સમાજ સુરક્ષા ખાતાની કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓની માહિતી
સમાજ સુરક્ષા ખાતાની પ્રવૃત્તિઓ મુખ્યત્વે સમાજના નબળા વર્ગો જેવા કે અનાથ, નિરાધાર, ગુન્હાવૃત્તિ તરફ વળેલા બાળકો તેમજ યુવાન અને સંજોગોનો ભોગ બનેલ બાળાઓ, શારીરિક-માનસિક ક્ષતિવાળા બાળકો અને પુખ્તવયની વ્યક્તિઓ તથા વૃધ્ધો અને અશક્તો અને ભિક્ષુકોના કલ્યાણ તેમજ પુનઃવસવાટ વિગેરે સાથે સંકળાયેલી છે.
સ્ત્રોત: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ:નિયામક, સમાજ સુરક્ષા ખાતુ ,બ્લોક નં.૧૬ , ડૉ.જીવરાજ મહેતા ભવન ગાંધીનગર.
સમાજ સુરક્ષા ખાતા દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ સંસ્થાકીય તેમજ બિન સંસ્થાકીય માળખાઓ દ્વારા ચલાવવામાં આવે છે. જેમાં સમાજના નબળા વર્ગો તેમજ ખાસ પ્રકારના જરૂરિયાતમંદ વર્ગો જેવા કે અનાથ, નિરાધાર બાળકો, વિકલાંગો, કિન્નરો અને વૃધ્ધોના ક્ષેત્રે દ્રઢ અને સંગીન પ્રયાસોથી રક્ષણ, શિક્ષણ અને તાલીમ દ્વારા પુનઃસ્થાપન માટે વિવિધ રીતે કાર્યરત છે. રાજય સરકાર ધ્વારા નીચે મુજબના જુદા જુદા કાયદાઓના અમલ ધ્વારા ઉપર જણાવેલ ઉદ્દેશો સિધ્ધ કરવાની કામગીરી કરવામાં આવે છે.
સમાજ સુરક્ષા ખાતા દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ સંસ્થાકીય તેમજ બિન સંસ્થાકીય માળખાઓ દ્વારા ચલાવવામાં આવે છે. જેમાં સમાજના નબળા વર્ગો તેમજ ખાસ પ્રકારના જરૂરિયાતમંદ વર્ગો જેવા કે અનાથ, નિરાધાર બાળકો, વિકલાંગો, કિન્નરો અને વૃધ્ધોના ક્ષેત્રે દ્રઢ અને સંગીન પ્રયાસોથી રક્ષણ, શિક્ષણ અને તાલીમ દ્વારા પુનઃસ્થાપન માટે વિવિધ રીતે કાર્યરત છે.
રાજય સરકાર ધ્વારા નીચે મુજબના જુદા જુદા કાયદાઓના અમલ ધ્વારા ઉપર જણાવેલ ઉદ્દેશો સિધ્ધ કરવાની કામગીરી કરવામાં આવે છે.
જુવેનાઇલ જસ્ટીસ એકટ - ૨૦૦૦ (સુધારેલ ૨૦૦૬)
- વિકલાંગ ધારો – ૧૯૯૫
- અનાથાશ્રમ અને અન્ય સખાવતી સંસ્થાઓનો ધારો – ૧૯૬૦
- પ્રોબેશન ઓફ ઓફેન્ડરર્સ એકટ- ૧૯૫૮
- ભિક્ષા પ્રતિબંધક ધારો-૧૯૫૯
- બાળલગન પ્રતિબંધક અધિનિયમ-૧૯૨૯
- નેશનલ ટ્રસ્ટ એકટ-૧૯૯૯
- ધી મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટસ એન્ડ સિનિયર સિટીઝન એકટ-૨૦૦૭
- ભારતીય પુનઃવસન સંસ્થાન ધારો-૧૯૯૨
સમાજ સુરક્ષા ખાતાની તમામ કલ્યાણકારી યોજનાઓ ઉપરોકત ૯(નવ) પ્રકારના કાયદા અન્વયે કાયદાકિય જોગવાઈ મુજબ અમલમાં છે.
વિકલાંગ કલ્યાણ યોજનાઓ
વિકલાંગ વ્યક્તિઓને એસ.ટી. બસમાં મુફત મુસાફરી કરવાની યોજના
એસ.ટી.બસમાં મફત મુસાફરી કરવાની પાત્રતા
- રાજ્ય સરકારશ્રી દ્વારા નક્કી કરાયેલ આવક રૂ. ૨.૫૦ લાખથી ઓછી હોવી
- ૪૦ % કે તેથી વધુ શારીરિક ખોડ-ખાંપણ હોવી જોઈએ.
- દ્રષ્ટિહીન વ્યક્તિને
- ૭૦% કે તેથી ઓછી બુધ્ધિ આાંક ધરાવતી મંદબુધ્ધિવાળી વ્યક્તિ
- ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ હોવો જોઈએ.
વિકલાંગ ઓળખકાર્ડ ઉપરથી મળવાપાત્ર લાભો
- એસ.ટી. બસનો લોકલ એક્સપ્રેસ બસમાં મફત મુસાફરી કરવાનો લાભ મળી શકે છે.
- ૭૫ % કે તેથી વધુ શારીરિક વિકલાંગતા ધરાવતી વ્યક્તિના સાથીદારને ૫૦% રાહત
- દ્રષ્ટિહીન વ્યક્તિના સાથીદારને એસ.ટી.માં ૧૦૦% ની રાહત.
- મંદબુધ્ધિવાળી વ્યક્તિના સાથીદારને ૧૦૦% રાહત આપવામાં આવે છે.
- વિકલાંગ સાધન સહાય, શિષ્યવૃતિ , સંત સુરદાસ યોજના, લોન અને અન્ય સરકારી યોજનાઓના લાભ
ઓળખકાર્ડ આપવાની યોજના
- વિકલાંગ ઓળખકાર્ડ ગુમથયાથી એફીડેવીટ પર ડુપ્લીકેટ કાર્ડ મળી શકે.
- રદ કરવાપાત્ર ઓળખકાર્ડ કચેરીમાં જમા કરાવ્યાથી ડુપ્લીકેટ કાર્ડ કાઢી આપવામાં આવે છે.
વિકલાંગ વ્યક્તિઓને સાધન સહાય આપવાની યોજના:-
વિકલાંગ આર્થિક સાધન સહાય કોને મળે (તેની પાત્રતા)- અરજદારની ઉમર ૫ (પાંચ) વર્ષ થી પO વર્ષ હોવી જોઈએ.
- ૪૦ % કે તેથી વધુ વિકલાંગતા ધરાવતી વ્યક્તિને
- દ્રષ્ટિહીન વ્યક્તિ અને મૂકબધિર વ્યક્તિને
- ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
- વિકલાંગ ઓળખકાર્ડ ધરાવતા હોવા જોઈએ.
- ગ્રામ્ય વિસ્તારના વ્યક્તિની વાર્ષિક આવક રૂ.૪૭/- અને શહેરી વિસ્તારમાં રૂ.૬૮૦૦૦ની આવક ધરાવતા હોવા જોઈએ.
આર્થિક સાધન સહાયમાં શું મળી શકે ?
- વિકલાંગ વ્યક્તિને કૃત્રિમઅવયવ. ઘોડી કે કેલીપર્સ (બુટ). ત્રણ પૈડાવાળી સાયકલ, બે પૈડાવાળી સાયકલ.
- સ્વરોજગારી માટે હાથલારી. સિલાઈ મશીન, મોચી કામના સાધન, ઈલેક્ટ્રીક અને કોમ્પયુટર રીપેરીંગના સાધનો, સાયકલ રીપેરીંગના સાધનો, ભરતગથણ મશીન. એમ્બોઈડરી મશીન.
- શ્રવણક્ષતિ વ્યક્તિ માટે હીયરીંગ એઈડ તથા અન્ય સાધન સહાય.
- દ્રષ્ટિહીન વ્યક્તિ માટે સંગીતના સાધનો, ફોલ્ડીંગ સ્ટીક, બ્રેઈલ કીટ.
- મંદબુધ્ધિ વ્યક્તિ માટે એમ.આર. ચાઈલ્ડ કીટ.
- અરજીપત્રક જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને રજૂ કરવાનું રહેશે.
અરજીપત્રક સાથે સામેલ કરવાના પુરાવા
- ઉમરનો પુરાવો
- વિકલાંગ ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ.
- સક્ષમ અધિકારીનો આવકનો દાખલો
- સ્વરોજગારી માટે અનુભવ કે તાલીમનો દાખલો.
વિકલાંગ વ્યક્તિને તેમની જરૂરિયાત મુજબ સાધન સહાય મેળવવા અરજી કરવા ચાલુ નાણાંકીય વર્ષમાં મંજૂર કરવામાં આવે છે અને સ્વચ્છિક સામાજિક સંસ્થાઓના સૌજન્યથી વિકલાંગ વ્યક્તિને સાધન સહાય આપવામાં આવે છે.
વિકલાંગ વ્યક્તિઓને શિષ્યવૃત્તિ આપવાની યોજના
શિષ્યવૃત્તિ મેળવવાની પાત્રતા
- અભ્યાસ કરતાં વિકલાંગ/વિકલાંગ વિદ્યાર્થીની વિકલાંગતાની ટકાવારી ૪૦% થી ઓછી ન હોવી જોઈએ.
- છેલ્લી પરીક્ષામાં ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણથી ઉત્તીર્ણ હોવા જોઈએ. જે તે અભ્યાસમાં હાજરીની સંતોષકારક નિયમિતતા જરૂરી છે.
- વિકલાંગ વિદ્યાર્થીઓના વાલીની કૌટુંબિક વાર્ષિક આવક રૂ.૫૦.૦૦૦/- થી વધુ ન હોય.
- વિકલાંગ ઓળકાર્ડ ધરાવતાં હોવા જોઈએ.
વિકલાંગ શિષ્યવૃત્તિ કેટલી મળે ?
- ધોરણ ૧ થી ધોરણ ૭ સુધીમાં ભણતાં વિકલાંગ વિદ્યાથીને વાર્ષિક રૂ.૧૦૦૦/-
- ધોરણ ૮ કે તેથી ઉપર અભ્યાસ કરતાં વિકલાંગ વિદ્યાર્થીને વાર્ષિક રૂ.૧,૫૦૦/- કે તેથી વધુ રૂ.૫૦૦૦/- સુધી
- વિકલાંગ શિષ્યવૃત્તિ જે તે પ્રાથમિક શાળા અને તાલુકા અધિકારી દ્વારા મોકલવામાં આવે છે.
વિકલાંગ શિષ્યવૃત્તિના અરજીપત્રક મેળવવા અંગે
- દર વર્ષે શૈક્ષણિક કાર્ય શરૂ થતાં
- અરજીપત્રકો શાળા/કૉલેજ કે શૈક્ષણિક સંસ્થા દ્વારા લખાણ આપવાથી રીન્યુઅલ ફોર્મ કે ફ્રેશ ફોર્મ આપવામાં આવે છે.
- અરજીપત્રકો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાંથી વિના મૂલ્ય મળે 8.
વિકલાંગ શિષ્યવૃત્તિના અરજીપત્રકો સાથે સામેલ કરવાના પુરાવા
- વિકલાંગ વિદ્યાર્થીનું વિકલાંગતા ઓળખકાર્ડ અથવા જે તે સીવીલ હોસ્પિટલ તબીબી બોર્ડનું વિકલાંગતા દર્શાવતું ટકાવારી પ્રમાણપત્ર.
- વાલીની વાર્ષિક આવકનો સક્ષમ અધિકારીનો દાખલો.
- ગતવર્ષના વાર્ષિક પરિણામની પ્રમાણિત નકલ.
- અરજીપત્રકો જે – તે શૈક્ષણિક સંસ્થા દ્વારા સંપૂર્ણ માહિતી સાથે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીને મોકલવાના હોય છે.
- વિદ્યાથી એસ.સી/એસ.ટી/બક્ષીપચ કે સામાન્ય તેમ અલગ અલગ અરજીપત્રકો મોકલવા.
વિકલાંગ શિષ્યવૃત્તિ કયારે મળવાપાત્ર થતી નથી ?
- વિકલાંગ વિદ્યાર્થી શાળા/કૉલેજ કે શૈક્ષણિક સંસ્થામાં અનિયમિત હોય.
- અભ્યાસ છોડી દેવાથી
- વિદ્યાર્થીનું આકસ્મિક મૃત્યુ થવાથી
- રાજ્ય સરકારશ્રીની કે અન્ય જગ્યાએથી શિષ્યવૃત્તિ મેળવતા હોય તો.
- વિકલાંગ શિષ્યવૃત્તિ મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની છે.
ઈન્દિરા ગાંધી નેશનલ ડીસએબીલીટી પેન્શન સ્કીમ અને સંત સુરદાસ યોજના
(તીવ્ર વિકલાંગતા ધરાવતી વ્યક્તિને આર્થિક સહાય આપવા માટેની યોજના)
લાભ કોને મળવાપાત્ર થાય
- અરજદારની ઉમર ૭૯ વર્ષ કરતા ઓછી વયજૂથની હોવી જોઈએ
- ૮૦% કે તેથી વધારે વિકલાંગતા ધરાવતી વ્યક્તિને અથવા જે કૃત્રિમ અંગોથી પણ સ્વતંત્ર રીતે હલન-ચલન કે હરીફરી શકતા નથી. તેવા વિકલાંગોને.
- વિકલાંગ વ્યક્તિઓનું નામ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની યાદીમાં સમાવિષ્ટ હોવું જોઈએ.
- રાજય સરકારશ્રી તરફથી આપવામાં આવતું વિકલાંગ ઓળખકાર્ડ.
લાભ શું મળે ?
- ૦ થી ૬૪ નીચેના વિકલાંગ વ્યક્તિને માસિક રૂ.૪૦૦/-
- ૧૮ થી ૭૯ વર્ષ અને બી.પી.એલ.લાભાર્થીઓને માસિક રૂ.૬૦૦/-
- અરજદારને સહાય પોસ્ટ /બેન્ક ખાતા મારફત ચૂકવવામાં આવે છે.
અરજીપત્રક સાથે સામેલ કરવાની માહિતી (બિડાણ)
- વિકલાંગ ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ.
- ઉમરનો દાખલો.
- વિકલાંગ વ્યક્તિનું નામ ગીરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની યાદીમાં સમાવિષ્ટ હોય તેનો દાખલો (O થી ૧૬ સ્કોર)
- અરજીપત્રક સંપૂર્ણ ભરીને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીમાં રજૂ કરવાનું રહેશે.
સહાય કયારે બંધ થાય
- અરજદારની ઉમર ૭૯ વર્ષની થતાં.
વિકલાંગ વિધવા બહેનોને મકાન સહાય
- વિકલાંગ વિધવા બહેનને મકાન સહાય મેળવવાની પાત્રતા: ૧૮ થી ૬૦ વર્ષ સુધીની ઉમરની વિકલાંગ વિધવા મહિલા
- લાભ શું મળી શકે ? વિકલાંગ વિધવા બહેનોને મકાન બાંધકામ માટે રૂ.૪૭.૨૦૦/- ની સહાય
- લાભ કોને ન મળી શકે ? ભારત સરકાર કે રાજ્ય સરકાર મકાન સહાયની અન્ય યોજનાનો લાભ મળેળ હશે તેને આ યોજના હેઠળ લાભ મળશે નહીં. આ યોજનામાં આવકની કોઈ મર્યાદા નથી.
વિકલાંગ વ્યક્તિના કુટુંબીજનને વીમા સહાય યોજના આપવા બાબત
- લાભ કોને મળી શકે: રૂ.૨.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક મર્યાદા ધરાવતા વિકલાંગ ઓળખકાર્ડ ધરાવનારને
- લાભ શું મળે?
- અકસ્માતના કારણે મૃત્યુ/કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં ૧૦૦% ટકા એટલે કે રૂ.૧ લાખ.
- અકસ્માતને કારમે બે આંખ કે બે અંગ અથવા હાથ પગ ગુમાવવાના કિસ્સામાં ૧OO એટલે કે રૂ.૧ લાખ.
- અકસ્માતને કારણે એક આંક અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦% ટકા એટલે કે રૂ.૧ લાખ.
- અકસ્માતને કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં પ૦% એટલે કે રૂ.૫૦ હજાર.લાભ મેળવવા અરજી કોને કરવી :સ્વલેખિત અરજી જે તે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને.
- મંજૂર કરનાર અધિકારી: વીમા નિયામકશ્રી. વીમા લેખા ભવન. બ્લોક નં.૧૮. ડૉ. જીવરાજ મહેતા ભવન. ગાંધીનગર
વિકલાંગ લગન સહાય યોજના(નવી યોજના)
વિકલાંગ લગન સહાય કોને મળે (પાત્રતા)
- કન્યાની ઉમર ૧૮ વર્ષથી ઉપર અને છોકરાની ઉમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઈએ.
- વિકલાંગ ઓળખ કાર્ડ ધરાવતા હોવા જોઈએ.
સહાયમાં શું મળી શકે?
- રૂ.૨૦,૦૦૦/- આર્થિક સહાય.
- યોજનાનો લાભ તમામ વર્ગની બહેનોને મળવાપાત્ર થાય છે.
- અરજીપત્રક જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાંથી મેળવી, ફોર્મ ભરી રજુ કરવાનું રહેશે.
અરજીપત્રક સાથે સામેલ કરવના પુરાવા(બિડાણ)
- વિકલાંગ ઓળખ કાર્ડ અથવા સિવીલ સર્જનનો વિકલાંગતાના દાખલાની પ્રમાણિત નકલ.
- બન્નેના શાળા છોડયાના પ્રમાણ પત્ર (સ્કૃલ લીવીંગ સર્ટી.)ની પ્રમાણિત નકલ.
- રેશન કાર્ડની પ્રમાણિત નકલ. ૪. બન્નેના સંયુક્ત ફોટા/લગન કંકોત્રી.
- લગન રજીસ્ટ્રાર ઓફ મેરેજીસની ઓફિસમાં નોંધાયેલ નોંધણી પ્રમાણ પત્રની પ્રમાણિત નકલ.
વૃધ્ધ કલ્યાણ (ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન)
પાત્રતાનું ધોરણ:
- ૬૦ વર્ષ કે તેથી વધુ વય ઉમરના પ્રમાણપત્ર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર અધિકૃત
- ગરીબી રેખાની યાદી પર નામ નોંધાયેલ કુટુંબનો સભ્ય . અરજીપત્રક આપવાનું સ્થળઃ સંબધિત જે તે જિલ્લાના સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી.
અરજીપત્રક જોડે જોડવાના દસ્તાવેજો:
- ઉમરનું પ્રમાણપત્ર
- ગરીબી રેખાની યાદી પર નામ હોવાનું પ્રમાણપત્ર . માસિક સહાય: ૬૦ થી વધુ ૭૯ વર્ષ સુધી રૂા.૨૦૦/- કેન્દ્રનાં અને રૂ.૨૦૦/- રાજય સરકારના મળી કુલ રૂ.૪OO/-
- ૮૦ વર્ષથી વધુ વયનાં લાભાર્થીને રૂ.૭૦૦/- જેમાં કેન્દ્રનાં રૂ.૫૦૦/- અને રાજ્ય સરકારના 3.2OO/-
- સહાયની ચુકવણી : મનીઓર્ડર ધ્વારા ચૂકવાય છે. પોસ્ટ અથવા બેંક એકાઉન્ટના વિકલ્પ આપવામાં આવે છે .
લાભ કોને મળે ?
- ૬૦ થી વધુ વય ધરાવનાર વ્યક્તિઓને નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના (રાજય સરકારની યોજના)
લાભ કોને મળી શકે ?
- સ્ત્રી કે પુરુષ ૬૦ વર્ષ કે તે કરતાં વધુ ઉમરના નિરાધાર વૃધ્ધ.
- ર૧ વર્ષનો પુત્ર ન હોય .
- અશકત-વિકલાંગ ૭૫ ટકા થી વધારે અને ૪પ કે તે કરતાં વધુ ઉમર હોવી જોઇ
- પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટીબી જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તેવા વૃધ્ધો પણ અરજી કરી શકશે .
- અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર રુ,૪૭,૦૦૦/-અને શહેરી વિસ્તારના રુ,૬૮,૦૦૦/-થી વધુ ન હોવી જોઇએ .
- ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ હોય તો .
- ૬૦ થી વધુ વય ધરાવનાર દંપતિ/ બંનેને મળે.
શું લાભ મળે ?
- પેન્શન સહાય રુ.૪૦૦/- મની ઓર્ડર ધ્વારા મોકલી આપવામાં આવે છે .
- પોસ્ટ ધ્વારા મનીઓર્ડર અથવા બેંક એકાઉન્ટના વિકલ્પ આપવામાં આવે છે .
અરજી પત્રક કયાંથી મળવાપાત્ર થાય છે ?
- જિલ્લા કલેકટર કચેરી
- મામલતદાર કચેરીથી આ અરજી પત્રક વિનામૂલ્ય મેળવી શકાશે . મંજૂર/નામંજૂર કરવાની સતા મામલતદારને સોંપવામાં આવેલ છે.
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના (રાજય સરકારની યોજના)
લાભ કોને મળી શકે ?
- સ્ત્રી કે પુરુષ ૬૦ વર્ષ કે તે કરતાં વધુ ઉમરના નિરાધાર વૃધ્ધ.
- ર૧ વર્ષનો પુત્ર ન હોય .
- અશકત-વિકલાંગ ૭૫ ટકા થી વધારે અને ૪પ કે તે કરતાં વધુ ઉમર હોવી જોઇએ .
- પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટીબી જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તેવા વૃધ્ધો પણ અરજી કરી શકશે .
- અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર રુ,૪૭,૦૦૦/-અને શહેરી વિસ્તારના રુ,૬૮,૦૦૦/-થી વધુ ન હોવી જોઇએ .
- ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ હોય તો .
- ૬૦ થી વધુ વય ધરાવનાર દંપતિ/ બંનેને મળે.
શું લાભ મળે ?
- પેન્શન સહાય રુ.૪૦૦/- મની ઓર્ડર ધ્વારા મોકલી આપવામાં આવે છે .
- પોસ્ટ ધ્વારા મનીઓર્ડર અથવા બેંક એકાઉન્ટના વિકલ્પ આપવામાં આવે છે .
અરજી પત્રક કયાંથી મળવાપાત્ર થાય છે ?
- જિલ્લા કલેકટર કચેરી
- મામલતદાર કચેરીથી આ અરજી પત્રક વિનામૂલ્ય મેળવી શકાશે .
- મંજૂર/નામંજૂર કરવાની સતા મામલતદારને સોંપવામાં આવેલ છે.
રાષ્ટ્રીય કૌટુંબિક આર્થિક સહાય યોજના (નેશનલ ફેમીલી બેનીફીટ સ્કીમ)
કોને લાભ મળી શકે ?
- સહાયની પાત્રતા માટે ભારત સરકારે નકકી કરેલ ધોરણો મુજબ ગરીબી રેખા
હેઠળ યાદીમાંપીડીત કુટુંબનો સમાવેશ થયેલો હોવો જોઇએ
કુટુંબનો મુખ્ય કમાનાર વ્યકિત(સ્ત્રી કે પુરુષનું) મૃત્યુ થયેલ હોવું જોઇએ .
મૃત્યુ પામનાર પુરુષ કે સ્ત્રીની ઉંમર ૧૮ વર્ષથી વધુ અને ૬0 વર્ષથી ઓછી હોવી જોઇએ .
મૃત્યુ પછીના બે વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે .
લાભ શું મળવાપાત્ર થાય ?
- કુદરતી કે અકસ્માતે મૃત્યુ પામનારના કુટુંબને રૂ.૨૦,૦૦૦/-
- અરજી કયાં કરશો ? શહેરી વિસ્તાર માટે જે તે પ્રાંત કચેરીમાં અરજી કરવાની રહે છે
- ગ્રામ્ય વિસ્તાર માટે આ યોજના હેઠળ તાલુકા મામલતદારશ્રીને અરજી કરવાની રહે છે . આ યોજના હેઠળ રકમ મંજુર કરવાની સત્તા ઉપરોકત અધિકારીશ્રીને હસ્તક રહેશે
- શિશુગ્રહ પ્રવેશ માટે: સંસ્થામાં પ્રવેશ પામેલ પ્રશ્નોવાળીકુંવારી માતા બનેલ મહિલા સાથે પ્રવેશ પામતા બાળકો અનાથ, ત્યજાયેલ અને નિરાધાર બાળકો.
વય મર્યાદા
- ૦ થી ૬ વર્ષની વયના બાળક.
- મળવાપાત્ર સુવિધાઃ આશ્રય, રક્ષણ, સારવાર, પુન:સ્થાપન, સંભાળ.
રાજયમાં સરકારી સંસ્થા
- રાજયમાં ૮ શીશુગ્રહો/કેન્દ્રો- અમદાવાદ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, પાલનપુર,ભરૂચ, ચીખલી (ખંધ) જિ.નવસારી અને ગોધરા.
સ્વચ્છિક સંસ્થાઃ
અમદાવાદ, વઢવાણ (સુરેન્દ્રનગર) રાજકોટ, જામનગર, કચ્છ-ભુજ, નડિયાદ (ખેડા), જુનાગઢ, સુરત.
બાળગ્રહો/વિશિષ્ટ ગ્રહો/ઓબઝર્વેશન હોમ (જુવેનાઇલ જસ્ટીસ એકટ-ર૦૦૬)
સંભાળ અને રક્ષણવાળાઃ
કેવા બાળકોને પ્રવેશ મળે ?
- અનાથ-નિરાધાર , ત્યજાયેલા, ખોવાયેલા, ઘરેથી નાસી ગયેલાં .
- દુરાચારનો ભોગ બનેલ, એઇડસથી પીડિત
- કુદરતી/માનવસર્જિત આફતોનો ભોગ બનેલા
- ભિક્ષાવત્તિ કરતાં .
પ્રવેશ માટેની વયમર્યાદા : ૭ થી ૧૮ વર્ષની વય ધરાવતા બાળકો .
કોના દ્વારા પ્રવેશ મળી શકે ? પોલીસ, સામાજિક કાર્યકર/સંસ્થા અને સ્વચ્છાએ . (બાળ કલ્યાણ સમિતી)
પ્રવેશ આપવા માટે સત્તા અધિકારી: જિલ્લા કક્ષાએ રચાયેલ બાળ કલ્યાણ સમિતિ .
કાયદા ના સંઘર્ષમાં આવેલ બાળકો
કેવા બાળકોને પ્રવેશ મળે ? ભારતીય ફોજદારી ધારા હેઠળની જોગવાઇઓ અનુસાર કાયદાના સંઘર્ષમાં આવતા બાળકોને જુવેનાઇલ જસ્ટીસ એકટ હેઠળ .
વયમર્યાદા: - ૭ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકો
કોના દવારા -જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ દવારા
શું લાભ મળે ? આશ્રય, ભોજન, તબીબી સારવાર, ક્લોધીંગ-બેડીંગ અને રમત-ગમત,
મનોરંજનની સુવિધા સાથે શિક્ષણ, તાલીમ અને પુન:સ્થાપનની સેવાઓ ઉપલબ્ધ કરાવાય .
વધુ માહિતી માટે -
- જે-તે જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવો .
- ટેલીફોન ફ્રી નંબર -૧૦૯૮ થી અમદાવાદ, વડોદરાની ચાઇલ્ડ લાઇન માહિતી અને / સહાય માટે કાર્યરત છે .
- UGS માતા-પિતા યોજના: લાભ કોને મળવાપાત્ર થાય છે ?
પાલક માતા પિતા યોજના
લાભ કોને મળવા પાત્ર થાય છે ?
- ગુજરાતમાં વસતા O થી ૧૮ વર્ષની ઉમરના તમામ બાળકો કે જેના માતા-પિતા હયાત નથી .
યોજના હેઠળ મળવાપાત્ર લાભ:
- અનાથ, બાળકોની સંભાળ રાખતા નજીકના સગાને માસિક રૂ.૧,૦૦૦ -/સહાય પેટે ચુકવવામાં આવે છે . અરજીપત્રક સાથે સામેલ કરવાના પુરાવાઃ
- પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૨૭,૦૦૦ -/ અને શહેરી વિસ્તારમાં રૂ.3 ૬,૦૦૦/- થી વધારે હોવાનો મામલતદારનો દાખલો રજુ કરવાનો રહેશે .
- આંગણવાડી/શાળામાં અભ્યાસ કરતા બાળકોનું આચાર્ય દવારા પ્રમાણપત્ર દર વર્ષે રજુ કરવાનું રહેશે .
લાભ કોને મળે ? અથવા કયારે લાભ મળતો બંધ થાય ?
- બાળક અભ્યાસ બંધ કરે ત્યારે
- રાજય કેન્દ્રની આવી જ કોઇ યોજનાનો લાભ મેળવનાર ને . યોજનાનું અમલીકરણઃ
- પાલક માતા-પિતા યોજનાનું અમલીકરણ જિલ્લા કક્ષાએ જિલ્લાના ચિલ્ડન હોમના અધિક્ષકે કરવાનું રહે છે .
ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેકશન સ્કીમ (ICPS)
ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેકશન સ્કીમ એટલે કે સંકલિત બાળ સુરક્ષાની યોજના જેનો મુખ્ય ધ્યેય બાળકો માટે સુરક્ષિત વાતાવારણ ઉભુ કરવાનો છે . જેમાં બાળકોની સુરક્ષાને લગતી વિવિધ યોજનાઓની એક જ છત્ર નીચે આવરી લેવામાં આવી છે.
લક્ષયજુથ:
સંભાળ અને રક્ષણની જરૂરીયાતવાળા બાળકો . કાયદા સાથે સંઘર્ષમાં હોય તેવા બાળકો એવા બાળકો જેમણે કોઇ ગુનાહિત ગણાય તેવુ કૃત્ય કર્યું છે. કાયદા સાથે સંપર્કમાં હોય તેવા બાળકો એવા બાળકો જેઓ કોઇ અત્યારચારનો ભોગ બનેલ છે અથવા સાક્ષી છે અથવા અન્ય કોઇ સંજોગોના કારણે સાથે સંપર્કમાં છે.
ICPS હેઠળ આવરી લેવામાં આવેલ સેવાઓ. સંભાળ, સપોર્ટ અને પુનઃસ્થાપનીસેવાઓ. ચાઇલ્ડ લાઇન દવારા ઇમર્જન્સી સર્વિસ .
- શહેરી તથા અર્ધ શહેરી વિસ્તારોમાં બાળકો માટેઓપન શેલટરની સુવિધા
- સ્પોન્સરશીપ તથા આફટર કેર જેવી બિન સંસ્થાકીય સંભાળની સેવાઓ.
- જરૂરિયાત મુજબ જનરલ ગ્રાન્ટ-ઇન-એઇડ સેવાઓ કાયદાકીય આનુસાંગિક સેવાઓ.
- ચાઇલ્ડ વેલફેર કમિટી (CWC)
- જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ (JJB)
- સ્પેશ્યલ જુવેનાઇલ પોલીસ યુનિટ (SJPU) અન્ય સેવાઓ.
- કાઉન્સેલીંગ સેવાઓ માટે માનવ સંશોધનનો વિકાસ .
- તાલીમ અને ક્ષમતાવર્ધન
- માહિતી, જ્ઞાનવર્ધન, દસ્તાવેજીકરણ, સંશોધન :
- હિમાયત, લોક શિક્ષણ અને સંચાર વ્યવસ્થા, દેખરેખ તથા મૂલ્યાંકન .
વ્યાંઢળ કિન્નર તૃતીય જાતિના લોકોનું કલ્યાણ વ્યાંઢળ કિન્નર તૃતીય જાતિના લોકો માટેની રાષ્ટ્રીય પેન્શન યોજના (નવી યોજના)
લાભાર્થીઓ માટે પાત્રતાના માપદંડ ૧. અરજદાર ભારત સરકારને સૂચિત કર્યા મુજબના માપદંડ અનુસાર વ્યઢિળ/કિન્નર તૃતીય જાતિના હોવા જોઈએ. ર. વ્યાંઢળ કિન્નર / તૃતીય જાતિની વ્યક્તિની ઉમર ૪૦ થી ૬૦ વર્ષ રહેશે. 3. આ યોજનાનો લાભ તમામ વર્ગના લોકોને મળવાપાત્ર થશે. (બ) સહાયની રકમ : વ્યાંઢળ કિન્નર / તૃતીય જાતિની વ્યક્તિને દર માસે રૂ.૧,૦૦૦/- પેન્શન
સહાય કોણ ચુકવશે કેવી રીતે ચુકવશે ? પેન્શન લાભાર્થીના પોસ્ટ ઓફિસ કે બેન્કની ખાતામાં જમા કરવવામાં આવશે.
યોજનાનું અમલીકરણ :
અરજીપત્રક જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાંથી મેળવી, ફોર્મ ભરી રજુ કરવાનું રહેશે.
વ્યઢળ કિન્નર તૃતીય જાતિના બાળકોના માતા-પિતા માટેની રાષ્ટ્રીય પેન્શન યોજના (નવી યોજના)
(આ) લાભાર્થીઓ માટે પાત્રતાના માપદંડ
- અરજદાર ભારત સરકારને સૂચિત કર્યા મુજબના માપદંડ અનુસાર વ્યઢિળ/કિન્નર / તૃતીય જાતિના હોવા જોઈએ.
- માતા-પિતાએ સોગંદનામું કરીને પ્રમાણિત કરવું પડશે કે તેમને એવું બાળક છે જે જાતિ સંબંધિત સમાજમાં સ્વીકાર્ય એવું વર્તન ધરાવતું નથી (જેનું વર્તન જાતિ બાબતમાં સમાજને અસ્વીકાર્ય હોય એવા પ્રકારનું છે.
- અરજદારની ઉમર ૧૮ વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ.
માતા-પિતાનું મૃત્યુ થાય તેવા કિસ્સામાં સહાયક રૂપ રકમ વાલીને ઉપલબ્ધ કરાશે. જેને માટે સક્ષમ સત્તાતંત્ર પાસેથી વાલીપણા અંગેનું સંબંધિત પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
સહાયની રકમ : તતિય જાતિની બાળકના માતા-પિતાને દર માસે રૂ.૧,૦૦૦/- પેન્શન ચૂકવવાનું રહેશે.
સહાય કોણ ચુકવશે કેવી રીતે ચુકવશે ? પેન્શન લાભાર્થીના પોસ્ટ ઓફિસ કે બેન્કની ખાતામાં જમા કરવવામાં આવશે.
યોજનાનું અમલીકરણ : અરજીપત્રક જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાંથી મેળવી, ફોર્મ ભરી રજુ કરવાનું રહેશે.
વ્યઢળ કિન્નર તૃતીય જાતિના વિધાથીઓ માટેની શિષ્યવૃતિની રાષ્ટ્રીય યોજના(નવી યોજના)
વ્યઢળ કિન્નર તાતીય જાતિના વિધાથીઓ માટે શિષ્યવૃતિ (પ્રેિમેટ્રિક અને પોસ્ટમેટ્રિક)
લાભાર્થીઓ માટે પાત્રતાના માપદંડ
અરજદાર ભારત સરકારને સૂચિત કર્યા મુજબના માપદંડ અનુસાર વ્યઢિળળ
કિન્નર બત્તીય જાતિના હોવા જોઈએ.
ધોરણ ૭ થી ૧૦ (પ્રિ-મેટ્રિક)
ધોરણ ૧૧ થી ૧ર - પોસ્ટ-મેટ્રિક
માતા-પિતાની કુલ આવક મર્યાદા બધા સોતોમાંથી રલ૫૦લ000/- થી વધુ ન
હોવી જોઈએ.
શિષ્યવૃતિનો દર
પ્રી-મેટ્રીકમાં માસિક રૂ.૧૫૦/-(૧૦ માસ માટે) ડે-કેર અને માસિક રૂ.3૫0/-(૧૦
માસ માટે ) હોસ્ટેલર માટે
પોસ્ટ-મેટ્રીકમાં માસિક રૂ.૫૫૦/-(૧૦ માસ માટે) ડે-કેર અને માસિક રૂ.૧, ૨૦૦/-
(૧O માસ માટે ) હોસ્ટેલર માટે ચુકવણીની પદ્ધતિ શિષ્યવૃતિના લાભાર્થીના પોસ્ટ ઓફિસ કે બેન્કની ખાતામાં જમા કરવવામાં આવશે.
યોજનાનું અમલીકરણ :
અરજીપત્રક જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાંથી મેળવી, ફોર્મ ભરી રજુ કરવાનું રહેશે.
No comments:
Post a Comment