ટ્રપ્રમુખ પેન્ટાગોન અને વ્હાઈટ હાઉસના સંપર્કમાં રહી શકે છે.
મરિન વનમાં કેટલાક હાઈ ટેક સિક્યોરિટી ફિચર્સ છે, જે ઈમરજન્સીમાં ઘણા જ ઉપયોગી સાબિત થાય છે. હેલિકોપ્ટરની દિવાલ પર એલ્યુમિનીયમની ખાસ પ્લેટ લગાવવામાં આવી છે, જે હેલિકોપ્ટર હાઈ સ્પીડમાં ક્રેશ થાય ત્યારે ખાસ સુરક્ષા પુરી પાડે છે. હેલિકોપ્ટરના ત્રણ એન્જિનમાંથી જો એક એન્જિનમાં ખામી ઉભી થાય તો પણ મરિન વન ઉડાણ ભરવાની ક્ષમતા ધરાવે છે. સાથે જ મરિન વન લેઝર ડિટેક્ટર અને રડાર વોર્નિંગ સિસ્ટમથી સજ્જ છે. દુર્ગમ વિસ્તારોમાંથી ઉતરણ અને ઉડાણની ક્ષમતા ધરાવે છે. મરિન વન, ભારે ભરખમ ધ બિસ્ટ તરીકે ઓળખાતી લિમોઝીન કારનું પણ પરિવહન કરવાની ક્ષમતા ધરાવે છે.
No comments:
Post a Comment