GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

'દીકરી નહીં હોય તો વહુ કયાંથી લાવશો': PM મોદી




નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી તેમણે દેશમાં સ્વચ્છા અને સુરક્ષાથી માંડીને ઘણાં અભિયાન શરૂ કર્યા છે અને હવે આજે તેમણે ફરી એક 'બેટી બચાઓ, બેટી ભણાવો'નું અભિયાન શરૂ કર્યું છે. આ યોજનાની શરૂઆત કરતા તેમણે કહ્યું હતું કે, મારો પ્રશ્ન માતા-પિતાને છે કે, દીકરીનો જન્મ જ નહીં થવા દો તો વહુ ક્યાંથી લાવશો? દીકરીઓને ભણાવવા માટે આટલો વિચાર શા માટે કરવો જોઈએ. આ ઉપરાંત પણ મોદીએ તેમના સંબોધનમાં ઘણાં સવાલો ઊભા કર્યા હતાં.

વડાપ્રધાન મોદીના ભાષણની મુખ્ય હાઈલાઈટ્સ

  • દેશના 100 જિલ્લામા લાગુ કરાશે યોજના
  • લોકોએ દીકરીઓને ભણાવવી જોઈએઃ
  • દીકરીને શિક્ષણ આપવું આપણી જવાબદારી.
  • યુવતીઓના શિક્ષણના દરમાં વધારો કરાશે.
  • દીકરીઓ શિક્ષિત હશે તો જ સમાજનો વિકાસ થશે
  • દીકરીઓને ગર્ભમાંજ મારી નાખવી પાપ છે
  • આનાથી મોટું પાપ બીજું કોઈ નથી
  • ભૃણ હત્યા અટકાવવામાં આવશે.
  • 1000 છોકરાઓ સામે 1000 છોકરીઓ હોવી જોઇએ.
  • છોકરીઓને પણ સમાજમાં સમાન સ્થાન મળવું જોઈએ
  • દીકરીઓ માટે રોજગાર ઉભા કરાશે.
  • મહિલા સુરક્ષા પ્રત્યે લોકોને જાગૃત કરાશે.
  • દેશના 1000 જિલ્લામાં આ યોજના શરૂ કરાશે.
  • ભૂલ છે કે, દીકરાઓ વૃદ્વાવસ્થામાં કામ આવે છે.
  • દીકરી નહિ હોય તો વહુ કયાંથી લાવશો

No comments: