GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

NASA ના ગ્લોબ કાર્યક્રમ માટે વડોદરાની વેધશાળાની પસંદગી

વિશ્વની ૧૮ સંસ્થાઓની પસંદગી

ભારતમાં એકમાત્ર ગુરૃદેવ વેધશાળાની પસંદગી


વડોદરાની ગુરૃદેવ વેધશાળા અને ખગોળના વૈશ્વિક શિક્ષણના કાર્યક્રમોનું મૂલ્યાંકન કરશે
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરૃવાર
અમેરિકાની અવકાશી સંશોધન સંસ્થા નાસાના ગ્લોબ કાર્યક્રમ માટે સમગ્ર ભારતની ખગોળ સંસ્થાઓમાંથી એકમાત્ર વડોદરાની ગુરૃદેવ વેધશાળાની પસંદગી કરવામાં આવી છે. ગ્લોબ કાર્યક્રમ હેઠળ હવે ગુરૃદેવ વેધશાળા વૈશ્વિક શિક્ષણ કાર્યક્રમના પાઠયક્રમના નિરીક્ષણ અને રીવ્યૂની કામગીરી બજાવશે.
નાસાના સહયોગથી છેલ્લા એક દાયકાથી અત્રેના કારેલીબાગ સ્થિત ગુરૃદેવ વેધશાળા ખગોળ શિક્ષણના કાર્યક્રમો દ્વારા શહેરના બાળકો અને નાગરિકોને અવકાશી ઘટનાઓ સાથ જોડી રહી છે.
વેધશાળાના કાર્યક્રમોનું સાતત્ય અને તેની સફળતા તથા વિવિધ અવકાશી ઘટનાઓના વૈજ્ઞાાનિક વિશ્લેષણની વેધશાળાની ક્ષમતાના આધારે નાસાએ તેના ગ્લોબ કાર્યક્રમના અમલીકરણ માટે ગુરૃદેવ વેધશાળાની પસંદગી કરી છે. દેશમાંથી પસંદ થયેલી તે એકમાત્ર સંસ્થા છે.
આ અંતર્ગત હવે ગુરૃદેવ વેધશાળા નાસાના ટીચર્સ ગાઇડ પ્રોગ્રામનું ઓબ્ઝર્વેશન કરશે. તેમાં સુધારા-વધારા કરવા કે તેમાં નવા કાર્યક્રમો ઉમેરવા, તૈયાર કરવા સૂચનો કરી શકશે. નવો વૈશ્વિક પાઠયક્રમ તૈયાર કરવામાં વેધશાળા પોતાનો ફાળો આપી શકશે.
ઉલ્લેખનીય છે કે ગ્લોબ કાર્યક્રમ વિશ્વના ખગોળ શિક્ષકો માટેનો કાર્યક્રમ છે. વડોદરાની એક સંસ્થા આ કાર્યક્રમમાં જોડાતાં વડોદરાને હવે ખગોળ શાસ્ત્રની વૈશ્વિક માહિતી પ્રાપ્ત થશે. જેને લાભ અંતે વડોદરાના બાળકોને પણ થશે.

GujaratSamachar

No comments: