GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

ઉત્ક્રાંતિ-બિગ બેંગની થિયરીને સાચી ગણાવતા પોપ ફ્રાન્સિસ

વેટિકનતા.૨૮
હંમેશા વિજ્ઞાાનના વિરોધી રહેલા રોમન કેથલિક સંપ્રદાયના વડામથક વેટિકન ખાતે કેથલિકોના સર્વોચ્ચ ધર્મગુરૃ પોપ ફ્રાન્સિસે મંગળવારે ઘોષણા કરી હતી કે બિગ બેન્ગ અને ઉત્ક્રાંતિની થિયરીઓ વાસ્તવિક છે અને પરમેશ્વર જાદુઇ છડી ધરાવતા જાદુગર નથી. પોપે કરેલી ટિપ્પણીઓ પર નિષ્ણાતોએ જણાવ્યું હતું કે પોપના નિવેદનથી ઉત્પત્તિની માન્યતાઓનો અંત આવી જાય છે.
બિગ બેન્ગ અને ઉત્ક્રાંતિની થિયરીઓ ઉત્પત્તિકર્તાના અસ્તિત્વ સાથે મેળ ખાતી નથી. જ્યારે આપણે બાઇબલમાં ઉત્પત્તિ અંગે વાંચીએ છીએ ત્યારે આપણે પરમેશ્વરને જાદુઇ છડી ધરાવતા એક જાદુગર માની લઇએ છીએ જે તેમના આદેશથી બધું જ કરવા શક્તિમાન છે. પરંતુ તેવું નથી. પોપે જણાવ્યું હતું કે પરમેશ્વરે માનવજાતનું નિર્માણ કર્યું અને પોતે જારી કરેલા આંતરિક કાયદાઓ અનુસાર તેમને વિકસિત થવાની તક આપી હતી જેથી તેઓ સંપુર્ણતાએ પહોંચી શકે.

SandeshNews

No comments: