TCV સિસ્ટમને માત્ર એક જ વ્યકિત રિમોટ કંટ્રોલની મદદથી ઓપરેટ કરી શકે છે
અમદાવાદ બુધવાર
ગુજરાત હંમેશા આતંકવાદીઓના હીટ લિસ્ટમાં રહયું હોવાથી બોંબ બ્લાસ્ટ કરવાની ધમકીઓ પણ મળતી રહે છે. આથી કોઇ અણધારી પરિસ્થિતિને પહાંેચી વળવા ગુજરાત પોલીસ આતંકીઓએ પ્લાન્ટ કરેલા બોંબને નિષ્ફળ બનાવવા દેશમાં સૌપ્રથમવાર બોંબને ડિફયૂઝ કરવા ટીસીવી (ટોટલ કન્ટેનમેન્ટ વેસલ)નામનું સંપૂર્ણ રોબોટ સંચાલિત યુનિટ સાત કરોડના ખર્ચે વસાવશે. જેની મદદથી પ્લાન્ટ કરેલા બાંેબને નિષ્ક્રીય કરવાની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરી શકાશે.
જાહેર જગ્યાએ કે ભીડભાડવાળા વિસ્તારમાં કોઇ શંકાસ્પદ વસ્તુ કે બોંબ જેવી વસ્તુ મળે તો સ્થળ પર સ્થાનિક પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને બોંબ સ્કવોર્ડની ટીમો કામે લાગીને આખા વિસ્તારને કોર્ડન કરી લે છે.કયારેક બોંબને નિષ્કિય કરવા માટે ભીડભાડવાળા વિસ્તારમાં સંભવિત જાનહાનીને ટાળવા માટે દુર પણ લઇ જવો પડે છે. આ કાર્યવાહી દરમિયાન બોંબ નિષ્કિય કરતી ટીમના જીવ પણ જોખમમાં મુકાઇ જતા હોય છે તે આ નવી ટોટલ કન્ટેનમેન્ટ વેસલ સિસ્ટમમાં ટાળી શકાય છે. ગુજરાત પોલીસનું આધુનિકીકરણ કરવાના ભાગરુપે હવે ખરીદવામાં આવી રહેલી આ સિસ્ટમને માત્ર એક જ વ્યકિત રીમોટ કંટ્રોલની મદદથી ઓપરેટ કરી શકે છે.આ રોબોટ સિસ્ટમની ખાસિયત એ છે કે તેની મદદથી બાંેબની તિવ્રતા અને સંભવિત જાનહાનીનો પણ અંદાજ લગાવી શકાય છે. આ સિસ્ટમમાં રોબોટની સાથે પાણી ભરેલું એક પીપ જેવું વાહન હોય છે જેમાં બોંબ નાખીને નિષ્ક્રિય કરવામાં આવે છે. તેમજ આ સિસ્ટમના રોબોટને કોઇ પણ વાહન સાથે જોડી શકાય છે આથી રસ્તામાં મુકવામાં આવેલા બોંબના સ્થળે તાત્કાલિક પહોંચવામાં સરળતા રહે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં ૨૦૦૮માં સિરિયલ બ્લાસ્ટ થયા ત્યારે ૧૫૦થી પણ વધુ લોકોના મુત્યું થયા હતા.આ ઉપરાંત ડાયમંડ નગરી સુરતમાંથી પણ વિવિધ સ્થળોએ આતંકવાદીઓએ પ્લાન્ટ કરેલા બોંબ મળી આવ્યા હતા.
આથી રોબોટ સંચાલિત સિસ્ટમનું મહત્વ વધી જાય છે. આ અંગે ગુજરાત પોલીસ મોર્ડનાઇઝેશનના આઇજીપી પ્રવીણસિંહા એ જણાવ્યું કે સરકાર દ્વારા બોંબને ડિસ્ફયુઝ કરવા માટે ટીસીવી (ટોટલ કન્ટેનમેન્ટ વેસલ)નામનું સંપૂર્ણ રોબટ સંચાલિત યુનિટ સાત કરોડના ખર્ચે ખરીદવાની મંજુરી પણ મળી ગઇ છે. ઉપરાંત બોંબ સ્કવોર્ડના ઉચ્ચ અધિકારીઓનેે રોબોટનો ઉપયોગ ખાસ ટ્રેનિંગ પણ અપાશે.
No comments:
Post a Comment