વલસાડ તિથલરોડ સ્થિત શ્રમજીવી હાઇસ્કૂલના વિધાર્થી પ્રદિપ ચૌધરીએ સૌર ઉર્જાનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાય તેવી કૃતિ બનાવી હતી. સૂર્ય અને પવન ઉર્જાથી ઘરની વીજળી તથા સાયકલ, કાર અને રોબોર્ટ ચાલી શકે જેથી ”ઘરના પૈસા ઘરમાં રહે” તેવી આ કૃતિ વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં તા. ૬ થી ૮ ઓકટોબર દરમિયાન દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે રજુ કરવામાં આવી હતી.
પવનચક્કી, સોલાર પેનલ, ચાર્જીંગ બેટરીનો આ કૃતિમાં ઉપયોગ કરી સોલાર ટેકરની મદદથી સૂર્યની દિશામાં સોલાર પેનલ ઓટોમેટિક ફરી શકે તેવી ટેકનીક અજમાવી બેટરીમાં વધુમાં વધુ ઉર્જા એકત્ર કરવામાં આવે છે.
આ બેટરીમાં સંગ્રહાયેલી ઉર્જા વડે ઘરની તમામ લાઇટો, ઉપરાંત સાયકલ, કાર અને રોબર્ટ ચલાવી શકાય છે. સોલારની કૃતિ બનાવવાનાં માર્ગદર્શક શિક્ષણ ઝીણાભાઇ પટેલના જણાવ્યા મુજબ એક વખત ચાર્જીંગ થયેલી બેટરી વડે ૧ કલાકમાં સાયકલ ૮૦ કિલોમીટરની ઝડપે દોડી શકે છે.
આ કૃતિને રાષ્ટ્રીય કક્ષાએ વિભાગ-૨માં પશ્ચિમ ઝોનમાં પ્રથણ નંબર મળતાં વલસાડ જિલ્લાનું નામ રોશન થયું છે. ૧૮ વર્ષ બાદ ગુજરાત રાજ્યને પ્રથમ નંબર મળતાં શિક્ષકોમાં ખુશીની લાગણી ફરી વળી હતી.
No comments:
Post a Comment