સાત વર્ષ બાદ માત્ર ૩૫૨ જગ્યાઓની ભરતી
સીલેબસમાં ફેરફારો મુદ્દે વિરોધ અને વિવાદ વચ્ચે ૧૪૩૬ કેન્દ્રો પર પરીક્ષા
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વહીવટી સેવા વર્ગ -૧ અને સિવિલ સર્વિસીસ વર્ગ -૧ અને ૨ની કુલ ૩૫૨ જગ્યાઓ માટે કરાયેલી ભરતીની જાહેરાત અંતર્ગત રાજ્યભરમાં સંયુક્ત પ્રીલિમનરી પરીક્ષા લેવાઈ રહી છે.આ પરીક્ષા માટે ૪.૧૯ લાખથી વધુ ઉમેદવારો નોંધાયા છે.મહત્વનું છે કે સાત વર્ષ બાદ જીપીએસસીની ભરતી આવી રહી હોઈ અને આ પરીક્ષા માટે જીપીએસસી દ્વારા સીલેબસથી માંડી પરીક્ષાના માળખામા ફેરફારો કરતા તેનો ઉગ્ર વિરોધ અને વિવાદ પણ જોવા મળ્યો છે.
જીપીએસસસી દ્વારા ગત ૧૦મી જુનના રોજ વહવટી સેવા વર્ગ૧ અને ગુજરાત મુલ્કી સેવા(સિવિલ સર્વિસીસ) સેવાની વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામા આવી હતી.૩૦મી જુન સુધી ઓનલાઈન અરજીઓ મંગાવાઈ હતી ,જેમાં ૫ લાખ જેટલાએ ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કર્યા હતા.આ ભરતી અંતર્ગત વહીવટી સેવા વર્ગ ૧ માટે નાયબ પોલીસ અધિક્ષક,વહીવટી સેવા અને જીલ્લા રજિસ્ટ્રાર સહિતની જુદી જુદી ૬૦ જગ્યાઓ અને વર્ગ ૨ની મામલતદાર, સેકશન અધઇકારી અને તાલુકા વિકાસ અધિકારી સહિતની વિવિધ ૨૯૨ જગ્યાઓનો સમાવેશ થાય છે. કેટેગરી પ્રમાણે જનરલ કેેટેગરીની ૧૭૩, અનુસૂચિત જાતિની ૨૯ ,અનુસૂચિત જનજાતિની ૬૨ અને ઓબીસીની ૯૮ જગ્યાઓ ભરાનાર છે. આજ જગ્યાઓ પર ભરતી માટે જીપીએસસી દ્વારા સંયુક્ત પ્રીલિમનરી પરીક્ષામાં જીપીએસસીના જણાવ્યા અનુસાર રાજ્યમાંથી ૪,૧૯,૫૦૬ ઉમેદવારો બેઠા છે.
જીપીએસસી દ્વારા રાજ્યના ૨૮ જીલ્લાઓ અને નજીકના મળીને કુલ મુખ્ય ૬૪ મથકો તેમજ અમદાવાદના ૨૮૨ સહિત રાજ્યના ૧૪૩૭ પરીક્ષા કેન્દ્રો પરથી પરીક્ષા લેવાઈર રહી છે.સવારના ૧૦થી ૫ સુધી પરીક્ષા લેવાશે.જેમાં પ્રશ્નપત્ર ૧,૨ અને ૩ લેવાશે.અંધ ઉણેદવારોને લોહીયાની સવિધા સાથે ૫૦ મીનિટનો વધુ સમય અપાશે.પ્રશ્નપત્ર ૧માં વર્બલ સ્કીલ્સ અંગ્રેજી ૧૫૦ માર્કસ, પ્રશ્નપત્ર-૨ માં કોન્ટેટેવ સ્ટડીઝ તેમજ રીઝનિંગ ૧૫૦ માર્કસ અને પ્રશ્નપત્ર ૩માં જનરલ સ્ટડીઝ ૨૦૦ માર્કસ સહિત કુલ ૩ પેપરો ૫૦૦ માર્કસના પુછાશે.મહત્વનું છે કે સાત વર્ષ બાદ જીપીએસીની ભરતી આવી છે અને જેમા લાખ્ખો ઉમેદવારોએ અરજી કરી હોઈ તેઓની આશાઓ વચ્ચે આ વખતે પરીક્ષાની પદ્ધતિ અને સીલેબસમાં ધરખમ ફેરફારો કરતા ભારે વિવાદો અને વિરોધ જોવા મળ્યો છે.
પરીક્ષા માટે ૪૦,૦૦૦ કર્મચારીઓ ફરજ પર
જીપીએસસીની પરીક્ષાને લઈને સરકાર પણ ચિંતિત છે.સાત વર્ષ બાદ રાજ્યભરમાં આટલી મોટી પરીક્ષા લેવાઈ રહી હોઈ સુવ્યવસ્થિત આયોજન માટે રાજ્યના ૪૦ હજાર અધિકારીઓ અને કર્મચારીઓની સેવા લેવાઈ છે.જ્યારે જે તે જીલ્લા કક્ષાએ કલેકટરને ચીફ કો-ઓર્ડિનેટર તરીકે નિયુક્ત કરાયા છે.
No comments:
Post a Comment