GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

સુરતમાં આવેલી એશિયાની સૌથી મોટી ઘડિયાળ ટૂંક સમયમાં થશે શરૂ

સુરતના ભેસ્તાનમાં આવેલા નવીનચંદ્ર મફતલાલ ઉદ્યાનમાં એશિયાની સૌથી મોટી બનાવવામાં આવેલી ઘડિયાળ છેલ્લાં પાંચ વર્ષથી બંધ હાલતમાં છે જેને હવે ફરીથી ચાલુ કરવા માટે પાલિકાની સ્થાયી સમિતિએ કવાયત શરુ કરી છે. શુક્રવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં પીપીપી ધોરણે ઘડિયાળ ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

જીહાં લોકોને ભાગ્યે જ એ વાતનો ખ્યાલ હશે કે આટલી મોટી ઘડિયાળ સુરતમાં આવી છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા નવીનચંદ્ર મફતલાલ ઉદ્યાનમાં એશિયાની સૌથી મોટી ઘડિયાળ બનાવવામાં આવી હતી. વર્ષ 2009માં મહાનગરપાલિકાએ ભેસ્તાન ખાતે નવીનચંદ્ર મફતલાલ ઉદ્યાનનું લોકાર્પણ કર્યું હતું. જેની ખાસિયત હતી કે તેમાં 24 મીટરનો વ્યાસ ધરાવતી એશિયાની સૌથી મોટી ઘડિયાળ મૂકવામાં આવી હતી. જોકે તે ઘડિયાળ ગણતરીનાં દિવસો ચાલ્યા બાદ બંધ પડી ગઈ હતી. આ ઘડિયાળ સેટેલાઈટ સાથે જોડાયેલી છે. જોકે તેમાં ટેકનીકલ ક્ષતિ થવાના કરને બંધ થઇ ગઈ હતી. આ બાબતે ઘડિયાળ બનાવનાર ચેન્નઈની કંપનીને તે અંગેની જાણ કરવા છતાં ઘડિયાળ ચાલુ  ન કરતા  છેલ્લા પાંચ વર્ષથી બંધ હાલતમાં હતી. હવે તેને ફરીથી શરુ કરવા માટે પાલિકા દ્વારા તસ્દી લેવામાં આવી છે. ઘડીયાને ફરીથી શરુ કરવા માટે જનભાગીદારીથ એટલે કે પીપીપી ફોર્મેટ અંગે પ્લાનીગ કરાયું છે.

ઘડિયાળને ફરી શરૂ કરવા માટે મોરબીની કંપનીએ મુકી જુદી-જુદી ત્રણ ઓફરો.
1 ઘડિયાળને ચાલુ કરવા માટે 90 દિવસ અને 8.62 લાખથી વધુનો ખર્ચ થવાનો હોવાથી પાલિકાએ કંપનીને ચુકવવો પડશે.
2 ઘડિયાળનાં ડાયલ પર કંપનીનું નામ લખવામાં આવે તો થનાર ખર્ચ પૈકી 3.50 લાખનું વળતર આપવામાં આવશે, જ્યારે 4.60 લાખ મહાનગરપાલિકાએ કંપનીને આપવા પડશે.
3 ઘડિયાળનાં ડાયલ પર કંપનીનું નામ લખવાની સાથે બાજુમાં કંપનીનું હોર્ડિંગ મુકવા દેવામાં આવે તો તમામ ખર્ચ કંપની ભોગવશે. મહાનગરપાલિકાએ એક પણ રૂપિયાનો ખર્ચ કરવો પડશે નહીં.

પાલિકાની સ્થાયી સમિતિએ ઘડિયાળનાં ડાયલ પર કંપનીનું નામ લખવાની સાથે બાજુમાં કંપનીનું હોર્ડિંગ મૂકવા દેવામાં આવે તે ઓફર સ્વીકારી લીધી છે. જેથી હવે તમામ ખર્ચ કંપની ભોગવશે અને મહાનગરપાલિકાએ એક પણ રૂપિયાનો ખર્ચ કરવો પડશે નહીં. જોકે તેના બદલામાં કાયમ માટે કંપનીનું હોર્ડિંગ ઘડિયાળ પાસે મુકાશે. ત્યારે હવે એશિયાની સૌથી મોટી ઘડિયાળ ફરી શરૂ થવાની શકયતાઓ ઊભી થઈ છે પરંતુ હવે આ ઘડિયાળ બંધ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે.
Sandesh News

No comments: