GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

બ્રિટને પ્રથમ દાદાભાઇ નવરોજી પુરસ્કારોની ઘોષણા કરી

શિક્ષણ ક્ષેત્રે આશા ખેમકા અને સંસ્કૃતિ ક્ષેત્રે માધવ શર્માને પુરસ્કાર

- આ પ્રસંગે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

લંડન તા. 20 ઓક્ટોબર 2014

બ્રિટેન સરકારે પ્રથમ દાદાભાઇ નવરોજી એવોર્ડની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાતમાં ત્રણ વ્યક્તિઓના નામ એવોર્ડ માટે નામાંકિત કર્યા છે. કોમર્સ કેટેગરીમાં ભારતીય વ્યવસાયિક કાઉન્સિલની પ્રમુખ પેટ્રિકા હેવિટ, શિક્ષણ ક્ષેત્રે આશા ખેમકા અને સંસ્કૃતિ ક્ષેત્રે માધવ શર્માનું નામ છે. બ્રિટન સરકાર દ્વારા લેવાયેલું આ પગલુ બન્ને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવશે તેવી આશા સેવાઇ રહી છે.

ભારતીય મૂળની ખેમકાએ તેને મળેલા આ એવોર્ડને બ્રિટેનમાં વસતા સમસ્ત ભારતીય સમુદાયનું સમ્માન ગણાવ્યું હતું. સાર્વજનિક રીતે નોમિનેશન થયા બાદ મંત્રીઓએ આ નામોને પસંદ કર્યા હતા. સ્થાનિક પ્રવાસી દિવસના પ્રસંગે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને બ્રિટેનના ઉપ પ્રધાન મંત્રી નિક ક્લેગે વિદેશ અને કોમનવેલ્થ(રાષ્ટ્ર સમૂહ)ની ઓફિસમાં આ એવોર્ડ આપ્યા હતા.

સુષ્મા સ્વરાજે આ પ્રસંગે જણાવ્યું કે ભારત તમારા હૃદયમાં છે અને અમે ભારતીયોને તમારા પર ગર્વ છે. ક્લેગે જણાવ્યું કે એવોર્ડ અમને યાદ અપાવે છે કે ભારતની સાથે અમારા સંબંધ એવા છે કે જેને આપણે વિસ્તૃત કરવાના છે જેથી બન્ને દેશના લોકો તેનો લાભ ઉઠાવી શકે. આ પુરસ્કાર દાદાભાઇ નવરોજીને સમર્પિત છે. બ્રિટિશ સાંસદોમાં તે પહેલા એશિયન સભ્ય હતા અને તેમને બ્રિટનમાં પહેલો ભારતીય વ્યવસાય શરૂ કર્યો હતો.

No comments: