નોકિયા થઈ ગયો ઈતિહાસ, નોકિયાના ચાહકો માટે છે આ નિરાશાજનક સમાચાર
- રિબ્રાન્ડિંગની પ્રક્રિયા ફ્રાન્સથી આગામી થોડાક દિવસોમાં શરુ થશે
- હવે માર્કેટમાં નહિ જોવા મળે નોકીયાનાં ફોન
જો તમે ‘નોકિયા' ફોન સાથે લગાવ રાખો છો તો તમને થોડીક નિરાશા થઇ શકે છે. ખરેખર, માઇક્રોસોફટ હવે ‘નોકિયા' બ્રાન્ડ નામને ઔપચારિક રીતે ‘માઇક્રોસોફટ લુમિયા'માં બદલવા જઇ રહી છે. રિબ્રાન્ડિંગની પ્રક્રિયા ફ્રાન્સથી આગામી થોડાક દિવસોમાં શરૂ થશે.
માઇક્રોસોફટે પોતાના ફ્રેન્ચ ફેસબુક પર માહિતી આપી છે. તેના હેઠળ ફેસબુક, ટ્વીટર અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ‘નોકિયા' નામને ‘માઇક્રોસોફટ લુમિયા'થી બદલવામાં આવશે. ઘટના સાથે સંબંધિત સૂત્રોના પ્રમાણે બ્રાન્ડનું નામ બદલવાની પ્રક્રિયા સમગ્ર વિશ્વમાં એકસાથે કરવાને બદલે વિભિન્ન દેશોમાં એક પછી એક થશે.
માઇક્રોસોફટે ચાલુ વર્ષે એપ્રિલમાં નોકિયાનો હેન્ડસેટ ડિવિઝન 7.2 અબજ ડોલર એટલે કે લગભગ 432 અબજ રૂપિયામાં ખરીદી લીધો હતો, પરંતુ આટલા મહિના પછી પણ બજારમાં ફિનિશ નોકિયા બ્રાન્ડ જોવા મળી રહી હતી.
GujaratSamachar
No comments:
Post a Comment