બ્રિટન : બ્રિટન સરકારે વીજળીની અછતને પહોંચી વળવા માટે સહરાના રણમાં સોલાર ફાર્મ તૈયાર કરવામાં આવશે. આ સોલાર ફાર્મ ૧૩ કરોડ ડૉલરના ખર્ચે ઊભું કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ યોજનાના ભાગરુપે સહારાના રણમાં ૧૦૦ સ્ક્વેર કિલોમીટરમાં ભવ્ય સોલાર ફાર્મ ઊભું કરવામાં આવશે.
આ સોલાર ફાર્મમાંથી પેદા થયેલી વીજળીને ૪૫૦ કિલોમીટર લાંબી સબમરિન કેબલની સહાયતાથી યુ.કે.ના ૨૫ લાખ ઘરોમાં પહોંચાડવામાં આવશે. આ સોલાર ફાર્મને તુ-નુર નામે ઓળખાશે. તેમાં કમ્પ્યુટર સંચાલિત હજારો મિરર ચોંટાડવામાં આવશે, જે સૂર્યમાંથી ગરમી લઈને સેન્ટ્રલ પાવરને આપશે.
મીઠાનો ઉપયોગ કરીને વરાળ પેદા કરવામાં આવશે
સેન્ટ્રલ પાવર સોલ્ટેડ પાઈપની સહાયતાથી તમામ ગરમી ગ્રહણ કરવામાં આવશે. અને તે ગ્રહણ કરેલી ગરમીનો ઉપયોગ બ્રિટન કરશે. આ પ્રક્રિયામાં પાણીને ગરમ કરવા માટે ગરમ મીઠાનો ઉપયોગ કરીને વરાળ પેદા કરવામાં આવશે. આ વરાળની મદદથી ટર્બાઈન ચલાવીને ઊર્જા પેદા કરવામાં આવશે.

મહાકાય ઈન્ટર કનેક્ટરની મદદથી વીજળીને બ્રિટન મોકલવામાં આવશે
આ ફાર્મમાંથી ઉત્ત્પન્ન થતી વીજળીને અન્ડરગ્રાઉન્ટ કેબલની સહાયતાથી રોમ નજીકના સબસ્ટેશનમાં અને ત્યાંથી યુરોપિયન ઈલેક્ટ્રિસિટી નેટવર્કને પહોંચાડવામાં આવશે. અને ત્યારબાદ મહાકાય ઈન્ટર કનેક્ટરની મદદથી વીજળીને બ્રિટન મોકલવામાં આવશે.

આ મહાકાય યોજનાની વ્યૂહરચના ચકાસી હતી : પ્રોજેક્ટના વડા ડેનિયલ રિચ
આ પ્રોજેક્ટના વડા ડેનિયલ રિચે જણાવ્યું હતું કે, આ ખૂબ જ મહાકાય યોજના દેખાઈ રહી છે, પણ ટેક્નોલોજીએ બધું જ શક્ય બનાવી દીધું છે. અમે એકવાર ફાર્મ ઊભું કરવાની જગ્યા નક્કી કરી લીધી હતી અને પછી તેની વ્યૂહરચના પણ ચકાસી લીધી હતી. બાદમાં રોકાણકારોને મળીને આ યોજના અમલમાં મૂકી છે.

સસ્તી વીજળીના હેતુથી રિન્યુએબલ એનર્જી સોર્સ પર ધ્યાન કેન્દ્રિત
ભવિષ્યમાં બ્રિટનના લોકોને સસ્તી વીજળી મળે એ હેતુથી પણ સરકારે રિન્યુએબલ એનર્જી સોર્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નોધનીય છે કે, નવા કાયદા પ્રમાણે યુ.કે. રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા ડેવલપરોને આ પ્રકારના પ્રોજેક્ટ માટે મંજૂરી આપી છે.

No comments:
Post a Comment