GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

જાપાનના સૌથી ધનિક વ્યક્તિ માશાયોશી સોન ભારતમાં 60000 કરોડનુ રોકાણ કરશે

જાપાનના સૌથી ધનિક વ્યક્તિ માશાયોશી સોન ભારતમાં 60000 કરોડનુ રોકાણ કરશે

માશાયોશીની કંપની સોફ્ટબેન્ક સ્નેપડીલના શેર ખરીદે તેવી અટકળો

કોણ છે માશાયોશી અને તેમની કંપની સોફ્ટ બેન્ક વાંચો...




મોદી મુલાકાતની અસર હોય કે પછી ગમે તે કારણ ગણો,જાપાનની ટેલીકોમ અને ઈન્ટરનેટ જાયન્ટ સોફ્ટ બેન્કે ભારતમાં આગામી વર્ષોમાં 10 અબજ ડોલર એટલે કે 60000 કરોડ રુપિયાનુ રોકાણ કરવાનુ નક્કી કર્યુ છે.

સોફ્ટબેન્કના સ્થાપક અને ચેરમેન માશાયોશી સોન આગામી દિવસોમાં ભારતની મુલાકાત લેવાના છે.સોન જાપાનના સૌથી ધનિક વ્યક્તિઓ પૈકીના એક ગણાય છે.તેઓ આ મુલાકાત દરમ્યાન ભારતમાં રોકાણની રુપરેખા નક્કી કરશે.

આ અગાઉ તેમણે ચીનની ઓનલાઈન શોપિંગ સાઈટ અલીબાબામાં બે કરોડ ડોલરનુ રોકાણ કરેલુ છે.હવે તેમની નજર ભારતમાં વધી રહેલા ઈ કોમર્સ બીઝનેસ પર છે.હાલના તબક્કે તેમણે ભારતની ઓનલાઈન શોપીંગ કંપની સ્નેપડીલમાં 650 મીલીયન ડોલરનુ રોકાણ કરવાનુ નક્કી કરેલુ છે.આ ઉપરાંત ભારતની મોબાઈલ કંપનૂી એરટેલ સાથે પણ સોફ્ટબેન્કનની પાર્ટનરશીપ છે.

જાપાનના સૌથી ધનિક વ્યક્તિ સોનની પોતાની વ્યક્તિગત સંપત્તિ 20 અબજ ડોલર જેટલી થવા જાય છે.ચાઈનસ ઈ કોમર્સ કંપનીના શેરમાં તેમનો 34 ટકા હિસ્સો છે.અમેરિકામાં સોને એક મોબાઈલ કંપની ટેક ઓવર કરી દીધી છે.હવે તેઓ ટી મોબાઈલ કરીને બીજી એક કંપની ખરીદવાના પ્રયાસો કરી  રહ્યા છે.

સોફ્ટ બેન્ક સ્નેપડીલના શેરનો 25 ટકા હિસ્સો ખરીદશે તેવી અટકળો થઈ રહી છે.

GujaratSamachar

No comments: