GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

ક્વેન્ટાસ એરલાઈન્સે સૌથી મોટું વિમાન જગતની સૌથી લાંબી ફ્લાઈટ માટે ઉતાર્યું

ક્વેન્ટાસ એરલાઈન્સે સૌથી મોટું વિમાન જગતની સૌથી લાંબી ફ્લાઈટ માટે ઉતાર્યું

- ક્વેન્ટાસ એરલાઈન્સનું વિમાન ડલાસથી સીડની વચ્ચે ઉડશે

- અમેરિકાથી ઓસ્ટ્રેલિયાના સીડની વચ્ચેનું અંતર ૧૩૮૦૫ km ૧૫ કલાકમાં પુરું કરશે


ક્વેન્ટાસ ઓસ્ટ્રેલિયાની એરલાઈન્સ છે

ઓસ્ટ્રેલિયાથી પ્લેન રવાના થયું ત્યારે ડબલ ડેકર વિમાનમાં કુલ ૪૮૪ મુસાફરો હતાં.


અમદાવાદ, તા.૧૦

ઓસ્ટ્રેલિયાની ક્વેન્ટાસ એરલાઈન્સે જગતનું સૌથી મોટુ વિમાન એરબસ-એ-૩૮૦ દુનિયાના સૌથી લાંબા કમર્શિયલ રૃટ પર શરૃ કર્યુ છે. ક્વેન્ટાસે શરૃ કરેલી ફ્લાઈટ ઓસ્ટ્રેલિયાના શહેર સીડનીથી અમેરિકાના ડલાસ વચ્ચે મુસાફરી કરશે. ૧૩૮૦૫ કિલોમીટરની એ મુસાફરી પુરી કરવામાં વિમાન માત્ર ૧૫ કલાક લેશે. એટલે કે કલાકના સરેરાશ ૯૨૧ કિલોમીટરની ઝડપે ઉડશે. જગતની કેટલીક ફ્લાઈટો આ રૃટ કરતા પણ વધારે અંતર વચ્ચે ઉડે છે, પરંતુ તેમના વિમાનો એરબસ-એ-૩૮૦ નથી. સૌથી લાંબી ફ્લાઈટ અને સૌથી મોટા વિમાનનું કોમ્બિનેશન માત્ર અહીં જ થયુ છે.

કવેન્ટાસ એરલાઈન્સના વિમાનો સીડની-ડલાસ વચ્ચે ચાલે જ છે. પરંતુ એ વિમાનો બ્રિસબેનમાં વિરામ લે છે. આ નોન સ્ટોપ ફ્લાઈટ છે. ચાર એન્જીન વડે ઉડતું એરબસ અત્યારે જગતનું સૌથી મોટુ વિમાન છે. ભારત જેવા ઘણા દેશો પાસે આવડુ મોટું વિમાન ઉતારી શકાય એવા રન-વે ન હોવાથી ભારતમાં દિલ્હી સિવાય ક્યાંય એરબસ ઉતરતાં નથી.

દિલ્હીમાં પણ રન-વે સુધાર્યા પછી થોડા મહિના પહેલા પહેલી વખત એરબસ આવ્યુ હતું. અત્યારે એમિરેટ્સ, સિંગાપોર એરલાઈન્સ, ક્વેન્ટાસ અને લુફથાન્સા એમ ચાર એરલાઈન્સ જ એરબસનો ઉપયોગ કરે છે.

કવેન્ટાસ એરલાઈન્સ જગતની આજે ચાલતી બીજા ક્રમની સૌથી જુની એરલાઈન્સ છે. ૧૯૨૦માં તેની સ્થાપના થયા પછી ૧૯૩૫માં તેના ઈન્ટરનેશનલ ઉડ્ડયનો શરૃ થયા હતાં. જગતના ૪૧ સ્થળોને જોડતી ક્વેન્ટાસ પાસે કુલ ૧૩૩ વિમાનો છે.

No comments: