GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

પ્રધાનમંત્રી મુદ્રા યોજના

 વર્તમાન સ્વપ્નદૃષ્ટા પ્રધાનમંત્રી દ્વારા ભારતના ભાવિને ઉજ્જ્વળ બનાવવા સારુ અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ભારતના યુવાધનને તથા કાર્યરત નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી શરૂ કરાયેલી મુદ્રા બેંકનું પૂરું નામ છે, માઈક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રીફાઈનાન્સ એજન્સી (Mudra). જે પ્રધાન મંત્રી મુદ્રા યોજના અંતર્ગત શરૂ કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૬ના બજેટ સત્ર દરમિયાન સામાન્ય બજેટ રજૂ કરતી વખતે નાણા મંત્રી અરુણ જેટલી એ મુદ્રા બેન્કની અનિવાર્યતા સમજવાતાં કહ્યું હતું કે, 

વિકાસ મારફતે જ સમાવેશી વૃદ્ધિનું નિર્માણ કરી શકાય છે. આ દિશામાં વિશાળ કદની કોર્પોરેટ તથા કારોબારી કંપનીઓ ચાવીરૂપ ભૂમિકા ભજવશે ત્યારે અનૌપચારિક ક્ષેત્રનાં સાહસો ખૂટતી ભૂમિકાને પૂરી કરશે, જેથી એકંદરે મહત્તમ રોજગારીનું સર્જન કરી શકાશે. વ્યક્તિગત માલિકી ધરાવતા આશરે ૫.૭૭ કરોડ લઘુ વેપારી એકમો છે જે લઘુ ઉત્પાદન, ટ્રેડિંગ અથવા સેવાકીય કારોબાર સાથે સંકળાયેલ છે. આ પ્રકારના વેપારી એકમો પાયાની અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અલબત સખત પરિશ્રમ કરી રહેલા ઉદ્યોગ સાહસિકોને ધિરાણની વિધિવત્ વ્યવસ્થામાંથી જો યોગ્ય મદદ ન મળે તો તેમણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માટે હું રૂપિયા ૨૦,૦૦,૦૦૦ કરોડના મૂડીભંડોળ તથા રૂપિયા ૩,૦૦૦ કરોડના ધિરાણની બાંહેધરી આપતા ભંડોળ સાથે માઈક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ રિફાયનાન્સ એજન્સી (મુદ્રા) બેંકની રચના કરવાની દરખાસ્ત કરું છું.
નાણામંત્રી અરુણ જેટલીએ કરેલી આ જાહેરાતને સાકાર કરતાં ૮ એપ્રિલ, ૨૦૧૫ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦ હજાર કરોડ રૂપિયાના કોર્પસ ફંડ સાથે આ યોજનાનું લોન્ચિંગ કર્યું. આ યોજનામાં નાના એકમોને આર્થિક સહાય આપવાની ખાસ યોજના છે. એક અંદાજ મુજબ આપણા દેશમાં ૫.૭૭ કરોડ લઘુ વેપારી એકમો છે, જે અંદાજે ૧૨ કરોડથી વધુ લોકોને રોજગારી આપે છે. એટલે આ એકમોને આર્થિક સુરક્ષા મળી રહે તે જરૂરી છે.

યોજનાની જરૂરિયાત શા માટે

ઔપચારિક બેન્કિંગ પ્રણાલી ભારતના ગ્રામીણ અને દૂરસ્થ ક્ષેત્રોના લોકોની પહોંચની બહાર છે. આ કારણે જ્યારે આવા લોકોએ કોઈ નાના ઉદ્યોગો, વ્યવસાય શ કરવાના હોય છે, ત્યારે તેઓ સ્થાનિક શાહુકારો પાસેથી વ્યાજે નાણાં લે છે અને પછી વ્યાજના વિષચક્રમાં ફસાઈને પોતાના વ્યવસાયની તો ઉન્નતિ નથી જ કરી શકતા, પરંતુ ઊલટાના તેઓ પોતે પણ ગરીબીના ચક્કરમાં સપડાઈ જાય છે. તો બીજી બાજુ આપણા યુવાનોમાં અનેક મહત્ત્વાકાંક્ષાઓ અને કૌશલ્યો રહેલાં છે. પરંતુ નાણાંના અભાવે તેઓ પોતાનાં કૌશલ્યો થકી આવા કોઈ ઉદ્યોગો શ કરતાં ખચકાય છે. આ પરિસ્થિતિનો અસરકારક ઉકેલ આપવા સારુ મુદ્રા બેન્કની શઆત કરવામાં આવી, જેથી નાણાંના અભાવે નાના એકમો આગળ વધતાં ન અટકે.

યોજનાનું સ્વરૂપ

આ યોજનાને મુખ્ય ત્રણ પાસામાં વહેચવામાં આવી છે :

  1. શિશુ જેમાં ૫૦ હજારની લોન મળી શકે છે.
  2. કિશોર જેમાં ૫૦ હજારથી પાંચ લાખ ‚પિયા સુધીની લોન મળી શકે છે.
  3. તરુણ જેમાં પ લાખથી ૧૦ લાખ સુધીની લોન મળી શકે છે.કોઈ પણ ભારતીય નાગરિક જે ઉત્પાદન, પ્રોસેસિંગ, વ્યાપાર, સેવા જેવા વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલ હોય તેને ઉપર વર્ણવેલાં ત્રણ પાસાં અંતર્ગત લોન મળી શકે છે.

મુદ્રા બેંકના ઉદ્દેશ્યો :

  1. સૂક્ષ્મ લોન દ્વારા નાના રોકાણકારો, ઉદ્યોગકારોને સ્થિરતા આપવી.
  2. માઈક્રો ફાઈનાન્સ ઇન્સ્ટિટ્યૂટ્સ અને નાના વેપારીઓ, રીટેલર્સ, સ્વસહાય સમૂહો-વ્યક્તિઓને ઉધાર-લોન આપનારી એજન્સીઓને સહાય‚પ થવું.
  3. તમામ માઈક્રો ફાઈનાન્સ ઇન્સ્ટિટ્યૂટ્સને રજિસ્ટર કરવી તથા પરફોર્મન્સ રેટિંગ (પ્રદર્શન મૂલ્યાંકન)ની પ્રથા શ‚ કરવી, જેથી આવી સંસ્થાઓની કાર્યક્ષમતા સુધરે અને તેમની વચ્ચે સ્વસ્થ સ્પર્ધાની તકો ઊભી થાય, જેનો સીધો લાભ લોન લેનારાઓને થાય.
  4. લોન લેનાર વ્યક્તિઓ, એકમો, સંસ્થાઓને યોગ્ય પદ્ધતિસરનું દિશાનિદશન કરાવવું, જેથી તેઓ વ્યાપારમાં નિષ્ફળતાથી બચી શકે અને ડિફોલ્ટર થતાં અટકે.
  5. માનાંકયુક્ત નિયમન પત્રો તૈયાર કરવાં, જે ભવિષ્યમાં નાના વ્યવસાયો માટે અતિ મહત્ત્વનું પગલું સાબિત થશે.

ભવિષ્યના કાર્યક્રમ

  • મુદ્રા કાર્ડ
  • પોર્ટફોલિયો ક્રેડિટ ગેરંટી
  • ક્રેડિટ એનહાન્સમેન્ટ

મૂલ્યાંકન

અત્યારે આ યોજના અંતર્ગત જમીન, પરિવહન, સામુદાયિક, સામાજિક તથા વ્યક્તિગત સેવાઓ, ખાદ્ય ઉત્પાદન, ટેક્સટાઈલ જેવાં ક્ષેત્રોને જ સમાવવામાં આવ્યાં છે, આગળ જતાં હજુ આમાં બીજાં અનેક નવાં ક્ષેત્રોને સાંકળવામાં આવશે, જેના કારણે નવા ઉદ્યોગોને ખૂબ જ ઊજળી તકો છે. નાના વેપારીઓ, વ્યવસાયકારીઓ આ યોજનાનો લાભ લઈને સફળતાનાં શિખરો સર કરશે.

મુદ્રા યોજના થકી વર્ષ ૨૦૧૫-૧૬માં ૩.૩૨ કરોડ ગરીબ લોકોને લાભ મળ્યો છે. ચાલુ વર્ષમાં અમે આ યોજના માટેનું બજેટ ડબલ કરવાના છીએ. મુદ્રા યોજનાનો લાભ લેનારા લોકોમાં સૌથી વધુ મહિલાઓ, દલિતો અને અલ્પસંખ્યક સમાજના લોકો છે. - અ‚રૂણ જેટલી (નાણામંત્રી, ભારત સરકાર)

સ્ત્રોત: સાધના સાપ્તાહિક

No comments: