GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

ભારતરત્ન રાષ્ટ્રનાયક અટલજી - મહામના માલવીયજી

મહામના મદનમોહન માલવીયજી અને રાષ્ટ્રનાયક અટલજી... માં ભારતીના આ બંને મહાન રત્ન સપૂતો એક જ દિવસે જન્મ્યા... 25 ડિસેમ્બર... મહામના સન 1861માં અને અટલજી સન 1924માં. આ બંને મેધાવી રાજપુરુષોએ તેમની આગવી રીતે ભારતમાતાની ગૌરવ પ્રતિષ્ઠામાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું. એન.ડી.એ.-2 - મોદીજીની સરકારે આ બંને લોકોત્તર મહાપુરુષોને ‘ભારતરત્ન’ પ્રદાન કરી, આપણા સાર્વજનિક જીવનનું જ ગૌરવ વધાર્યંુ છે... મહાકવિ કાલીદાસે ‘શાકુંતલમ્’માં શકુંતલાના અપ્રતિમ સૌંદર્યનું વર્ણન કરતાં લખ્યું છે : 01.jpg‘આભરણ્યસ્યં અપિ આભરણ...! સૌંદર્યની પ્રતિમૂર્તિ શકુંતલા જે અલંકારો ધારણ કરતી; તેનાથી તે સઘળાં અલંકારોના સૌંદર્યમાં નિખાર આવી જતો! જેમને હાલમાં જ ‘ભારતરત્ન’નું સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રદાન થયું... એ બંને મહાનુભાવો સાથે ‘ભારતરત્ન’ નામ જોડાતાં... ‘ભારતરત્ન’ અવોર્ડ સ્વયં વિશેષરૂપે અલંકૃત... સૌદયંમંડિત અને ગૌરવાન્વિત થઈ રહ્યો છે...! ‘ભારતરત્ન’ શબ્દ તેના સાચા અને પૂરા અર્થમાં સાર્થક બન્યો છે...! આવો, આ બંને સંસ્કારી રાજપુરુષોના પ્રગલ્ભ જીવનની ઝાંખી મેળવી... આપણે તેમના પ્રોજ્જ્વળ જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી; માં ભારતીની સવિશેષ - સાર્થક સેવા માટે આપણી જાતને વધું સંમાર્જિત... સમર્પિત કરવાના સંકલ્પ્ને વિશેષ સુદ્ઢ કરીએ...
‘ખડા રહા હે...  ‘અટલ’ હિમાલય...
આંધી ઔર  તૂફાનો મેં!’
અટલજી એક એવા કવિ-મનીષી અને રાજપુરુષ છે... જે તેમના વ્યક્તિત્વ, કર્તૃત્વ અને નેતૃત્વથી ભારતીય રાજનીતિ, જાહેરજીવન અને સાહિત્યજગતના દૈદીપ્યમાન નક્ષત્ર બની રહ્યા. અટલજીના પિતામહ પંડિત શ્યામલાલજી ઉત્તરપ્રદેશના આગરા જનપદમાં આવેલ; સુપ્રસિદ્ધ બટેશ્ર્વરના પ્રાચીન સ્થાનના વૈદિક-સનાતની ધર્માવલંબી કાન્યકુબ્જ બ્રાણ હતા. ભારતીય પરંપરામાં ચક્રવર્તી વિજયી સમ્રાટ રાજસૂય યજ્ઞના પ્રારંભમાં માંગલ્યસૂચક ‘વાજપેયી’ યજ્ઞ કરતા. આ યજ્ઞ કરાવનાર પંડિતવર્ય બ્રાણો ‘વાજપેયી’ બ્રાણ કહેવાયા. આ વિશિષ્ટ અર્થમાં આજની પૂર્ણબહુમતવાળી ભાજપા સરકારનો ‘રાજસૂય યજ્ઞ’ મે 2014માં સંપ્ન્ન થયો; તેની પૂર્વભૂમિકા રૂપ 1998-99ના એન.ડી.એ.-1ના ‘વાજપેયી યજ્ઞ’ના યાજ્ઞિક બન્યા; આપણા તરુણ હૃદયસમ્રાટ અટલબિહારી ‘વાજપેયી’..! બટેશ્ર્વર નિવાસી પં. શ્યામલાલજીએ તેમના પુત્ર કૃષ્ણબિહારીને ગ્વાલિયરમાં જઈ વસવા સૂચવ્યું.
પં. કૃષ્ણબિહારી વ્યવસાયે અધ્યાપક અને કવિ પણ હતા. દેશભક્તિપૂર્ણ કાવ્યોથી અને વિદ્વત્તાથી, તેઓ ગ્વાલિયર રાજઘરાનામાં ઉત્તમ સન્માનના અધિકારી બની રહ્યા.  તેમનાં ધર્મપત્ની શ્રીમતી કૃષ્ણાદેવીની કૂખે 25 ડિસેમ્બર, 1924ના રોજ, ગ્વાલિયરમાં પુત્રજન્મ થયો. નામકરણ થયું ‘અટલબિહારી.’ અટલજીને ત્રણ ભાઈઓ અવધબિહારી, સદાબિહારી, પ્રેમબિહારી; જ્યારે વિમલા, કમલા અને ઊર્મિલા ત્રણ બહેનો પણ છે.
અટલજીને બાલ્યકાળથી જ પારિવારિક સંસ્કારનો લાભ મળ્યો. પિતાજી કૃષ્ણબિહારી પ્રકાંડ વિદ્વાન-વિદ્યાવ્યાસંગી અને કવિ હતા. અટલજીમાં કવિત્વનાં બીજ આમ પરિવારમાંથી જ વવાયાં... વિદ્યાર્થીકાળથી જ તેઓ ‘આર્ય કુમાર સભા’ના સક્રિય કાર્યકર્તા બન્યા. ગ્વાલિયરની વિક્ટોરિયા કાલેજમાં બી.એ. થયા. કાલેજ છાત્રસંઘમાં મંત્રી અને ઉપાધ્યક્ષ તરીકે પણ ચુંટાયેલા. વાદ-વિવાદ પ્રતિયોગિતામાં અટલજી હંમેશા પ્રથમ રહ્યા. ગ્વાલિયરથી અલાહાબાદ તેઓ એક વક્તૃત્વ સ્પર્ધામાં પહોંચ્યા; પરંતુ ટ્રેઇન મોડી પડવાથી સ્પર્ધાને અંતે પહોંચ્યા. સ્પર્ધાના નિર્ણાયકોમાં હરિવંશરાય બચ્ચન પણ હતા. અટલજીને વક્તવ્ય માટે બોલાવ્યા. તેમણે મંત્રમુગ્ધ કરનાર વક્તવ્ય આપી, પ્રથમ પારિતોષિક મેળવ્યું.
અટલજી કાનપુરની ડી.એ.વી. કાલેજમાંથી રાજનીતિશાસ્ત્ર સાથે એમ.એ. પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા; ત્યાર પછી એલ.એલબી.ના અભ્યાસ દરમિયાન જ અટલજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાઈ ગયા.
સ્વાતંત્ર્ય સંગ્રામની 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં અટલજી સક્રિય રહ્યા. 24 દિવસનો જેલવાસ પણ બેઠ્યો. પરંતુ નાની વયના હોવાને લીધે અટલજીને આગરાની બાળકોની બેરેકમાં રાખવામાં આવેલા.
02.jpgરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્ણ સમયના પ્રચારક તરીકે અટલજીએ ભારતમાતાની સેવામાં પૂર્ણ સમર્પિત જીવનની પ્રતિજ્ઞા લીધી... આજીવન પ્રતિજ્ઞાનું પાલન પણ કર્યું. એટલેજ તો પ્રધાનમંત્રી બન્યા પછી, અમેરિકાના પ્રવાસ દરમિયાન; ત્યાંનાં મૂળ ભારતીઓ સમક્ષ અટલજીએ સૂચક ઉદ્ગારો પ્રગટ કરેલા : ‘મૈં ભારત કા પ્રધાનમંત્રી આજ હૂં... લેકિન કલ નહીં રહુંગા. લેકિન મેરા સ્વયંસેવક બને રહને કા અધિકાર જીવનભરકા હૈ... જિસે મુઝસે કોઈ છિન નહીં સકતા!’ 1946માં અટલજી લાડુઓની નગરી સંડીલામાં સંઘના વિસ્તારક તરીકે રહ્યા. ત્યાર પછી અટલજી લખનૌથી પ્રકાશિત ‘રાષ્ટ્રધર્મ’ના પ્રથમ સંપાદક બન્યા. એ જ રીતે ‘પાંચજન્ય’ સાપ્તાહિકનો લખનૌથી પ્રારંભ થયો; તેના સંપાદક તરીકે પણ અટલજીની જ નિયુક્તિ થઈ. આ બંને સામયિકો દ્વારા અટલજીએ એક સંનિષ્ઠ - પ્રભાવી પત્રકાર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી.
1942માં અટલજી દસમા ધોરણમાં અભ્યાસ કરતા હતા. તે વખતે લખનૌમાં કાલીચરણ કાલેજમાં રા.સ્વ.સંઘનો સંઘશિક્ષા વર્ગ હતો. એ વખતે અટલજીએ તેમની સુપ્રસિદ્ધ કાવ્યરચના ‘હિંદુ તન-મન હિંદુ જીવન, રગ-રગ હિંદુ મેરા પરિચય’નું ગાન તત્કાલીન સરસંઘચાલક પ.પૂ. ગુરુજીની ઉપસ્થિતિમાં કર્યું! ઉપસ્થિત સહુ કોઈ આ કાવ્ય-પઠનથી મંત્રમુગ્ધ થઈ ઊઠ્યા! કાવ્ય-પઠન વેળાએ અટલજીના વ્યક્તિત્વની વિશેષ-મુદ્રા, હવામાં હાથ લહેરાવી આંખો પટપટાવતા... ઓજસ્વી વક્તૃત્વ કલાનો પરિચય એ પ્રારંભનાં વર્ષોમાં પણ શ્રોતાવર્ગમાં સંમોહન જગાડતો. આ રીતે અટલજીના કરિશ્માઈ વ્યક્તિત્વ-સંમોહક નેતૃત્વનો પરિચય પ્રારંભથી જ જોવા મળે છે!
1950માં ફરીથી દૈનિક ‘સ્વદેશ’ના સંપાદક બન્યા પછી, લખનૌથી અટલજી દિલ્હી આવ્યા. અહીં ‘વીર અર્જુન’ના સંપાદક પણ બન્યા. આ વર્ષોની તેમની તેજસ્વી - સંતુલિત કલમથી, તેઓ પત્રકારિતા જગતમાં અને સાર્વજનિક જીવનમાં વિખ્યાત બન્યા.
21 આક્ટોબર, 1951માં ભારતીય જનસંઘની સ્થાપ્ના થઈ. ડા. શ્યામાપ્રસાદ મુખર્જી તેના સ્થાપક અધ્યક્ષ બન્યા. પં. દીનદયાળ ઉપાધ્યાયજી સાથે અટલજી પણ જનસંઘના આદ્ય સંસ્થાપકો પૈકી અગ્રણી રહ્યા. અટલજી ડા. મુખર્જીના અંગત સચિવ પણ બન્યા. આ રીતે અટલજીની ઉજ્જ્વળ રાજનૈતિક કારકીર્દિના પ્રારંભમાં ડા. મુખર્જી અને પં. દીનદયાળજીનું અનન્ય યોગદાન રહ્યું છે.
જ્યારે ડા. મુખર્જીએ તેમના ઐતિહાસિક કાશ્મીર સત્યાગ્રહ માટે પ્રસ્થાન કર્યું ત્યારે; પઠાણકોટથી જમ્મુ જવાના રાવી નદીના પુલ સુધી; અટલજી ડા. મુખર્જીની સાથે જ હતા. પૂર્વયોજના અનુસાર ડા. મુખર્જીએ અટલજીને સત્યાગ્રહમાં તેમની સાથે કાશ્મીર આવવાને બદલે; તેમના કાશ્મીર મિશનનો શેષ ભારતમાં પ્રચાર-પ્રસાર કરવા માટે; અટલજીને દિલ્હી પરત થવાનું સૂચન કરેલું; જે અટલજીએ બખૂબી નિભાવી જાણ્યું...
1953માં સત્યાગ્રહી ડા. મુખર્જીના કાશ્મીર જેલમાં થયેલા રહસ્યમય નિધનથી; સમગ્ર દેશે ઊંડો આઘાત અને આંચકો અનુભવ્યો. ડા. મુખર્જીના નિધન પછી ભારતીય જનસંઘનું દાયિત્વ પં. દીનદયાળજી અને અટલજીના સક્ષમ ખભા પર આવ્યું.
પં. દીનદયાળજી જનસંઘની ‘થિંક ટેંક’ હતા. ‘એકાત્મ માનવવાદ’ જેવા દર્શનથી દીનદયાળજીએ ભારતીય જનસંઘનું સાર્વજનિક જીવનમાં સન્માન્ય સ્થાન પ્રસ્થાપિત કર્યું. અટલજીએ તેમની સંમોહક નેતૃત્વકલાથી અને અપ્રતિમ વક્તૃત્વક્ષમતાથી; ભારતીય જનસંઘની રાષ્ટ્રવાદી વિચારધારાનો પ્રચાર-પ્રસાર આસેતુ હિમાચલ જનમનના હૃદય સુધી અત્યંત પ્રભાવી - યશસ્વી રીતે પહોંચાડ્યો.
1957માં બીજી લોકસભાની ચૂંટણીઓ આવી. એ વખતે ભારતીય જનસંઘ સમક્ષ પ્રભાવી ઉમેદવારો મેળવવાનું કઠિન હતું. પાર્ટીએ અટલજીને એકી સાથે ત્રણ સ્થાનો ઉપર ચૂંટણી લડવાનો આદેશ આપ્યો જેથી જનસંઘના વિચારો પ્રસરી શકે; જેમાં મથુરા, લખનૌ અને બલરામપુરનો સમાવેશ થાય છે. મથુરામાં અટલજીની ડિપોઝિટ પણ ગયેલી - સામે અપક્ષ ઉમેદવાર - ધુરંધર રાજા મહેન્દ્ર પ્રતાપ હતા; જેઓ કોંગ્રેસને હરાવી લોકસભામાં પહોંચેલા. લખનૌમાં ડિપોઝિટ તો બચી શકી; પરંતુ પરાજય થયો. જ્યારે બલરામપુરથી અટલજી સર્વપ્રથમ વાર લોકસભામાં ચૂંટાઈ આવ્યા.
1957માં આ રીતે અટલજીના સંસદ-પ્રવેશથી, ભારતના સંસદીય રાજકીય અધ્યાયમાં; એક સુવર્ણપૃષ્ઠનો ઉમેરો થયો. એ દિવસોમાં વર્તમાનપત્રો - પ્રેસ સંસદીય ચર્ચાના અહેવાલ માટે કેવળ અંગ્રેજીમાં થયેલાં ભાષણોને જ ધ્યાનમાં લેતા.
પરંતુ અટલજીનાં ઉત્તમ સંસદીય વ્યાખ્યાનો અને સંસદીય ચર્ચામાં સ્વસ્થ - સક્ષમ - સંતુલિત ભાગીદારીથી પ્રેસનું, મીડિયા જગતનું ધ્યાન આ તેજસ્વી વક્તા હિન્દીમાં વક્તવ્ય આપ્નાર સાંસદ અટલજી પર કેન્દ્રિત થયું. આ વાત એટલે મહત્ત્વની બની રહી કે, એક પ્રસંગે અટલજીના હિન્દી સંભાષણની ખાસ નોંધ લઈ, તત્કાલીન પ્રધાનમંત્રી પં. નહેરુજીએ; તેમના અંગ્રેજી પ્રત્યુત્તરના અંતે અટલજીને ખાસ ઉદ્દેશીને, કેટલાંક વાક્યો હિન્દીમાં ઉચ્ચારીને અટલજીનું બહુમાન કર્યું. મળતા અહેવાલ પ્રમાણે અટલજીનાં ત્યાર પછીનાં વર્ષોમાં સંસદનાં સંભાષણો અને તેમના સૌમ્ય - તેજસ્વી - સ્વસ્થ - શાલીન વ્યવહારથી પ્રસન્ન-પ્રભાવિત થઈ, સ્વયં પંડિત નહેરુજી બોલી ઊઠેલા કે, અટલજીમાં હું ભાવિ ભારતના યશસ્વી મહાનાયકને ઊભરતા જોઈ રહ્યો છું!
1957થી લઈ 2004 સુધીનું અટલજીનું સુદીર્ઘ સક્રિય સંનિષ્ઠ સંસદીય જીવન; ભારતીય સાર્વજનિક જીવનમાં અપૂર્વ બની રહ્યું... છેલ્લે 2004માં ચૂંટાઈ આવ્યા પછી... અને સત્તા ગુમાવ્યા પછી... અટલજીના સ્વાસ્થ્યના પ્રશ્ર્નો ગંભીર બન્યા... તેથી વીતેલો છેલ્લો દાયકો અટલજીના સાર્વજનિક જીવન ઉપર પર્દારૂપ ઘટના બની રહી; જેનું સમગ્ર દેશવાસીઓને ઊંડું દુ:ખ પણ છે.
1957થી 2004 સુધીનાં 47 વર્ષના... આશરે અર્ધશતાબ્દી સુધીના સુદીર્ઘ કાળખંડના કેનવાસ ઉપર અટલજીનું સંસદીય જીવન એક દંતકથારૂપ બની રહ્યું છે. 1957થી 1998 સુધી વિપક્ષના પ્રભાવી નેતા તરીકે (1996ના 13 દિવસના પ્રધાનમંત્રી પદના સુખદ ઇન્ટરવલને બાદ કરતાં) અટલજીએ સંસદીય ઇતિહાસમાં અમીટ છાપ મૂકી છે.
અટલજી 1977ની જનતા સરકારમાં; તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈની કેબિનેટમાં, વિદેશમંત્રી બન્યા અને ભારતના દ્ષ્ટિસંપ્ન્ન વિદેશમંત્રી તરીકે વિશ્ર્વવિખ્યાત બન્યા.
તો 1998થી 2004 સુધી ભારતવર્ષના પ્રધાનમંત્રી તરીકે આ સંસ્કારી - અજાતશત્રુ - રાજપુરુષે તમામ પક્ષો અને તમામ રાજકીય આગેવાનોનાં સ્નેહ-સન્માન મેળવ્યાં છે.
અટલજી એન.ડી.એ.ના સર્વમાન્ય નેતા તરીકે 1998 અને 1999માં, બે વખત પ્રધાનમંત્રી બન્યા. અટલજી બિનકોંગ્રેસી ગોત્ર-વિશુદ્ધ વિપક્ષમાંથી શાસક - પ્રધાનમંત્રી બનેલા સર્વપ્રથમ રાજપુરુષ છે.
પ્રધાનમંત્રી અટલજીએ સ્વરાજને સુશાસનમાં રૂપાંતરિત કરવાનો મહાપુરુષાર્થ આરંભ્યો. આર્થિક ક્ષેત્રે ઉદારીકરણ, રોજગારવૃદ્ધિ, અર્થતંત્રમાં વૃદ્ધિ અને વિકાસ, સ્વર્ણિમ ચતુર્ભુજ - રાષ્ટ્રીય રાજમાર્ગો - એક્સપ્રેસ હાઈ-વે, ગ્રામીણ સડક યોજના, કાશ્મીર પ્રશ્ર્ને ઇન્સાનિયતને ધોરણે સહુ સાથે સંવાદ... પાકિસ્તાન સાથે મૈત્રીસંબંધો - લાહોર બસયાત્રા, આંતર્રાષ્ટ્રીય સંબંધોમાં ભારતની સમુદાર, સંતુલિત, સુસંવાદી વૈશ્ર્વિક દ્ષ્ટિનો પરિચય આપ્યો.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સર્વપ્રથમ હિન્દીમાં ઉદ્બોધન કરી, ભારતવર્ષનું ગૌરવ સંસ્થાપિત કરી; ભારતની વાણીને વિશ્ર્વમંચ ઉપર સુપ્રતિષ્ઠ કરી! ભારતની વિદેશનીતિ રાષ્ટ્રહિત સાધના સાથે, વૈશ્ર્વિક કક્ષાએ મિત્રવૃદ્ધિનું પણ કાર્ય કરી શકે છે એ સિદ્ધ કર્યું.
અટલજીનાં ચિરસ્મરણીય વક્તવ્યો અને કાવ્યોમાં રહેલી માનવીય સંવેદના, રાષ્ટ્રીય અભીપ્સા, વૈશ્ર્વિક દર્શન અને એક મેધાવી રાજપુરુષની; નવક્ષિતિજોના ઉઘાડની આસ્વાદ્ય ઝંખનાનો સંસ્પર્શ થઈ રહે છે. અટલજી જ્યારે સાર્વજનિક વક્તવ્ય આપતા હોય ત્યારે શ્રોતાઓમાં એવો ભાવ જાગે... કે જાણે આ નેતા આપણા હૃદયની જ વાણી ઉચ્ચારે છે. આ રીતે અટલવાણી એ રાષ્ટ્રવાણી બની રહી ! અટલજીને જાણવા, માણવા, સાંભળવા-જોવા એ એક સૂક્ષ્મતમ અનુભૂતિ, આનંદોર્મિ - ભાવસમાધિનો દિવ્ય આવિર્ભાવ બની રહે છે !
અટલજીનાં ચિરસ્મરણીય વક્તવ્યોનું પુન:સ્મરણ અત્યંત પ્રાસંગિક બની રહેશે.....
આ લખનાર અટલજીને સર્વપ્રથમ નવી દિલ્હીમાં જૂન 1961માં તેમના સાંસદ નિવાસસ્થાને મળવા ગયેલ; તે વખતે અટલજી માત્ર 36 વર્ષના હતા, ત્યારે પણ અટલજીમાં જે આભિજાત્ય, વિનમ્રતા, સૌમ્યતા - શાલીનતા... પ્રસન્નતા... તેજસ્વિતા જોવા મળેલી... આજે પાંચ દાયકાઓ પછી પણ અટલજીની એ પ્રેરક છબી અંતરતમને અજવાળે છે - એ સુમધુર સ્મૃતિ પ્રેરણા-પીયૂષનું કાર્ય આજે પણ કરે છે... અટલજીએ અમદાવાદની સભામાં એક વાર ઉચ્ચારેલું : ‘આપ્ને મેરા સન્માન કિયા... આદર પ્રગટ કિયા... લેકિન મુઝે સન્માન નહીં આપકા સ્નેહ ચાહિયે... આદર  નહીં આપસે આત્મીયતા ચાહિયે! આવા વિરલ - સરલ - સહજ વ્યક્તિત્વ - નેતૃત્વ - કર્તૃત્વના ધની ‘ભારતરત્ન’ અટલજીને તેમના 91મા શુભ જન્મદિને હાર્દિક શુભકામનાઓ... પૂર્ણ સ્નેહ અને હાર્દિક કૃતજ્ઞતાપૂર્વક અટલજીને પ્રસન્નકર સ્મરણાંજલિ...!
04.jpg
- - -
શ્રી અટલ બિહારી વાજપેયી બધા જ અંધારાઓ વચ્ચે રોશનીનું એક કિરણ છે, તેઓ રાજનીતિથી ઉપર ઉઠીને માનવીય મર્યાદાઓને મહત્ત્વ આપે છે. - શ્રી ચંદ્રશેખર (પૂર્વ વડાપ્રધાન)
- - -
શ્રી અટલ બિહારી વાજપેયીના ભાષણમાં માત્ર વાદ-વિવાદ માટે તર્ક નથી હોતો, તેની પાછળ ઠોસ અને ઊંડો વિચાર હોય છે. - શ્રી કે. આર. નારાયણન (પૂર્વ રાષ્ટ્રપતિ)
- - -
અટલ એક વ્યક્તિનું નહિ, રાષ્ટ્રીય વિચારધારાનું નામ છે. ‘તેરા વૈભવ અમર રહે માઁ, હમ દિન ચાર રહે ન રહેં’-માં જ તેઓ જીવનની સાર્થકતા સમજે છે. - રાજમાતા વિજયારાજે સિંધિયા
- - -
‘ભારત કી ભૂમિ કોઈ જમીન કા ટુકડા નહીં હૈ... યહ તો જીતા જાગતા રાષ્ટ્ર-પુરુષ હૈ... હિમાલય મસ્તક હૈ... કશ્મીર કિરીટ હૈ... પંજાબ ઔર બંગાલ જિનકી ભુજાએં હૈ... વિંધ્યા કટિ-મેખલા હૈ... નર્મદા કરધની હૈ... પૂર્વી - ઘાટ ઔર પશ્ર્ચિમી ઘાટ જિનકી જંઘાએં હૈ... કન્યાકુમારી ચરણ હૈ... સાગર નિશદિન ચરણ ધૂલાતા હૈ...  આષાઢ-સાવન કે કાલે...કાલે બાદલ જિનકી કુંતલ કેશ-રાશિ હૈ... યહ વંદન કી ભૂમિ, અભિનંદન કી ભૂમિ, યહ અર્પણ કી ભૂમિ, યહ તર્પણ કી ભૂમિ... યહ ઋષિ-મહર્ષિ - ત્યાગી - તપસ્વી - તીથંકરો કી પાવન ભૂમિ હૈ - યહી તો રાષ્ટ્ર-પુરુષ ગીતા મેં વર્ણિત વિરાટ પુરુષ કા જીતા - જાગતા અવતાર હૈ... યહી હમારી સપ્નોં કી દુનિયા હૈ... જીયેંગે તો ઉસી કે ખાતિર... ઔર અગર મરેંગે તો ભી ઉસી કે હી ખાતિર... યહી રાષ્ટ્ર-ભક્તિ કા મૂલ-મંત્ર હૈ... જિન્હેં લેકર હમ આગે ચલતે રહેંગે...! - અમદાવાદમાં રાયપુર - ઔદિચ્યવાડીની સભામાં 1961
- - -
‘આજ પૂર્ણિમા હૈ... ઔર ગ્રહણ ભી... કોંગ્રેસ કા ચંદ્ર બઢતે-બઢતે પૂર્ણિમા તક પહુંચ ગયા... ઔર રાહુને ઉસે ગ્રસ ભી લિયા.... ભારતીય જનસંઘ દ્વિતીયા કે ચંદ્ર કી ભાંતી - છોટા હોતા હુઆ ભી ટેઢા ઔર તીખા હૈ... ઉસે રાહુ નહીં ગ્રસ સકતા... પૂર્ણિમા કે ચંદ્ર કો અતીત હોતા હૈ... લેકિન ભવિષ્ય નહીં હોતા; દ્વિતીયા કે ચંદ્ર કો ભવિષ્ય હોતા હૈ!’ - ડિસેમ્બર 1963માં ભારતીય જનસંઘનું અખિલ ભારતીય અધિવેશન અમદાવાદના કાંકરિયા ફુટબોલ ગ્રાઉન્ડમાં સંપ્ન્ન થયું. એ પ્રસંગે અટલજીનું કાવ્યમય ઉદ્બોધન
- - -
‘હમ લડાઈ કે મૈદાનમેં કભી નહીં હારે. હમ દિલ્હી કે દરબાર મેં હારે હૈ... હમ યુદ્ધ મેં કભી નહીં હારે... હમ શાંતિ મેં હારે હૈ... હમ સંઘર્ષ મેં કભી નહીં હારે... હમ સંધિ મેં હારે હૈં!’ - 1966માં ’તાશ્કંદ કરાર’ વિરોધમાં અટલજી
- - -
‘‘યહ રાત્રિ જાગરણ રંગ લાયેગા...
રાત કટ જાયેગી, અંધેરા છટ જાયેગા..
સૂરજ નિકલ આયેગા... કમલ ખિલ જાયેગા...’’ (20 જૂન, 1991. અમદાવાદ - કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડમાં  મોડી શરૂ થયેલી ચૂંટણી પ્રચાર સભામાં રાત્રે 2 વાગ્યે).
- - -
અટલ મૂખેથી...
ટૂટ સકતે હૈં મગર હમ ઝૂક નહીં સકતે
કભી થે અકેલે હુએ આજ ઈતને,
નહીં તબ ડરે તો ભલા અબ ડરેંગે?
      વિરોધોં કે સાગર મેં
      ચટ્ટાન હૈં હમ,
      જો ટકરાએંગે
      મૌત અપ્ની મરેંગે
લિયા હાથ મેં ધ્વજ કભી ના ઝુકેગા,
કદમ બ઼ઢ રહા હૈ કભી ના રુકેગા
 - - -
અમેરિકા ક્યા સંસાર ભલે હી હો વિરુદ્ધ
કાશ્મીર પર ભારત કા ધ્વજ નહીં ઝૂકેગા,
એક નહીં, દો નહીં, કરો બીસોં સમઝૌતે
પર સ્વતંત્ર ભારત કા મસ્તક નહીં ઝૂકેગા
 - - -
‘‘હૃદય ચાહિએ, હૃદય ચાહિએ, હૃદય ચાહિયે...
જો બાધાઓં સે રૂક ન સકે -
જો દમન માર સે ઝુક ન સકે...
જો સ્વયં સુલગકર જ્વાલા ભર -ભર...
હૃદય હૃદયમેં આગ લગાતા...
મોહનિશા કા તિમીર જલાતા...
અંગારો સા દહક રહા હો...
રોમ-રોમ મેં ક્રાંતિ મચાતા ધધક રહા હો...
વહ શૌર્ય ચાહિયે... શૌર્ય ચાહિયે...
હૃદય ચાહિયે!
હૃદય ચાહિયે... હૃદય ચાહિયે... હૃદય ચાહિયે!’’
 - - -
ધર્મ કી અનુભૂતિ
વિજ્ઞાન કા અનુસંધાન
એક દિન અવશ્ય હી
રુદ્ધ દ્વાર ખોલેગા
પ્રશ્ર્ન પૂછને કે બજાય
યક્ષ સ્વયં ઉત્તર બોલેગા
 - - -
ગોપાલ-રામ કે નામોં પર કબ મૈંને અત્યાચાર કિએ?
કબ દુનિયા કો હિન્દૂ કરને ઘર-ઘર મેં નરસંહાર કિએ?
      કોઈ બતલાએ કાબુલ મેં જા કર કિતની મસ્જિદ તો઼ડીં?
      ભૂભાગ નહીં, શત-શત માનવ કે હૃદય જીતને કા નિશ્ર્ચય
હિન્દૂ તન-મન, હિન્દુ જીવન, રગ-રગ હિન્દૂ મેરા પરિચય!
 - - -
મેરે પ્રભુ!
મુઝે ઈતની ઊંચાઈ કભી મત દેના
ગૈરોં કો ગલે ન લગા સકું
ઈતની રૂખાઈ
કભી મત દેના
 - - -
આદમી કી પહચાન
ઉસકે ધન યા આસન સે નહીં હોતી
ઉસકે મન સે હોતી હૈ
મન કી ફકીરી પર
કુબેર કી સંપદા ભી હોતી હૈ.
 - - -
હાર નહીં માનુઁગા
રાર નહીં ઠાનુઁગા
કાલ કે કપાલ પર લિખતા-મિટાતા હૂઁ
ગીત નયા ગાતા હૂઁ
 - - -
હર પચીસ દિસમ્બર કો
જીને કી એક નઈ સીઢી ચઢતા હૂઁ
નયે મોડ પર
ઔરોં સે કમ, સ્વયં સે જ્યાદા લડતા હૂઁ
 - - -
છોટે મનસે કોઈ બડા નહીં હોતા
ટૂટે મન સે કોઈ ખડા નહીં હોતા
 - - -
... મન હાર કર, મૈદાન નહીં જીતે જાતે
ન મૈદાન જીતને સે મન હી જીતે જાતે હૈ
 - - -
દાંવ પર સબ કુછ લગા હૈ, રુક નહીં સકતે
ટૂટ સકતે હૈ મગર હમ ઝુક નહીં સકતે
 - - -
પુરખે સોચને કે લિયે આઁખે બંદ કરતે થે
મૈં આઁખે બંદ હોને પર સોચતા હૂઁ
 - - -
મહામના માલવીયજી :
ભારતવર્ષના શ્રેષ્ઠ સંસ્કારપુરુષ...
03.jpgમહાત્મા ગાંધીજી જેમને ‘મોટાભાઈ’ કહી... જેમનું સ્નેહપૂર્વક સન્માન કરતા હતા... એવા પંડિત મદનમોહન માલવીયજીને એન.ડી.એ.-2 - મોદી સરકારે ભારતરત્નથી સન્માનિત કર્યા... એ પં. માલવીયજીના પૂર્વજો મૂળ મધ્યપ્રદેશના માળવા ક્ષેત્રના હતા. તેથી તેઓ ‘માલવીય’ કહેવાયા. તીર્થરાજ પ્રયાગમાં ઈ.સ. 1861 : 25 ડિસેમ્બરે; પંડિત વ્રજનાથના ઘેર પુત્રજન્મ થયો. નામ રાખ્યું : ‘મદનમોહન’ - ન મદ, ન મોહ! વિદ્યા-ધર્મ પ્રવર્ધિની પાઠશાળામાં અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરતાં પહેલાં જ, પિતાશ્રી પાસેથી બાળક મદનમોહને શ્ર્લોક, ગીત અને ભજનો કંઠસ્થ કરેલાં. માત્ર 20 જ વર્ષની ઉંમરે તેઓ પ્રકાંડ વિદ્વાન બની ગયા. એને કારણે મિર્જાપુરના વિખ્યાત સનાતની પંડિત શ્રી નંદરામજીએ તેમની સુકન્યા કુંદનદેવીને, માલવીયજી સાથે પરણાવી.
વિદ્યાર્થીજીવનમાં એક સરકારી શાળામાં - તે વેળાએ અંગ્રેજોનું રાજ હતું તેથી, શાળામાં ખ્રિસ્તી પાદરી વિદ્યાર્થીઓને ધર્મોપદેશની આડમાં હિંદુ ધર્મની મજાક ઉરાડતા હતા. તેની સામે વિદ્યાર્થી મદનમોહન - કે જેઓ સનાતન ધર્મના સંસ્કારોમાં ઊછર્યા હતા; તેમણે હિંદુ ધર્મની શ્રેષ્ઠતાનો પ્રચાર શરૂ કર્યો. કાલેજમાં ગયા પછી માલવીયજીએ નિરીક્ષણ કર્યું કે, મેકોલેની અંગ્રેજી શિક્ષણપ્રણાલીને કારણે, ભારતીય વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિથી વિમુખ થઈ રહ્યા છે. ત્યારથી જ યુવક મદનમોહનના મનમાં એ સંકલ્પ દ્ઢ થયો કે, સનાતન હિંદુ ધર્મ અને હિંદુ સંસ્કૃતિના સંરક્ષણ સંવર્ધન માટે, એક વિશ્ર્વ વિદ્યાલયની હું સ્થાપ્ના કરીશ.
માલવીયજીએ યુવાવસ્થાના સંકલ્પ્ને સાકાર કરવા અથાગ પરિશ્રમ કર્યો અને 4 ફેબ્રુઆરી, 1916માં - વસંત પંચમીના શુભ દિને ભારતવર્ષની આધ્યાત્મિક પાટનગરી વારાણસીમાં ‘કાશી હિંદુ વિશ્ર્વવિદ્યાલય’નો શિલાન્યાસ કર્યો. તે પ્રસંગે બ્રિટિશ વાઇસરાય લાર્ડ હાર્ડિંગે કહ્યું હતું કે, ‘આ વિશ્ર્વવિદ્યાલયની સ્થાપ્નાના વિચાર માત્રથી ભારતીય ઇતિહાસમાં નવા યુગનો પ્રારંભ થઈ રહ્યો છે... તેનાથી ભારતના તમામ હિંદુઓ - વિશેષ કરી વિચારશીલ હિંદુઓના હૃદયમાં આ વિશ્ર્વવિદ્યાલય અંગે તીવ્ર રુચિ ઉત્પ્ન્ન થઈ છે.’
કાશી હિંદુ વિશ્ર્વવિદ્યાલયની સ્થાપ્ના માટે ધનરાશિ એકત્ર કરવા માટે, માલવીયજીએ સ્વયં પોતાની દાનરાશિથી પ્રારંભ કર્યો. તેમનાં ધર્મપત્નીને નેપાળનાં મહારાણીએ જે બહુમૂલ્ય હાર ભેટ આપ્યો હતો; તે સુવર્ણહારનું માલવીયજીએ દાન આપીને, વિશ્ર્વવિદ્યાલય માટે ધનસંચયના શ્રીગણેશ કર્યા!
માલવીયજીએ સામાન્ય નાગરિકો, શ્રીમંતો, રાજા-મહારાજાઓ-નવાબો પાસેથી કુલ મળીને એ જમાનામાં આશરે 2 કરોડ રૂપિયા એકત્ર કર્યા. આમ કરતી વેળાએ માલવીયજીએ માન-અપમાનથી પર-ઉપર ઊઠી; ભારે ધીરજ અને કુનેહથી ધનસંગ્રહની કામગીરી સંપ્ન્ન કરી. આ સંદર્ભમાં એક પ્રસંગ નોંધવા લાયક છે.
માલવીયજી હૈદ્રાબાદના નવાબ પાસે દાન મેળવવા ગયા. નવાબે કાશી હિંદુ વિશ્ર્વવિદ્યાલય માટે દાન આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો. માલવીયજીએ આમ છતાંય પોતાની ઝોળી ફેલાવી, તેમાં કાંઈક મૂકવા આગ્રહ કર્યો. નવાબે ગુસ્સે થઈ, તેમના પગની એક મોજડી ઝોળીમાં ફેંકી. માલવીયજી તો જરા પણ વિચલિત થયા સિવાય, એ મોજડી લઈને ચાલ્યા બજારમાં. ત્યાં તેમણે નવાબની મોજડીની નીલામી શરૂ કરી. નવાબને આની જાણ થતાં... નવાબે પોતાની આબરૂ બચાવવા મોંઘી કિંમત ચૂકવીને, એ મોજડી પાછી મગાવી લીધી!
માલવીયજીએ કાશી હિંદુ વિશ્ર્વ-વિદ્યાલયમાં આધુનિક શિક્ષણના વિષયો ઉપરાંત વેદવિદ્યા, આયુર્વેદ, કૃષિ, શિલ્પ, વાસ્તુ, જ્યોતિષવિદ્યાના શિક્ષણનું  પણ આયોજન કરેલું.
પંડિત મદનમોહન માલવીયજી વ્યવસાયે બાહોશ વકીલ હતા. પરંતુ સ્વાતંત્ર્ય આંદોલનમાં સક્રિય થયા પછી, તેમણે અંગત કમાણી માટે વકીલાત છોડીને, પરાધીન દેશવાસીઓની આઝાદીની તમન્નાના સશક્ત - સક્ષમ વકીલ બનવાનું પસંદ કર્યું.
માલવીયજી કોંગ્રેસના ચાર વખત અધ્યક્ષ પણ બન્યા. કોંગ્રેસ અધિવેશનમાં ‘વંદે માતરમ્’ ગાન પ્રારંભ કરાવવામાં માલવીયજીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. 31 આક્ટોબર, 1928ના રોજ સાયમન કમિશનના વિરોધમાં પ્રદર્શનકારી તરીકે, અંગ્રેજ સરકારની પોલીસની લાઠીઓ ખાવામાં લાહોરમાં લાલા લજપતરાયજી સાથે માલવીયજી પણ હતા! એ જ રીતે 1919માં 13મી એપ્રિલે જલિયાંનવાલા બાગમાં દેશભક્તોની કરપીણ હત્યાઓ કરાઈ; તેના વિરોધમાં માલવીયજી ટ્રેઇનમાં બેસી પંજાબ જવા રવાના થયા. ગાંધીજી અમદાવાદથી નીકળેલા, માલવીયજી દિલ્હીથી નીકળેલા.
રસ્તામાં અંગ્રેજ સરકારે ગાંધીજીને અટકાવીને, ટ્રેનમાંથી ઊતરી જવાનું કહ્યું; તો ગાંધીજી ટ્રેનમાંથી ઊતરી ગયા. પરંતુ જ્યારે અંબાલા સ્ટેશને માલવીયજીને ટ્રેનમાંથી ઊતરવાનું કહેવામાં આવ્યું ત્યારે, માલવીયજીએ તેનો સ્પષ્ટ ઇન્કાર કર્યો; અને કહ્યું હું જલિયાંનવાલા બાગ જઈને જ જંપીશ... આવા દ્ઢનિશ્ર્ચયી હતા માલવીયજી!
પં. માલવીયજી ગાંધીજી સાથે ગોળમેજી પરિષદમાં લંડન ગયેલા. ત્યારે ત્યાંના એક પોલીસ અધિકારીએ, ત્યાંના એક  જાણીતા ખ્રિસ્તી આગેવાનને કહ્યું : ‘પં. મદનમોહન માલવીયજીની આંખોમાં સ્વયં ઈશ્ર્વરની ઝલક જોવા મળે છે.’ બ્રિટિશ પાર્લમેન્ટના મેમ્બર વેજ્વુડે કહ્યું : ‘ભારતીય શિક્ષણજગત માલવીયજીનું કેટલું ઋણી છે? તેનાથી સમગ્ર યુરોપ પરિચિત છે! મેં આજ સુધી બીજું એવું કોઈ વિશ્ર્વવિદ્યાલય જોયું નથી; જે માત્ર એક જ વ્યક્તિનાં દર્શન અને પુરુષાર્થથી સર્જાયું હોય. કાશી વિશ્ર્વવિદ્યાલય આવું અનોખું શિક્ષણધામ છે!’ આવા શ્રેષ્ઠ વિદ્યાપુરુષને કવિન્દ્ર રવિન્દ્રનાથ ટાગોરે ‘મહામના’ કહી સન્માન્યા હતા.
આવા અત્યંત દેશાભિમાની, સ્વરાજકારણી અને પૂર્ણ સમર્પિત સંસ્કારપુરુષ - વિદ્યાપુરુષ - રાજપુરુષ પં. મદનમોહન માલવીયજી તેમના સમુજ્જ્વલ જીવનનાં 84 વર્ષ દસ મહિના અને 17 દિવસ સુધી, માં ભારતીની સંનિષ્ઠ સેવાઓ કરતા રહી... 12 નવેમ્બર, 1946ના રોજ બ્રલીન થયા. એ સાથે જ ભારતીય સ્વાધીનતા સંગ્રામનું એક સુવર્ણપ્રકરણ ઇતિહાસમાં અમર થઈ ગયું! દેશદીપક પં. માલવીયજીને ભારતરત્નથી મરણોત્તર સન્માન કરીને, આપણે સ્વયં ગૌરવાન્વિત થયા છીએ. તેમના આદર્શો અને સ્વાર્પણ, માતૃભૂમિની સેવા અને શિક્ષણ - સંસ્કારજગતના મૂલ્યોના સંરક્ષણ - સંવર્ધનના કાર્યને નવી ઊંચાઈ પર લઈ જઈને જ આપણે એ મહામનાને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકીશું... વારાણસી... તેનું ‘કાશી હિંદુ વિશ્ર્વ વિદ્યાલય’ એ પંડિત માલવીયજીનું હંમેશા જીવંત સ્મારક બની રહેશે!
‘હું તો માલવીયજી મહારાજનો પૂજારી છું. યૌવનકાળથી આજ સુધી એમની દેશભક્તિનો પ્રવાહ અવિચ્છિન્ન છે. હું તેમને સર્વશ્રેષ્ઠ હિંદુ માનું છું. તેઓ આચરણમાં નિયમિત અને વિચારોમાં બહુ ઉદાર છે. તેઓ કોઈનો પણ દ્વેષ કરતા નથી. એમનું હૃદય એટલું તો વિશાળ છે કે, તેમાં શત્રુ પણ સમાઈ શકે છે.’ - મહાત્મા ગાંધી
 - - -
‘આ ખિલાફત નથી.... તેનાથી તો અખિલ આફત ઊભી થશે !’ - પંડિત માલવીયજી
- - -
‘હું દાવાથી કહી શકું તેમ છું કે, વિભિન્ન અભિપ્રાયો અને વિચારો વચ્ચે કેવળ માલવીયજી મહારાજ જ ભારતીય એકતાની મૂર્તિ બનીને ઊભા છે!’ - શ્રીમતી એની બેસંટ (‘હોમરૂલ લીગ’ના પ્રણેતા અને કોંગ્રેસ અધ્યક્ષા)
 - - -
અટલજી અને ગુજરાતનો સ્નેહ સંબંધ
વો ઉપરવાલા સબ દેખ લેગા
05.jpg1993ની વાત છે. ભાજપ્નાં એક રાષ્ટ્રીય સંમેલનમાં વાજપેઈજી ગુજરાત આવેલા. રાષ્ટ્રીય મહામંત્રી, એલ. કે. શર્મા સાથે હું સર્કિટ હાઉસમાં વાજપાઈજીને મળ્યો. ચર્ચા દરમિયાન મે અટલજીને કહ્યું કે, ‘અટલજી! કલ અહમદાબાદસે 80સે ભી જ્યાદા સાંસદ ઔર કેન્દ્રિય પદાધિકારી એક હી પ્લેનમેં સાથ બૈઠકર દિલ્હી જા રહૈ હૈ! સબકા સાથ જાના ઠીક હૈ ક્યા?’ અટલજી થોડીવાર મૌન રહ્યાં અને પછી ઉપર ઈશારો કરતાં કહ્યું, ‘વો બાત તો સહી હૈ! લેકીન, વો હૈ નાં ઉપરવાલા, સબ દેખ લેગા!’ બસ મારે પછી કશું પૂછવાનું ન રહ્યું એ જ મુલાકાતમાં તેમનાં અન્ય એક સ્વભાવનો પણ પરિચય થયો. મે એમને વરસો જૂની વાત યાદ કરાવતાં કહ્યું, ‘1969મેં બ્રાણ સભા, વડોદરા મેં વિદ્યાર્થી કાર્યકર્તા કે નાતે આપકો મિલા થા...’ તરત જ તેમણે એ સભા યાદ કરતાં કહ્યું, ‘વો પ્રણામીજી ક્યા કરતે હૈ!’ હું અચંબિત હતો. 25 વર્ષ પછી ગુજરાતનાં એક કાર્યકર્તા તેમને યાદ હતા. આજ એમની સરળતા હતી અને આજ એમની મહાનતા. - મુકેશ શાહ (તંત્રી-સાધના)
 - - -
..... એક તરફ લોહીલુહાણ અટલજી હતા
અને બીજી તરફ સભામાં રાહ જોતી મેદની..
07.jpg1984નો એક પ્રસંગ યાદ આવે છે. એ વખતે અટલજી ચૂંટણીના પ્રચાર માટે ગુજરાત આવેલા. અમે અનેક જગ્યાએ સાથે મળીને સભાઓ કરતા હતા. એક દિવસ હું અને અટલજી મહેસાણાથી સભા કરીને કારમાં નંદાસણ જઈ રહ્યા હતા. નંદાસણમાં અટલજીના હાથે નૂતન કાર્યાલયનું દીપ-પ્રાગટ્ય હતું.
અમે નંદાસણ પહોંચ્યા. હું એમની સાથે ગાડીની પાછલી સીટમાં બેઠો હતો. અમે અમારી વાતોમાં મશગૂલ હતા અને અચાનક ચારે તરફથી પથ્થરોનો ઘા થયો. અમેં ચોંકી ગયા. વિરોધી તત્ત્વોએ અટલજી પર હુમલો શરૂ કરી દીધો હતો. હુમલામાં ગાડીના કાચ ત્ાૂટી ગયા. અમે બહાર નીકળવાની કોશિશ કરી પણ અચાનક અટલજીના પગમાં એક મોટો પથ્થર આવીને પડ્યો. એ ગંભીર રીતે ઘવાઈ ગયા. અમેં પાછા ગાડીમાં બેસી ગયા અને ડોર બંધ કરી દીધાં. અસામાજિક તત્ત્વોએ ગાડીને ચારે તરફથી ઘેરી લીધી હતી. ચારે તરફથી પથ્થરોના પ્રહારો થઈ રહ્યા હતા. ગાડીના કાચ તૂટી ગયા. અટલજી કણસતા હતા. મેં ગાડીના કાચ તરફ તકીયો ધરી દીધો. એટલી વારમાં કાર્યકર્તાઓ આવી ગયા અને વિરોધીઓ નાસી ગયા.
અટલજીની હાલત ખૂબ ગંભીર હતી. એ ઊભા પણ નહોતા થઈ શકતા. મેં તરત જ ગાડી હાસ્પિટલ લેવાની સૂચના આપી. એમણે મને અટકાવ્યો, ‘અરે ભાઈ, હમારી અગલી સભા કલોલ મેેં હૈ ઉસકા ક્યા હોગા? પહેલે ગાડી વહાં લે લો...’
એકતરફ લોહીલુહાણ અટલજી હતા અને બીજીતરફ સભામાં રાહ જોતી મેદની.
મેં કહ્યુ, ‘સભાએં તો હોતી રહેગી.’
‘નહીં, સભા હમારે લીયે કોઈ આમ બાત નહીં હૈ. જનતા બડી દેરસે હમારા ઇંતજાર કર રહી હોગી. પહેલે ગાડી વહાં લે લો. અમારા અતિશય આગ્રહ છતાં અટલજીએ ગાડી કલોલ તરફ લેવરાવી. એ ગાડીમાંથી ઊતરી શકે તેમ નહોતા તો એમણે ગાડી પાસે માઈક મંગાવી લોહીલુહાણ હાલતમાં પણ પ્રવચન કર્યું. આ એમની ખાસિયત હતી. એમના મતે એક એક માણસની કિંમત હતી. એક એક માણસના સમયની એમને પરવા હતી. એક એક માણસ એમને મન રત્ન સમાન હતો. આજે આવા ભારતના ખરા રત્નને ‘ભારતરત્ન’ એનાયત થાય છે એ મારા માટે જ નહીં સમગ્ર દેશ માટે ગૌરવનો વિષય છે. અટલજી આને માટે સંપૂર્ણ લાયક મહાનુભાવ છે. જો વહેલો અપાયો હોત તો વધારે આનંદ થાત. પણ એનાથી પણ વધારે આનંદ એ વાતનો છે કે એમને ભારતરત્ન મળ્યો. - ડા. એ. કે. પટેલ (પૂર્વસાંસદ) નોંધ :- જ્યારે લોકસભામાં આખા દેશમાં ભાજપાની બે જ સીટો પર ભાજપ્ની જીત થઈ હતી ત્યારે ડા. એ. કે પટેલ, મહેસાણા - ગુજરાતમાંથી જીત્યા હતા.)
- - -
અને અટલજીએ કહ્યું મારા માથા પર બેસી જા...
06.jpgઅટલજી નામ પ્રમાણે હંમેશાં ‘અટલ’ રહેતા. મને યાદ છે અટલજીનો જ્યારે જ્યારે ગુજરાતમાં પ્રવાસ ગોઠવાય ત્યારે ઉ. ગુજરાતના પ્રબંધક તરીકે કાયમ તેમની સાથે રહેવાનો મોકો મને મળતો. 1991ની લોકસભાની ચૂંટણી દરમિયાન અમારે વડનગર એક સભામાં જવાનું હતું અને અટલજીની તબિયત બગડી. તેમને પેટમાં અને માથામાં ભયંકર દુ:ખાવો થયો. તેઓ ગાડીમાં માથે કપડું બાંધીને બેસી ગયા. અટલજીની સ્થિતિ જોઈ મેં તેમને કહ્યું કે, ‘જો વધારે તબિયત ખરાબ હોય તો આપણે સભા રદ્દ કરીએ.’ ત્યારે તેમણે તરત કહ્યું હતું કે ‘સભા રદ્દ નહિ હો સકતી, એક બાર બોલ દિયા સો બોલ દિયા... જી જાન લગા દેંગે...’ સભા પૂર્ણ થાય એટલે ગાડીમાં બેસી અટલજી માથે રૂમાલ બાંધી દેતા. એકવાર તો તેમણે ગાડીમાં મને કહ્યું કે, માથુ ખૂબ દુ:ખે છે મારા માથા પર બેસી જા. હું સંકોચમાં પડી ગયો... મેં એમનું માથુ દાબી આપ્યું ! તે દિવસે અમે વડનગર, પાટણ અને સિદ્ધપુરમાં એમ ત્રણ સભામાં હાજરી આપી હતી. અટલજીને ખૂબ ઓછુ મળવાનું થયું છતા નાનો ભાઈ હોય તેવો વ્યવહાર મારી સાથે તેમનો રહ્યો છે. તેમના સ્વભાવમાં મૃદુતા હતી. તેમને ગુસ્સે થતા મેં ક્યારેય જોયા નથી. એક મોટા રાષ્ટ્રીય નેતા હોવા છતા પક્ષના કાર્યકર્તાઓ સાથેનો તેમનો વ્યવહાર સાવ સરળ અને સહજ હતો. - જયંતિભાઈ બારોટ (ચેરમેન - ગુજરાત પછાતવર્ગ વિકાસ નિગમ તથા સહ કન્વીનર - ઓલ ઇન્ડિયા સિનિયર સીટીઝન સેલ)
- - -
‘સાધના’ના ‘દળદાર વિશેષાંક’નું અટલજીના હસ્તે વિમોચન થયું
08.jpg‘‘સાધના સાપ્તાહિક - રજતજયંતી સમારોહ’’ ઉજવણીના આ મહાન અવસરે 25 વર્ષની વિચારધારાને વિશેષ વાચા આપતો એક ‘બૃહદ દળદાર વિશેષાંક’ પ્રસિદ્ધ કરવામાં આવ્યો. સર્વે કાર્યક્રમોના શિરમોર કાર્યક્રમરૂપે 18 આક્ટોબર, 1981ના શુભ દિને શેઠ મંગળદાસ ટાઉનહાલમાં એક વિશાળ સમારંભનું આયોજન થયેલું, જેમાં મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ અધ્યક્ષસ્થાને હતા અને દેશના ભાવિ વડાપ્રધાન મા. શ્રી અટલબિહારી વાજપેઈ વિશેષાંકના વિમોચનકર્તા હતા. તેમના શુભહસ્તે સ્મરણિકાનું વિમોચન થતાંની સાથે જ ટાઉનહાલ તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યો હતો.
‘સાધના’ની 25 વર્ષની ‘સાધના’ને બિરદાવતાં મા. અટલજીએ કહ્યું, ‘‘હમેં અતીત સે પ્રેરણા લેની હૈ, વર્તમાન કી ચુનૌતીઓં કો સ્વીકાર કરના હૈ, ઔર ઉજ્જ્વલ ભવિષ્ય કા નિર્માણ કરકે દિખાના હૈ, ઇસકે લિયે ‘સાધના’ કી આવશ્યકતા હૈ. જીવન મેં સાધના કી, પત્રકારિતા મેં સાધના મેં સાધના કી.’’ - સ્વ. રમણભાઈ શાહ (‘સાધના’ના પૂર્વપ્રમુખ ટ્રસ્ટીના પુસ્તકમાંથી)
- - -
અટલજીના વિજયી ભાષણમાંથી બન્યો ‘‘વિજય ચોક’’
10.jpg1987માં હું અમદાવાદ આવ્યો. અમદાવાદ મ્યુનિસિપલ કાર્પોરેશનમાં ભાજપ્ના મેયર બેસાડવાનું પક્ષના કાર્યકરો દ્વારા નક્કી થયું. હવે માત્ર એક અઠવાડિયું જ ચૂંટણીને બાકી હતું ને નક્કી કર્યંુ કે અટલજીની એક સભા કરવી પડશે. નાથાકાકાને પૂછીને આગળ વધ્યા અને બાપુનગરમાં એક ભવ્ય સભા કરી. અટલજીએ એ સભામાં વિજય વિશ્ર્વાસપૂર્ણ ભાષણ આપ્યું. એ ભાષણની એવી અસર પડી કે બાપુનગરની આસપાસના બધા જ વાર્ડમાં ભાજપ્ના કાર્પોરેટરો ચૂંટાયા. પક્ષને 64 બેઠકની આશા હતી ને 67 બેઠકો આ ભાષણના કારણે મળી. ભાજપ્નો ભવ્ય વિજય થયો. અમારા મનમાં વિચાર આવ્યો, ‘અટલજીના કારણે આપણો ભવ્ય વિજય થયો છે, તો તેમની યાદગીરી માટે સભાના સ્થળને ‘‘વિજય ચોક’’ નામ આપવું જોઈએ અને આ નિર્ણયની અટલજીને પણ જાણ કરવામાં આવી. માત્ર 3 મહિના પછી અટલજી એ કાર્યક્રમમાં બીજીવાર અમદાવાદના આંગણે પધાર્યા.  તેમનાં દ્વારા જ ‘વિજય ચોક’ની જાહેરાત થઈ. આમ અમદાવાદના બાપુનગરનો ‘વિજયચોક’ અટલજીની યાદગીરી બની રહેશે. - દત્તાજી ચિરંદાસ (પૂર્વ પ્રદેશ  મહામંત્રી-ભાજપ તથા વર્તમાન પ્રદેશ કારોબારી સભ્ય)
- - -
અટલજીની ગાડી બગડી અને...
09.jpgઅટલજી જેવું સરળ અને સુવિધા વિહિન જીવન જીવનારા ખૂબ ઓછા લોકો હશે. એક વાર અમદાવાદની એક સભા પૂર્ણ થયા બાદ કાર્યકર્તાઓ અટલજીને વિશ્રામગૃહ લઈ ગયા. આથી અટલજીને એ ગમ્યું નહિ. તેમણે તરત કહ્યું, અહીં કેમ લાવ્યા? અહીં નહીં મને દર્શન સોસાયટી લઈ જાવ... અમદાવાદના સ્ટેડિયમ રોડ પર આવેલી આ સોસાયટીમાં અમારું મકાન હતું. આથી કાર્યકર્તાઓ અટલજીને અમારા આ મકાને લઈ લાવ્યા. રાત્રે તેમને ઘરે મૂકીને અમે ચાર-પાંચ કાર્યકર્તાઓએ વિચાર્યુ કે અહીંનો અંબાલાલનો આઇસક્રીમ ખૂબ વખણાય છે. ચાલો ત્યાં જઈને આઇસક્રીમ ખાતા આવીએ અને અટલજી માટે લેતા આવીએ. અટલજીને આ વાતની જાણ થઈ તો તેમણે અમને રોક્યા અને કહ્યું અહીં લાવવાની જરૂર નથી. ચાલો હું પણ ત્યાં આઇસક્રીમ ખાવા તમારી સાથે આવું છું. રાત્રે ચાલીને તે દિવસે અટલજી અમારી સાથે આઇસક્રીમ ખાવા આવ્યા હતા.
બીજો એક કિસ્સો જુવો. 1972-73ની વાત છે. દહેગામ એક સભા સંબોધી તેઓ અમદાવાદ આવી રહ્યા હતા રસ્તામાં તેમની એમ્બેસેડર ગાડી ખરાબ થઈ ગઈ. આ સભામાં હાજરી આપી હું અને બીજા પાંચ કાર્યકર્તાઓ મારી ફિયાટ ગાડીમાં અમદાવાદ જઈ રહ્યાં હતા. રસ્તામાં અટલજીને જોયા. અમે ગાડી ઊભી રાખી. ગાડીમાં જગ્યા ન હતી માટે એક કાર્યકર્તાએ ત્યાં ઉતરી જવાની તૈયારી બતાવી ત્યારે અટલજીએ તેમને રોક્યા અને કહ્યું કે કિસી કો યહાં ઠહેરની કી જરૂરત નહિ હૈ. સુવિધાઓ કે સાથ વ્યક્તિ અચ્છા કામ નહિ કર સકતા. ચલિયે સાથ મે આગે બઢતે હે... પછી જરા પણ સંકોચ વિના અમદાવાદ આવ્યા. આવી હતી તેમની સરળતા. - બંસીભાઈ પટેલ (જનસંઘ વખતના પાયાના કાર્યકર્તા)
- - -
થોડી જ વારમાં અમારો સંકોચ દૂર થઈ ગયો...
11.jpgએક વાર અટલજી અમદાવાદના અતિથિગૃહમાં રોકાયા હતા. તેમને નાસ્તો પહોંચાડવાની જવાબદારી મને સોંપવામાં આવી. મેં ઘરે વાત કરી, અટલજી માટે નાસ્તો બનાવવાનો છે. પત્ની અને પુત્રવધુ ખૂબ ખુશ થઈ ગયા. આટલા મોટા નેતા માટે અમારે નાસ્તો બનાવવાનો છે? આ ભાવ સાથે નાસ્તો બનાવી હું અને મારો પરિવાર અટલજીને મળવા ગયા. અમે અટલજીને મળ્યા ત્યાં સુધી અમારા મનમાં થોડો સંકોચ પણ હતો. તેમને કેવું લાગશે? નાસ્તો ભાવશે ને? પણ અટલજીને મળ્યાના થોડાક જ સમયમાં આ સંકોચ પણ અમારા મનમાંથી નીકળી ગયો. તેમની સરળતા, સહજતા, એક બીજામાં ભળી જવાનો ભાવ મારા પરિવારને સ્પર્શી ગયો. અમે એક રાષ્ટ્રીય નેતાને મળવા ગયા હતા, પણ અમે પાછા આવ્યા ત્યારે એ નેતા અમારા માટે પરિવારના એક સભ્ય બની ગયા હતા. આવું સરળ જીવન જીવનારા વ્યક્તિને આજે ભારતરત્ન મળ્યો છે તે આનંદની વાત છે. - જોઈતારામભાઈ પટેલ (પૂર્વ મેયર, અમદાવાદ)

Sadhana

No comments: