GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

ઇબોલાથી બચવું છે તો સેક્સથી રહો દુર!


જિનીવા, 28 ઓક્ટોબર

ઇબોલાનો વાયરસ એકદમ ખતરનાખ છે તેની અસરમાંથી બહાર આવ્યા પછી પણ દર્દી ઘણા દિવસો સુધી તેના પ્રભાવમાં રહે છે. જાણકારોનું કહેવું છે કે ઇબોલા વાયરસ વીર્યમાં લાંબા સમય સુધી રહે છે. માટે વિશેષજ્ઞ એવી સલાહ આપે છે ઇબોલામાંથી ઉભરી રહેલા દર્દીએ ઓછામાં ઓછા 90 દિવસ સેક્સથી દુર રહેવું જોઇએ. ઇબોલા વાયરસને પહોંચી વડવા માટે વૈજ્ઞાનિકોએ માત્ર 30 મિનિટમાં ઇબોલાની ઓળખાણ કરવાની એક સસ્તી ટેક્નિક તૈયાર કરી લીધી છે. જેને જલ્દીથી ડોક્ટરોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા કરવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે ઇબોલા વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા 10 હજારથી વધારે છે. આ વાયરસના સંક્રમણથી 4,900થી વધારે લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. ઇબોલાથી સૌથી વધારે ત્રણ દેશ પ્રભાવિત છે જેમાં સિયેરા લીયોન, લાઇબેરિયા અને ગિનીની બહાર માત્ર 27 કેસ સામે આવ્યા છે. આજ ત્રણ દેશોમાં આ બીમારીની સૌથી વધારે લોકોનાં મૃત્યુ થયા છે અને આના શિવાય માત્ર 10 લોકોના મોત થયા છે.

WHO દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે લાઇબેરિયામાં સૌથી વધારે 2,705, સિયેરા લિયોનમાં 1,281 અને ગિનીમાં 926 લોકોઆ હ બીમારના કારણે મૃત્યુ પામ્યા છે. હાલમાં ઇબોલાના કારણે મૃત્યુ થયું હોય એવા દેશમાં વધુ એક માલી દેશનો ઉમેરો થયો છે. માલીમાં બે વર્ષની બાળકી ઇબોલાનો શિકાર બની હતી અને જેનું ગયા અઠવાડીયે મૃત્યુ થયું હતું.

No comments: