GUJARAT GENERAL KNOWLEDGE

ALWAYS READY FOR YOU

ગંગા કિનારા પર અસ્થિવિસર્જન કરી શકાશે નહીં

ગંગા કિનારા પર અસ્થિવિસર્જન કરી શકાશે નહીં ઃ ઉમા ભારતી

ગંગામાં પ્રદૂષણ ઓછું કરવા માટે

પાણી ઊંડું હોય તે સ્થળે જ અસ્થિ વિસર્જન કરવા જળસ્ત્રોત મંત્રીની સલાહ


(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૨૭
ગંગામાં પ્રદૂષણ ઓછુ કરવાના સરકાર પ્રયાસ કરી રહી છે ત્યારે કેન્દ્રીય જળસ્ત્રોત મંત્રી ઉમા ભારતીએ જણાવ્યું હતું કે ગંગાના કિનારાના વિસ્તારોમાં અસ્થિવિસર્જન કરી શકાશે નહીં. પરંતુ નદીની વચ્ચે ઊંડા પાણીમાં વિસર્જન કરી શકાશે.
નેશનલ ગંગા રીવર બસીન ઓથોરીટી સાથે પ્રથમ બેઠક કર્યા બાદ ઉમા ભારતીએ જણાવ્યું હતું કે અસ્થિ વિસર્જનને લાગેવળગે છે ત્યાં સુધી સરકાર જે નિર્ણય કરશે તેમાં સાધુ સંતોનું સમર્થન હશે.
સ્મશાન ઘાટમાંથી ચિતાના અર્ધા બળેલાં લાકડા ગંગાના પાણીમાં ફેંકવાની બાબતે તેમણે જણાવ્યું હતું કે સ્મશાન ઘાટમાં અગ્નિદાહ આપવા માટે લાકડા ઉપરાંત ઈલેક્ટ્રિક ભઠ્ઠીની સગવડો ઉપલબ્ધ છે. લાકડા વડે અગ્નિદાહ આપનારે ઓછામાં ઓછા લાકડા વપરાય તેની કાળજી રાખવી જોઇએ. સાધુ સંતો પણ ઈલેક્ટ્રિક ભઠ્ઠીને સમર્થન આપે તો તેની પણ સુવિધા લેવી જોઇએ.
પૂજા સામગ્રીને ગંગામાં પધરાવવાની મનાઇ નથી તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે સ્થાનિક સંસ્થાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશને પાણીમાં તરતી સામગ્રીને જાળ વડે દૂર કરવાની વ્યવસ્થા કરવી જોઇએ. ગંગાને શુધ્ધ રાખવા માટે કેટલાક કાયદાઓ પણ ઘડાશે. તેમ તેમણે જણાવ્યું હતું.

No comments: