સર્ન દ્વારા લાર્જ હેડ્રોન કોલાઈડર પ્રોજેક્ટ હાથ ધરાયો હતો
એમ.એસ.યુનિ.ના પૂર્વ વિદ્યાર્થીને યુરોપની પ્રતિષ્ઠિત મેરી ક્યુરી ફેલોશીપઃસ્લોવેક એકેડમી ઓફ સાયન્સની સાથે સર્નમાં પણ સંશોધનનો મોકો મળશે
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર
રત્ન કલાકાર(હીરા ઘસવાનું કામ કરનાર કારીગર)ના પુત્ર અને એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીને યુરોપની પ્રતિષ્ઠિત મેરી ક્યુરી ફેલોશીપ મળી છે.આ ફેલોશીપના ભાગરુપે તેઓ યુરોપની સ્લોવેક એકેમી ઓફ સાયન્સના ઈન્સ્ટિટયુટ ઓફ ફિઝીક્સમાં ન્યુટ્રોન ફિઝીક્સ લેબોરેટરી ડેવલપ કરવાના પ્રોજેકટમાં ભાગ લેશે.આ દરમ્યાન તેઓ એક્સીલેટર ડ્રીવન ન્યુટ્રોન પર પણ સંશોધન કરશે.આ રિસર્ચ નવી પેઢીના એડવાન્સ ન્યુક્લિયર રિએક્ટર ટેકનોલોજી માટે ઘણુ મહત્વ ધરાવે છે.
એમ.એસ.યુનિવર્સિટીમાંથી ન્યુકલીય ફિઝીક્સના ક્ષેત્રમાં પીએચડી કરનાર ડો.પરેશ પ્રજાપતિન ે૩ વર્ષની ફેલોશીપ દરમ્યાન દર વર્ષે બે મહિના માટે જીનીવા સ્થિત વિશ્વ વિખ્યાત સર્ન લેબોરેટરીમાં રેડીઓએક્ટીવ આયોન બીમ વિષય પર કામ કરી રહેલા વૈજ્ઞાાનિકો સાથે રિસર્ચ કરવાનો પણ મોકો મળશે.સર્ન દ્વારા જ દુનિયાભરમાં ભારે જાણીતો બનનાર લાર્જ હાઈડ્રો કોલાઈડરનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો.સર્ન દ્વારા હાથ ધરાતા પ્રયોગોમાં દુનિયાભરના વૈજ્ઞાાનિકો શામેલ હોય છે.સર્નનો અર્થ યુરોપીયન કાઉન્સિલ ફોર ન્યુક્લિયર રિસર્ચ થાય છે.ડો.પ્રજાપતિ મૂળે ભરુચ પાસેના હાંસોટ જીલ્લાના ઈલાવ ગામના રહેવાસી છે.સાવ નાનકડા બે રુમના મકાનમાં રહીને ગામની શાળામાં ધો ૧૦ સુધીનો અભ્યાસ કરનાર ડો.પ્રજાપતિના પિતા મનહરભાઈ હિરા ઘસવા માટે છેક સુરત અપડાઉન કરતા હતા.બે છેડા માંડ ભેગા થતા હોય તેવી આર્થિક સ્થિતિમાં પણ તેમણે પેોતાના પુત્રને અભ્યાસ માટે પ્રોત્સાહન આપ્યુ હતુ.ડો.પ્રજાપતિના માતા પિતા માત્ર ૮ ધોરણ સુધી ભણેલા છે.ડો.પ્રજાપતિએ સુરતમાં બીએસસી સુધીનો અભ્યાસ કર્યા બાદ ન્યુક્લીયર ફિઝીક્સ વિષયમાં એમએસસી કરવા માટે એમ.એસ.યુનિવર્સિટીના ફિઝીક્સ વિભાગમાં પ્રવેશ લીધો હતો.આ જ વિષયમાં તેમણે ફિઝીક્સ વિભાગના અધ્યાક ડો. સુરજીત મુખરજીના હાથ નીચે પીએચડી કરી હતી.ભાભા એટોમીક સેન્ટરમાં તેઓ હાલના એટોમીક એનર્જી કમિશનના ચેરમેન ડો.આર કે સિંહાના ગુ્રપમાં અને તેમના જ માર્ગદર્શન હેઠળ ચાર વર્ષ સુધી રિસર્ચ કરી ચુક્યા છે.ડો.પ્રજાપતિ માર્ચ મહિનાથી યુરોપમાં રિસર્ચ શરુ કરશે.કદાચ અત્યાર સુધીમાં ભારતમાંથી પણ બહુ ઓછા સંશોધકોને આ ફેલોશીપ હેઠળ યુરોપમાં રિસર્ચનો મોકો મળ્યો છે.
રિસર્ચના વિદ્યાર્થીઓ માટે વિશ્વ લાલ જાજમ બીછાવવા તૈયાર છે
સંતાનોને માત્ર તબીબ કે ઈજનેર બનાવવાની ઘેલછા વાલીઓ છોડે
એમ.એસ.યુનિ.ના હોત તો ન્યુક્લિયર ફિઝીક્સમાં મારી કેરીયરને આગવુ પ્લેટફોર્મ ના મળ્યુ હોત
ડો.પરેશ પ્રજાપતિ કહે છે કે ગુજરાતી વાલીઓએ સંતાનોને માત્ર ડોક્ટર અને એન્જિનિયર બનાવવાની માનસિકતામાંથી તાત્કાલીક બહાર આવવાની જરુર છે.બેઝીક સાયન્સમાં સંતાનોને અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપવુ જોઈએ.રિસર્ચ કરવામાં ઘણી તકો છે.રિસર્ચના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ માટે આખુ વિશ્વ લાલ જાજમ બીછાવવા તૈયાર હોય છે.રિસર્ચ વગર દુનિયાનો કોઈ પણ દેશ આગળ વધી શકતો નથી,કમનસીબે આપણા દેશમાં જ રિસર્ચને જોઈએ તેવુ પ્રોત્સાહન મળતુ નથી.મારી ઈચ્છા ફેલોશીપનો સમય પુરો થાય તે બાદ ભારત પાછા આવીને પ્રતિષ્ઠિત રિસર્ચ સંસ્થામાં જોડાવાની છે. ડો.પ્રજાપતિ કહે છે કે એમ.એસ.યુનિવર્સિટીએ મારી કેરીયરને આગવુ પ્લેટફોર્મ પુરુ પાડયુ છે.જો એમ.એસ.યુનિવર્સિટી ના હોત તો હું ન્યુક્લીયર ફિઝીક્સનો અભ્યાસ કરી શક્યો ના હોત.કારણકે આખા ગુજરાતમાં એક માત્ર એમ.એસ.યુનિવર્સિટીના ફિઝીક્સ વિભાગમાં જ ન્યુક્લીયર ફિઝીક્સ સાથે એમએસસી અને પીએચડી કરવાની સુવિધા છે.
એક ટંક ભોજનના પૈસા સાયબર કાફેમાં વાપરતો હતો
ડો.પ્રજાપતિ સંઘર્ષના દિવસોને યાદ કરતા કહે છે કે આખા હાંસોટમાં તે સમયે ૧૦મા પછી ૧૨મા સુધી સાયન્સ ભણવાની સગવડ ન હતી.માટે સુરત જવુ પડયુ હતુ.બેઝીક સાયન્સ ભણવાની ઈચ્છા હોવાથી એન્જિનિયરીંગ કોલેજમાં પ્રવેશ મળતો હોવા છતા સુરત સાયન્સ કોલેજમાં પ્રવેશ લીધો હતો અને એમએસસી કરવા વડોદરા આવ્યો હતો.મારા મામાએ મને મદદ કરી હતી.તે વખતે ઈન્ટરનેટ આટલુ પ્રચલિત ન હતુ.રિસર્ચને લગતી માહિતી મેળવવા માટે સાયબરકાફેમાં સર્ફિંગ કરવા જતો હતો અને તેના પૈસા ચુકવવા માટે એક ટાઈમનુ જમવાનુ છોડી દેતો હતો.
વિજ્ઞાાનની સાથે આધ્યાત્મનો સંગમ જરુરી
ડો.પ્રજાપતિના મતે વિજ્ઞાાનની સાથે આધ્યાત્મનો સંગમ જરુરી છે.વિદ્યાર્થીઓએ થોડો સમય કોઈ પણ આધ્યાત્મિક પ્રવૃત્તિમાં વિતાવવો જોઈએ.વિજ્ઞાાન સંશોધન શિખવાડે છે અને તેનો સારો નરસો ઉપયોગ કરવાનો વિવેક આધ્યાત્મથી આવે છે.ભગવદ ગીતા હંમેશા મારી શક્તિ રહી છે

No comments:
Post a Comment