હવે આધાર કાર્ડ પર જ મોબાઇલ ફોન સિમ મળી જશે
- ઘણી ખરી કંપની અગાઉથી આ દિશામાં આગળ વધી ચૂકી છે
- ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામના ભાગરૂપે કામગીરી હાથ ધરાઇ
નવી દિલ્હી તા. 28 ઓક્ટોબર 2014
ટૂંક સમયમાં મોબાઇલ ફોનના સિમ ખરીદવા માટે ફક્ત આધાર કાર્ડ જ પૂરતુ હશે. કારણ કે તમારૂ આધાર કાર્ડ તમારા મોબાઇલ ફોન સિમની સાથે જોડાવા જઇ રહ્યું છે. યૂનિક આઇડી કાર્ડ ધારકોને તેમના મોબાઇલ ફોન સિમથી જોડવા માટે કેન્દ્ર સરકાર તરફથી એક નવતર પ્રયત્ન કાર્યરત છે.
જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકાર આ અભિયાન હેઠળ મોબાઇલ ફોન સિમને યૂનિક આઇડેન્ટિફિકેશન નંબર સાથે જોડવા જઇ રહ્યા છે. આ અભિયાન હેઠળ નવા મોબાઇલ સિમ ખરીદનાર વ્યક્તિની દરેક જાણકારીની ચકાસણી યૂઆઇડી નંબરને આધારે કરવામાં આવશે.
ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના સેક્રેટરી આર.એસ.શર્માએ જણાવ્યું હતુ કે વડાપ્રધાને આધાર કાર્ડ આઇડી કાર્ડને ધારકોના મોબાઇલ ફોન સિમથી જોડવાની સૂચના આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ યોજનાને અમલીકરણ કરવા માટે શ્રેષ્ઠ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં આ કામગીરી સફળ થવાની છે.
શર્માએ જણાવ્યું કે આ ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામનો એક ભાગ છે. મોબાઇલ ફોન સિમ આધાર કાર્ડ નંબર સાથે જોડાઇ ગયા બાદ ટ્રાન્જેક્શન અને ઇન્ફર્મેશન વિશે જાણી શકાય છે. ઉલ્લેખનીય છે કે વોડાફોન, એરટેલ, આરકોમ જેવી મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓએ આધાર કાર્ડને મોબાઇલ સિમના વપરાશકર્તાના એડ્રેસ અને વ્યક્તિગત પુરાવા તરીકે લેવાનું શરૂ કરી દીધું છે.

GujaratSamachar
No comments:
Post a Comment