GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

1770માં આવી ભારતની પહેલી ચલણી નોટ

1770માં આવી ભારતની પહેલી ચલણી નોટ, આજે લખાય છે 17 ભાષામાં રકમ

નેશનલ ડેસ્ક: ભારતીય ચલણી નોટો 10, 20, 50, 100, 500, 1000 પર કુલ 17 ભાષાઓમાં રકમ છાપાયેલી હોય છે. ભારતીય સંવિધાનમાં સ્વીકૃત કરાયેલી 17 ભાષાઓમાં રકમ છાપવામાં આવે છે. જેમાં આસામી, બંગાલી, ગુજરાતી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મલયાલી, મરાઠી, નેપાળી, ઓરિયા, પંજાબી, સંસ્કૃત, તામિલ, તેલુગુ, ઉર્દુ, હિન્દી અને અંગ્રેજી. ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જે ચલણી નોટ પર આટલી વિવિધ ભાષાઓમાં રકમ છાપે છે. ભારતીય ચલણી નોટોમાં વિવિધતામાં એક્તાનું પ્રદર્શન થાય છે. 
 
શેર શાહ સુરી દ્વારા 15મી સદીમાં ભારતનું પહેલુ ચલણ બહાર પાડવામાં આવ્યું. પ્રથમ ચલણી નોટ 1770માં બેંક ઓફ હિન્દુસ્તાન દ્વારા બહાર પાડવામાં આવી.  આઝાદી પછી 1950માં કોપર અને નીકલના ચલણી સિક્કાઓ બહાર પાડવામાં આવ્યા. ત્યાર બાદ 1964માં એલ્યુમિનિયમના અને 1988માં સ્ટેનલેસ સ્ટીલના સિક્કાઓ બહાર પાડવામાં આવ્યા. ભારતીય રુપીનું નવું ચિન્હ વર્ષ 2010માં સ્વીકાર કરવામાં આવ્યું જે ડો. ઉદયકુમારે તૈયાર કર્યુ છે. 
 
વર્ષ 2010માં પહેલી વખત 75, 100 અને 1000ના સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા. રિઝર્વ બેંકના 75 વર્ષ, કવિવર રવિન્દ્રનાથ ટાગોરના 100 વર્ષ અને બૃહદેશ્વર મંદિરના 1000 વર્ષ પૂર્ણ થયા હોવાથી આ સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા. અત્યારની ચલણી નોટોની સીરીઝને મહાત્મા ગાંધી સીરીઝ તરીકે ઓળખવામાં આવે છે જે 1996માં 10 રૂપિયાની નોટથી શરૂ થઈ હતી. ભારતીય ચલણી નોટો નાસિકમાં છપાય છે.   

No comments: