GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

પર્યાવરણની રક્ષા કાજે ૧૭૩૦માં ૩૬૩ લોકો શહીદ થયા હતા

 ખેજડી ગામના લોકોએ વૃક્ષ કાપતા અટકાવવા માટે પ્રયત્ન કર્યા હતો.


- મેઘપુરના રાજાના મહેલનું નિર્માણ કરવા માટે લાકડાની જરૃરિયાત હોવાથી વૃક્ષો કાપવા ગયેલા સૈનિકો સામે ગામ લોકોએ બંડ પોકાર્યું હતું

જંગલ બચાવીને પર્યાવરણનું રક્ષણ કરવા માટે જીવ આપ્યા હોવાના દાખલા પહેલા પણ મળતા હતા.ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં વૃક્ષનો અનોખો મહિમા દર્શાવવામાં આવ્યો છે. ઇતિહાસ તરફ ડોકિયું કરીએ તો ભારતની પ્રજા પર્યાવરણ પ્રેમી રહી છે. દેશમાં પર્યાવરણ બચાવવા માટે વિવિધ આંદોલન થયા છે. ચિપકો આંદોલન વિશે તો ભારત ભર લોકોને જાણકારી છે.  પરંતુ ઇસ ૧૭૩૦માં પર્યાવરણ કાજે  થયેલા લોક આંદોલનમાં ૩૬૩ લોકો શહીદ થયા હતા. રાજસ્થાનમાં આવેલ મેઘપુરના રાજાએ ૧૭૩૦માં નવા મહેલનું નિર્માણ કરવા માટે લાકડાની ખૂબ જરૃરિયાત હતી. તેવા સમયમાં સૈનિકો જોધપુર શહેરથી ૨૬ કિલોમીટર દુર આવેલ ખેજડી ગામ ખાતે વૃક્ષો કાપવા ગયા હતા. આ વિસ્તારમાં બિસ્નોઇ પ્રજા રહેતી હતી. રાજાના સૈનિકોને વૃક્ષો કાપતા અટકાવવા માટે બિસ્નોઇઓ એ બંડ પોકાર્યું હતું અને ૩૬૩ લોકો શહીદ થયા હતા.બિસ્નોઇ પ્રજા પંદરમી સદીથી  પ્રાણીઓ અને વનસ્પતિઓનાં જીવનનું રક્ષણ કરતી હતી.
મેઘપુરના વિસ્તારમાં આવેલ ખેજડી ગામના લોકોએ વૃક્ષ કાપતા અટકાવવા માટે પ્રયત્ન કર્યા હતો. રાજાના સૈનિકો સામે બિસ્નોઇ મહિલા અમૃતાદેવીએ બહાદુરી દર્શાવીને અડગ ઉભી રહી હતી. સૈનિકોને વૃક્ષો પ્રત્યેની આસ્થા અને માણસની જવાબદારી અંગેનું મહત્વ સમજાવ્યું હતું. આ વિસ્તારમાં રહેતા લોકો અને રાજાના સૈનિકો વચ્ચે  વાદ -વિવાદ પણ થયો હતો. વૃક્ષ પ્રેમીઓના પ્રયત્નો નિષ્ફળ ગયા હતા.સિપાઇઓએ વૃક્ષો કાપવાની તૈયારી શરૃ કરી હતી.એવા સમયમાં અમૃતા દેવી અને સાથી લોકો વૃક્ષને વીંટાળાઇ ગયા હતા.સ્થાનિક લોકોએ આગ્રહ કર્યો કે  પહેલાં  અમને કાપો  અને ત્યાર બાદ  વૃક્ષોને  કાપો. બળજબરી પુર્વક સ્થાનિકો લોકોને દુર થવા અંગે  ચેતવણી આપવામાં આવી હતી. સ્થાનિકો લોકો  વૃક્ષને વીંટળાઇ ગયા અને રાજાના માણસોને પડકારવામાં આવ્યા. આમ વસવાટ કરતી બિસ્નોઇ પ્રજા વારાફરતી આગળ આવીને મોત પસંદ કરીને વૃક્ષો અને પ્રકૃતિ પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો. છેવટે રાજા હાંફળા - ફાંફળા  થઇને ત્યાં આવ્યા આ દ્શ્ય જોયું તો તરત જ તેમણે  પોતાના માણસોને આ કૃત્ય કરતા અટકાવી દીધા  પરંતુ  પર્યાવરણની રક્ષા કાજે ૩૬૩ માણસો શહીદ થઇ ગયા  હતા.
 આ ઘટના  વન સંરક્ષણના ઇતિહાસમાં  અમર ગણવામાં આવે છે. તાજેતરમાં ભારત સરકારે અમૃતાદેવી  બિસ્નોઇ વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એવોર્ડ વન્ય જીવોના સંરક્ષણ માટે  જાહેર કર્યો છે. પર્યાવરણ માટે થયેલા કેટલાક આંદોલનથી તો સૌ કોઈ પરિચિત છે. પરંતુ પર્યાવરણની સુરક્ષા માટે થયેલું આ આંદોલન પણ સરાહનિય છે. જેને આજે પણ યાદ કરવું જરૃરી છે.
Gujarat Samachar

No comments: