શિક્ષકો અને પ્રોફેસરો પોતાની જવાબદારીઓને નિભાવવામાં બેદરકાર હોય છે એવું માનવામાં આવે છે. સ્કૂલ-કોલેજોમાં પોતાની ઇચ્છા પ્રમાણે આવે અને જતા હોય છે. જોકે આવા બે જવાબદાર પ્રોફેસરોની મુશ્કેલીઓ વધી જશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાત યુનિર્વિસટીએ નવા વર્ષમાં દરેક વિભાગમાં બાયોમેટ્રિક સિસ્ટમ લગાડવાનો નિર્ણય લીધો છે. હાલ પૂરતી આ સિસ્ટમ યુનિર્વિસટીના તમામ વિભાગમાં લગાવવામાં આવશે જે હાલ ફક્ત ક્ષિક્ષકો અને કર્મચારીઓ માટે રહેશે. એટલું જ નહીં આગામી સમયમાં વિદ્યાર્થીઓ માટે પણ ફરજિયાત બનાવવામાં આવશે. આ સિસ્ટમ લાવવા પાછળનો મુખ્ય હેતુ પ્રોફેસરો તેમજ સ્ટાફની હાજરી અંગે સાચો ખ્યાલ આવી શકે તે માટેનો છે.
ગુજરાત યુનિર્વિસટીમાં હાલ વેકેશન પુરૃ થયું છે અને તમામ ભવનો રાબેતા મુજબ શરૃ થવાની તૈયારીમાં છે ત્યારે નવા વર્ષના પ્રારંભે યુનિર્વિસટીમાં તમામ ભવનોમાં બાયોમેટ્રિક સિસ્ટમ લગાવી દેવામાં આવશે. જેનાથી પ્રોફેસરો સમયસર આવે તેમજ રાબેતા મુજબ યુનિ.માં કામ થઇ શકે. અત્યાર સુધી યુનિ.માં પ્રોફેસરોનો આવવા જવાનો સમય રજિસ્ટર કરવામાં આવતો હતો. જે હવે બાયોમેટ્રિક સિસ્ટમ લાગવાથી વધુ સરળ અને આધુનિક બનશે.
યુનિ. સત્તાવાળાઓને ધ્યાનમાં આવ્યું હતું કે, મોટાભાગના શિક્ષકો અને પ્રોફેસરો અનિયમિત આવે છે અને કેટલાંક પ્રોફેસરો તો આવતાં ન હોવા છતાં રજિસ્ટરમાં તેમની સહીઓ થઇ જાય છે. આથી માત્ર શિક્ષક કે પ્રોફેસરો જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ પણ ક્લાસરૃમમાં સમયસર હાજરી આપે તે માટે બાયોમેટ્રીક સિસ્ટમ ગોઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
SandeshNews
No comments:
Post a Comment