સુરત પાલિકા અલથાણ વિસ્તારમાં મહત્તમ પાર્કિંગની સુવિધા
સાથે રૃા.૮.૯૦ કરોડનો સ્વીમીંગ પુલ બનાવશે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરૃવાર
ગુજરાત રાજ્યનો સૌથી પહેલો એલિવેટેડ સ્વીમીંગ પુલ સુરત મહાનગરપાલિકા બનાવવા જઈ રહી છે. સુરતના અલથાણ-ભટાર વિસ્તારમાં મહત્તમ પાર્કિંગની સુવિધા સાથે સ્વીમીંગ પુલ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. પાલિકાની સ્થાયી સમિતિમાં સ્વીમીંગ પુલ માટેનુ ૮.૯૦ કરોડ રૃપિયાનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું હતું.
સુરત પાલિકા દ્વારા અગાઉ પણ એલિવેટેડ સ્વીમીંગ પુલ બનાવવા માટે આયોજન કરવામા આવ્યું હતું. પરંતુ કેટલાક કારણોસર આ સ્વીમીંગ પુલ બનવાવા માટેનું આયોજન પડતું મુકાયું હતું. હાલમાં ફરી એક વખત એલિવટેડ સ્વીમીંગ પુલ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સ્થાયી સમિતિની બેઠકમાં રૃા. ૮.૯૦ કરોડના ખર્ચે એલિવેટેડ સ્વીમીંગ પુલ બનાવવા માટેનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું હતું.
આ અંગે માહિતી આપતાં સ્થાયી અધ્યક્ષ નિરવ શાહે કહ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા એલિવેટેડ સ્વીંમીંગ પુલ બનાવવામાં સુરત પાલિકા પહેલી છે. ઓલમ્પિક સાઈઝના એલિવેટેડ સ્વીમીંગ પુલ માટેનું ટેન્ડર આજે મંજુર કરવામાં આવ્યું છે નજીકના ભવિષ્યમાં સ્વીમીંગ પુલની કામગીરી શરૃ કરવામાં આવશે.
સુરત શઙેરના વર્ટીકલ ડેવલપમેન્ટના કોન્સેપ્ટના વિકાસના નવા ધોરણો અમલ કરવાના હેતુથી અલથાણ-ભટાર વિસ્તારમાં ન્યુ સીટી લાઈટ રોડ નજીક ઓલમ્પિક સાઈઝનો એલિવેટેડ સ્વીમીંગ પુલ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. સ્વીમીંગ પુલ સાથે એમ્પાવરમેન્ટ સેન્ટરની સુવિધા પણ ઉભી કરવામાં આવશે. સ્વીમીંગ પુલના ડેક એરિયા નીચે વધારાની પાર્કિંગ સ્પેશ ઉભી કરવામાં આવશે. જેના કારણે ૭૨ કાર તથા ૨૫૦ ટુ વ્હીલર પાર્કિંગ કરવાની જોગવાઈ થશે.
સ્વીમીંગ પુલ એલિવેટેડ હોવાથી પુલના નીચેના વધારાના ૨૫૫ ચો.મી. વિસ્તારમાં એક્ઝીબેટ તથા ગેધરીંગ એરિયા ડેવલપ કરવામા ંઆવશે. સ્વીમીંગ પુલ સાથે એમ્પાવરમેન્ટ સેન્ટરના પહેલા તબક્કામાં યુથ એક્ટીવીટી ઝોન, જીમ એરિયા, એરોબીક ઝોન, ક્યુરેટર ઓફિસ, એક્સરસાઈઝ રૃમ, શાવરરૃમ, ફર્સ્ટ એઈડ રૃમ તથા યોગા સેન્ટર પણ બનાવવામાં આવશે.
જ્યારે બીજા તબક્કામાં ટેનિસ કોર્ટ, વોલીબોલ કોર્ટ, બાસ્કેટ બોલ કોર્ટ પણ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે.

GujaratSamachar
No comments:
Post a Comment