GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

હવે ભારતના નાગરિકોને અપાશે ઈ પાસપોર્ટ

પાસપોર્ટમાં ઈલેક્ટ્રોનીક ચીપ ફીટ કરાશે,છેડછાડ કરવાનુ અશક્ય બની જશે

2016થી નાગરિકોને નવા પ્રકારના પાસપોર્ટ મળશે




ભારતના વિદેશ મંત્રાયલના પાસપોર્ટ ડીવીઝને હવે ઈ પાસપોર્ટ આપવાનુ નક્કી કર્યુ છે.આ પ્રકારના પાસપોર્ટમાં વિશેષ પ્રકારની ઈલેક્ટ્રોનીક ચીપ લગાવવામાં આવશે.જેના કારણે પાસપોર્ટ સાથે છેડછાડ કરવુ લગભગ અશક્ય બની જશે.

પાસપોર્ટનો દેખાવ લગભગ અગાઉના પાસપોર્ટ જેવો જ રહેશે પરંતુ જે વ્યક્તિનો પાસપોર્ટ હશે તેને લગતી માહિતી અને ડેટા પાસપોર્ટમાં મુકવામાં આવનાર ચીપમાં સમાવી લેવામાં આવશે.

 આ જ ચીપમાં પાસપોર્ટ ધારકની ફીંગર પ્રીન્ટ તેમજ ભારતની ડીજીટલ સીગ્નેચર પણ હશે.પાસપોર્ટ આપવામાં આવશે તે વખતે આ ચીપ સીલ કરી દેવામાં આવશે.જેથી પાસપોર્ટ સાથે છેડછાડ થવાની શક્યતાઓ નહી રહે

દુનિયાના 100 દેશો આ પ્રકારના પાસપોર્ટ પોતાના નાગરિકોને ઈશ્યુ કરી રહ્યા છે ત્યારે ભારતમાં હજી કેટલાક ડીપ્લોમેટીક પાસપોર્ટમાં જ આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.

જોકે સરકારે હવે નાગરિકોને પણ 2016થી આ જ પ્રકારના પાસપોર્ટ ઈશ્યુ કરવાનુ નક્કી કર્યુ છે.

GujaratSamachar

No comments: