GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

ફેસબુકે લોન્ચ કરી નવી ચેટ રૂમ એપ

- આ એપ માટે તમારી પાસે ફેસબુક એકાઉન્ટ હોવુ જરૂરી નથી

- આ એપ તમને 1990ના ચેટિંગ રૂમની યાદ અપાવી દેશે

નવી દિલ્હી તા. 28 ઓક્ટોબર 2014
સોશિયલ નેવટર્કિંગ સાઇટ ફેસબુકે પોતાના યુઝર્સને દિવાળીને ભેટ આપતા એક નવો ચેટ રૂમ લોન્ચ કર્યો છે. આ 'રૂમ્સ'નામની એક એપ છે, જેમાં તમે પોતાના ઈન્ટરેસ્ટ મુજબનો ચેટ રૂમ પસંદ કરી શકો છો. આ એપની ખાસ વાત એ છે કે આ માટે તમારે પોતાની પર્સનલ માહિતી આપવી પડશે નહીં. આ એક નામ વગરની ચેટ હશે, જેમાં તમે પોતાને મનપસંદ કોઇ પણ નામ વાપરી શકો છો.

ચેટ રૂમનો યૂઝ કરવાના સ્ટેપ
1. 'રૂમ્સ' એપ પર તમારે એક ઇનવાઇટ બનાવી પડશે. તે ચેટ રૂમમાં શેર કરવામાં આવેલી ઇન્ટરેસ્ટના બેસ્ડ પર આધારીત હશે.
2. એક વાર ઇન્વિટેશન એક્સેપ્ટ કર્યા બાદ પછી તમે કોઇને પણ ચેટ કરવા ઇનવાઇટ કરી શકો છો. પરંતુ તેની ઉંમર 18 વર્ષની હોવી જોઇએ.
3. આ એપમાં તમે કોઇ પણ યૂઝર્સ નેમથી ચેટ કરી શકો છો અને સાથે સાથે ફોટો અને વિડીયો શેર કરી શકો છો. આ એપ માટે તમારે તમારા પોતાના વાસ્તવિકા નામનો ઉપયોગ કરવાની જરૂર નથી.
4. કોઇ પણ ચેટમાં દાખલ થયા બાદ તમારે તમારા ફોન કેમેરાથી એક ખાસ કોડ સ્કૈન કરવું પડશે. આ કોડ કોઇ પણ ચેટ રૂમાં કોઇ પણ યૂઝર્સ સાથે શેર કરી શકાય છે.

આ એપ માટે તમારે કોઇ પણ ફેસબુક એકાઉન્ટની જરૂર નથી, જો તમે તમારૂ ડિવાઇસ બદલતા રહેતા હોય તો ફક્ત એક ઇ-મેલ આઇડી દ્વારા તમે રી-લોગઇન થઇ શકો છો. અત્યારે આ એપ અમેરિકા અને બ્રિટનના આઇફોન યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. આ એપને ટૂંક સમયમાં એન્ડ્રોઇડ અને અન્ય દેશોમાં શરૂ કરી દેવામાં આવશે. આ એપ તમને ફરી થી 1990ના ચેટિંગના સમયની યાદ અપાવી દેશો, જ્યાં કેટલાય ચેટ રૂમ હતા.

GujaratSamachar

No comments: