GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

ઓકટોબરમાં ભારતે ત્રણ યુદ્ધો લડવા પડયા છે

શું ભારત અને પાક. વચ્ચે વધુ એક ભડકો થશે?

ઓક્ટોબર, ૧૯૪૭માં પાક. અને ૧૯૬૨માં ચીન સાથે યુદ્ધ થયેલું ૧૯૮૭નાં ઓક્ટોબરમાં ભાર


ઇતિહાસના આયનામાં ભારત માટે ઓકટોબર હંમેશા વોરમંથ રહયો છે
નવી દિલ્હી, તા.૧૦
કાશ્મીરમાં અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાન  સરહદ પરના ભારતીયોને નિશાન બનાવી રહયું છે. તાજેતરમાં કાશ્મીર સરહદેં બનેલી તોપમારાની ઘટનાઓ ૧૯૭૧ના યુદ્ધ પછી પાકિસ્તાનની સૌથી મોટી  ઉશ્કેરણી હોવાથી બંને દેશો વચ્ચે સરહદ પર ભડકો થાય તેવી પરિસ્થિતિ પેદા થઇ છે.
ભારત સરકારે  સરહદ પરના અટકચાળા બંધ નહી કરે તો પાકિસ્તાને તેની ભારે કિંમત ચુકવવી પડશે એવી ચેતવણી ઉચ્ચારતા સંરક્ષણ નિષ્ણાતો માને છે કે પાકિસ્તાન ના સુધરે તો દેશની સુરક્ષા માટે લશ્કરી કાર્યવાહી કરવી પડે એ જ વિકલ્પ બાકી રહેશે. સૌથી નવાઇ લાગે તેવી વાત એ છે કે ભારતને યુદ્ધ અને ઓકટોબર મહિનાને નાતો રહયો છે.
દેશ આઝાદ થયા બાદ ૨૨ ઓકટોબર ૧૯૪૮ના રોજ કબાઇલીઓના વેશમાં પાકિસ્તાની સૈન્યએ પહેલીવાર કાશ્મીર સરહદે ભારત પર આક્રમણ કર્યુ હતું.એ સમયે કાશ્મીરના રાજા હરીસિંહે ભારતે તાત્કાલિક ભારત સાથે જોડાણ કરતા ભારતીય લશ્કરે શ્રીનગરમાં લેન્ડીંગ કરીને હુમલાખોરોને મારી હટાવ્યા હતા. જો કે આંતરરાષ્ટ્રીય દબાણને વશ થઇને યુધ્ધવિરામ થતા નિયંત્રણ રેખાનું સર્જન થયું હતું જે આજે માથાના દુખાવા જેવી સાબીત થઇ છે. યોગાનુંયોગ ભારતના પાડોશી ચીને પણ ૨૦ ઓકટોબર ૧૯૬૨ના રોજ ભારત પર આક્રમણ કરતા બંને વચ્ચે હિમાલયના વિસ્તારોમાં ધમાસાણ યુધ્ધ થયું હતું. જેમાં અનેક પ્રતિકુળતા અને અસુવિધાઓની વચ્ચે ભારતીય સૈન્ય બહાદુરી પૂર્વક લડયું હતું પરંતુ તેનું પરીણામ ચીનના પક્ષે રહયું હતું. ચીને હજારો ચોરસ મીટર જમીન પચાવી પાડેલી જે આજે પણ બંને દેશો વચ્ચે વિવાદાસ્પદ મુદ્વો છે. ૧૯૮૭ માં રાજીવગાંધી સરકારે શ્રીલંકાના ઉગ્રવાદી સંગઠન એલટીટીઇને નાથવા જાફનામાં લશ્કર કાર્યવાહી કરી ત્યારે પણ ઓકટોબર માસ હતો.આમ ઓકટોબર મહિનો ભારત માટે વોર મંથ રહયો છે. હાલમાં ભારત-પાકિસ્તાન સરહદે નાજૂક પરીસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે  બંને દેશો વચ્ચે વધુ એક ભડકાનું નિમિત્ત ઓકટોબર મહિનો તો નહી બને ને તેની ચિંતા સૌને સતાવવા લાગી છે.

No comments: